પ્રોજેક્ટનાં સોપાન
પ્રોજે પ્રોજેક્ટની વ્યાવહારિક ભૂમિકા જોતા પ્રમાંણેના મુખ્ય છ સોપાનોમાં તે વહેચી શકાય.
- યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ: વિદ્યાર્થીની જરૂરિયાત, રુચિ, શક્તિ અનુસાર....વાતચીત, ચર્ચા, ચિત્રદર્શન, સમસ્યા, પ્રશ્નો, વાર્તા, કથન, પ્રવાસ, પયર્ટન, સ્લાઇડ બતાવવી, ફિલ્મ બતાવવી, એપિસ્કોપ, એપીડાયોસ્કોપ દ્વારા ચિત્રદર્શન કરાવવું વગેરે દ્વારા પરિસ્થિતિ ઊભી કરી શકાય, જે પરિસ્થિતિ ઊભી થાય તે વધુ તીવ્ર, વધુ જરૂરી, વધુ સામાજિક અને જિજ્ઞાસાં-કુતૂહલ પ્રેરક હોય, જીવનની સમસ્યાઓ જરૂરિયાતમાંથી ઊભી થાય છે. એ અનુસાર અહી વિદ્યાર્થીઓમાં જરૂરિયાતનું પર્યાવરણ ઊભું કરવું જોઈએ,જેથી બાળકો જાતે તે માટે તૈયાર થાય અને સમસ્યા જાતે રજુ કરે.
- પ્રોજેક્ટની પસંદગી: પ્રોજેક્ટની પસંદગી ઉત્સાહી શિક્ષક જાતે કરી નાખે તે હિતાવહ નથી પ્રોજેક્ટની દરખાસ્ત વિદ્યાર્થીઓ તરફથી થવી જોઈએ, જેનું નિશ્ચિત શૈક્ષણિક મુલ્ય હોય. પ્રોજેક્ટ તંદુરસ્ત પડકાર ઊભો કરે તેવો હોવો જોઈએ. તે વાસ્તવિક જરૂરિયાતોમાંથી ઉદભવતો હોવો જોઈએ .
- આયોજન : ખૂબ મહત્વનું સોપાન છે. વિદ્યાર્થીઓની અનુમતિથી જ આયોજન કરવું જોઈએ. (અ) હેતુઓ : વિદ્યાર્થીઓને લાભપ્રદ અને ઉપયોગી સિદ્ધ થઈ શકે તેવા હેતુઓં નક્કી કરવા અહી વિદ્યાર્થીઓને શિક્ષકનો સહારો મેળવી શકે. (બ.) વિષયવસ્તુ : જે વિભાગમાં પ્રોજેક્ટ હાથ ધરવાનો હોય તે વિષયના કોઈ એક ચોક્કસ અંગના વિવિધ પાસા ક્યાં છે તેનો મુદાસર ખ્યાલ રજુ કરવો. (ક) જૂથરચના : વિષયવસ્તુને ચાર, પાચ કે સાત વિભાગમાં વહેચી નાખી તે અનુસાર સમગ્ર વર્ગના જૂથ પાડવા દરેક જૂથના નેતા નક્કી કરવા. (ડ) જુથકાર્ય : વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ : દરેક જૂથ પોતાના મુદા અનુસાર નીચેના જેવી પ્રવૃત્તિઓ કરીને અધ્યયન અનુભવો મેળવશે. · વાંચન એપીસ્કોપ એપિડાયો મેળા ભરવા· લેખન સ્કોપમાં ચિત્રો જોવા મુલાકાત યોજવી· મહીતીસગ્રહ નમુના તેયાર કરવા અવલોકન· નામુનાસગ્રહ મોજણી કરવી નિરિક્ષણફિલ્મસ્ટ્રીપ જોવી પ્રદર્શન ભરવું ચર્ચા કરવી (ઈ) શૈક્ષણિક સંદર્ભસામગ્રી : જે મુદા કે સમસ્યાનો અભ્યાસ કરવાનો છે તે માટેની શેક્ષણિક સામગ્રી ક્યાંથી મળે છે તે નક્કી કરવું ; જેમકે : પુસ્તકો,વિજ્ઞાનના સામયિકો, લેબોરેટરીઓ, ચિત્રો, વર્તમાન પત્રો તેના વિજ્ઞાનને લગતા વિશિષ્ટ વિભાગો, સંગ્રહસ્થાન, રેડિયોસ્ટેશન,ચાર્ટ્સ
- અમલ : આટલી વિગતોનું આયોજન થયા પછી વિદ્યાર્થીઓ જાતે જ નક્કી કરેલા તાસોમાં, સમયમાં, જૂથોમાં વહેચાઈને પ્રવૃત્તિમય બનશે. શિક્ષક જરૂર જણાશે ત્યાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. શિક્ષક પોતે સક્રિય ભાગીદારી હોય તેમ વર્તશે. દિગ્દર્શકની જેમ નક્કી કરેલા સમયમાં પ્રવૃત્તિ થાય તે જોશે.
- જૂથ-અહેવાલ : દરેક જૂથ-રાઈટર જૂથની ચર્ચા-પ્રવૃત્તિ થાય તે દરમિયાન હેવાલ નોધ કરશે, દરેક જૂથ સમક્ષ તે હેવાલ વાંચશે. તેમાં સુધારાવધારા થાય પછી સમગ્ર પ્રવૃત્તિનો આખરી જૂથહેવાલ તૈયાર થશે. પ્રવૃત્તિઓના અંતે સમગ્ર પ્રવૃત્તિનો આખરી જૂથહેવાલ વાચશે. વર્ગ તેના પર ચર્ચા કરશે. સુધારાવધારાને હેવાલ તૈયાર થશે. અંતે સમગ્ર વર્ગ સમક્ષ દરેક જુથના નેતા પોતાના હેવાલ વાચશે. વર્ગ તેના પર ચર્ચા કરશે. સુધારાવધારાને અંતે સમગ્ર હેવાલ તૈયાર થશે.
- મુલ્યાંકન : પ્રોજેક્ટ શરૂ થાય ત્યાંથી અંત સુધી મુલ્યાંકન સતત થતું રહે છે જેમકે- (૧) પ્રોજેક્ટ ચાલે તે દરમિયાન શિક્ષક વિદ્યાર્થીની ખાસિયાતો, સ્વભાવ, ખત, સહકારની નોધ રાખી મૂલ્યાંકન કરશે. (૨) વિદ્યાર્થીએ જે રચનાત્મક કાર્ય કરી નમુના બનાવ્યા છે તેના પરથી મૂલ્યાંકન કરશે. (૩) મૂલ્યાંકન કસોટી જેમાં નિબંધપ્રકાર, ટૂંકજવાબી અને વસ્તુલક્ષી પશ્નોનો હોય તેવી કસોટી આપી મુલ્યાંકન કરશે.