SCIENCE KNOWDLEGE

દરેક ગ્રહનું સૂર્યથી અંતર કેવી રીતે શોધવું ?


મિત્રો અહિ અપણા સૂર્યમંડળના દરેક ગ્રહો સૂર્યથી કેટલા અંતરે આવેલા છે તેના માટે જે Titiyas-bod થીયરી છે તે અહી રજુ કરી રહ્યો છું .


  • આ થીયરીમાં સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર એકમ તરીકે લેવામાં આવે છે .
  • સૂર્યથી શરુ કરીને દરેક ગ્રહને 0,3,6,12,24,48,96,192 એવા ડબલ થતા અંતરે મુકવામાં આવેલ છે .
  • આ સંખ્યામાં 4 ઉમેરીને જે જવાબ આવે તેને 10વડે ભાગો .
  • પરિણામ જે અંક આવે તે દરેક ગ્રહનું સૂર્યથી સૈધાંતિક અંતર બતાવે છે .
  • અહી AU=Astronomical Unit
  • દરેક ગ્રહનું સૂર્યથી અંતર નીચે દર્શાવેલ છે .

ગ્રહ             થીયરી  અંતર        વાસ્તવિક અંતર 
બુધ              0.4 AU                              0.39 AU
શુક્ર               0.7 AU                              0.72 AU
પૃથ્વી           1 AU                                 1.0 AU
મંગળ          1.6 AU                              1.52 AU
-                  2.8 AU                                  -
ગુરુ              5.2  AU                              5.2 AU
શનિ             10 AU                                 9.54 AU


ભારતીય પંચાંગ વિશે માહિતી


મિત્રો અહી ભારતીય પંચાંગ વિશે થોડી માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેમાં નીચેના મુદ્દાઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે
1-તિથી 
2-વાર 
3-નક્ષત્ર 
4-યોગ 
5-કરણ 

  • તિથી એટલે શું ? તિથી વધ ઘટ થવાનું કારણ શું ?
  • વાર નો ક્રમ કેવી રીતે ગોઠવવામાં આવ્યો ?
  • નક્ષત્ર એટલે શું ?
  • યોગ અને કરણ વિશે માહિતી


આ વિશે સંપૂર્ણ માહિતી PDF માં મેળવવા માટે અહી ક્લિક કરો 
ફાઈલ સાઈઝ 569.21 KB માત્ર 


કેવું છે ભારતનું ચંદ્રયાન-1?

ચંદ્રયાન-1


ચંદ્રયાન ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરો ના એક અભિયાન અને યાન નું નામ છે. ચંદ્રયાન ચંદ્ર તરફ જવા વાળું ભારત નું પ્રથમ યાન છે.આ અભિયાન અંતર્ગત એક માનવરહિત યાનને  22 ઓક્ટોબર ,2008 ના રોજ ચંદ્ર પર મોકલવામાં આવ્યું અને આ યાન 30ઓગસ્ટ2009સુધીકાર્યરતરહ્યું. યાનપોલારસેટેલાઈટ લોન્ચ વેહિકલ એટલે કે PSLV રોકેટ વડે સતીશ ધવન અંતરીક્ષ કેન્દ્રથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું.ચંદ્રયાનસાથે કુલ 11 ઉપકરણો જોડવામાં આવ્યા છે.જેમાં 5 ભારત ના અને 6 ઉપકરણો અમેરિકા ના છે. આ યાન ને ચંદ્ર સુધી પહોંચતા 5 દિવસો અને ચંદ્ર ની કક્ષા માં પ્રસ્થાપિત થતા 15 દિવસો લાગેલા. 

ચંદ્રયાન નું પ્રક્ષેપણ કેવી રીતે થયું તેની માહિતી નીચે ની આકૃતિમાં દર્શાવેલ છે.



ચંદ્રયાન-1 નો પરિચય 

                યાનનું લોન્ચર રોકેટ          PSLV 
           અંતરીક્ષ યાન નો પ્રકાર         સમઘન 
           દરેક બાજુ નું માપ                  1.5 મિ 
           લોન્ચિંગ સમયે વજન             1380 કિલો 
           ભ્રમણકક્ષામાં વજન              590 કિલો 
           ભ્રમણકક્ષાની ઉંચાઈ      100 કિલોમીટર 
           ભ્રમણકક્ષાનો પ્રકાર              ઉતર-દક્ષીણ 
           પેનલ ની ક્ષમતા                  700 વોટ 
           સર્વેક્ષક ઉપકરણો                           11
           ઈસરો ના ઉપકરણો                         5
           વિદેશના ઉપકરણો                          6
           મિશન ની અવધી                            2 વર્ષ 
            ખર્ચ             400 કરોડ રૂ.અંદાજીત 
            મિશન આરંભ            22 ઓક્ટોબર 2008
            મિશન અંત              28 ઓગસ્ટ 2009



ચંદ્રયાન-1 ના ઉપકરણો ની માહિતી 

ચંદ્રયાન માં ઘણા બધા ઉપકરણો ગોઠવવામાં આવ્યા છે.અહી તેમાંના મુખ્ય સાધનો વિષે માહિતી આપવામાં આવેલ છે.



  • MIP -MOON IMPACT PROBE-અંદાજીત 29 કિલો ના આ સાધન ને ચંદ્રની સપાટી પર ફેંક્યા બાદ જે ગેસ અને રજકણો નીકળે તેનું પૃથકરણ કરી ચંદ્ર ના ભૂપૃષ્ઠ ના ઘટકો ની માહિતી પ્રાપ્ત કરેલ જે માટે યાન રીમોટ સેન્સીંગ વડે કરેલ છે.
  • LLRI -LUNAR LASER RANGING ISTRUMENT -આ સાધન વડે લેસર નો ઉપયોગ કરી ચંદ્ર ની સપાટી નો અભ્યાસ કરી તેનો નકશો બનાવશે આ જાત ના નકશાને relief મેપ કહે છે.
  • M 3-MOON MINERAL MAPPER -આ સાધન 7 કિલો નું છે અને નાસા દ્વારા બનાવવામાં આવ્યું છે.નાસા એ ઈસરો ને અમુક રકમ ચૂકવીને આ સાધન ચંદ્રયાન સાથે મોકલવા આપ્યું છે.આ સાધન વડે ચંદ્ર પર ભવિષ્યમાં વસાહતો બનાવી શકાય કે કેમ તેની માહિતી મેળવવામાં આવશે
  • HySI -HYPER SPECTRAL IMAGER -ઇસરોએ બનાવેલ આ સાધન દ્વારા ચંદ્ર ના જન્મ નું રહસ્ય જાણવામાં આવશે તેમજ ચંદ્ર ના ધ્રુવો પર બરફ આવેલ છે કે કેમ તેનું પણ સંશોધન કરશે
  • TMC -TERRAIN MAPPING CAMERA -ચંદ્ર ની સપાટી ના 3ડી ફોટા માટે 5 રીઝોલુસન નો આ કેમેરો જોડવામાં આવેલ છે.
  • HEX -HIGH ENERGY X -RAY SPECROMETER -ઈસરો નું 16 કિલો નું આ સાધન તેના વેવલેન્થ નો ઉપયોગ કરી ચંદ્ર માં રહેલા ખનીજ તત્વો ના આધારે તેનું બંધારણ તપાસશે


ચંદ્રયાન -1 ના પ્રક્ષેપણ નો વિડીયો જોવા માટે અહિ ક્લિક કરો
ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

દક્ષીણ ધ્રુવ ખંડના ભારતીય સંશોધન મથકો કેવા છે અને ત્યાં સંશોધકો શું કરે છે?

કેવા છે દક્ષીણ ધ્રુવ ખંડના ભારતીય સંશોધન મથકો?
મિત્રો,દક્ષિણ ધ્રુવ ખંડ પર ભારતના દક્ષિણ ગંગોત્રી,મૈત્રી અને ભારતી નામના સશોધન મથકો આવેલા છે.અહી આપણે મૈત્રી મથક વિશે વિગતથી જાણવાનો પ્રયત્ન કરશું

દક્ષિણ ધ્રુવ ખંડ એટલે એન્ટાર્કટીકા ખંડ.જેનો નકશો નીચે આપવામાં આવ્યો છે.
1911 માં રોઆલ્ડ આમુન્ડસન નામના સાહસિકે પ્રથમ વાર દક્ષિણ ધ્રુવ ખંડ પર પગ મુક્યો ત્યારથી માંડીને અત્યાર સુધી વિશ્વના અનેક દેશોએ આ પ્રદેશ પર પોત પોતાના સંશોધન મથકો સ્થાપ્યા છે.

દક્ષિણ ધ્રુવ ખંડપર આજે તો સંશોધક ટીમોની કમી નથી.રશિયા,જાપાન,નોર્વે,સ્વીડન,અમેરિકા વગેરે અનેક દેશોએ ત્યાં કાયમી છાવણી સ્થાપી છે.ભારતે તેની પ્રથમ છાવણી દક્ષીણ ગંગોત્રી 1982 માં સ્થાપી અને ત્યાર બાદ 1988 માં મૈત્રી નામનું મથક સ્થાપ્યું અને ત્યાર બાદ 2012 માં ભારતી નામનું મથક સ્થાપ્યું

1981 માં ડો.એસ.કાસીમના નેજા હેઠળ 21  સંશોધકો અને વિજ્ઞાનીઓની ટુકડી દક્ષિણ ધ્રુવ ખંડ પર જવા રવાના થઇ.1982 ના રોજ ભારતીય ટુકડી દક્ષિણ ધ્રુવ ખંડ પર પહોંચી પૂર્વ કાંઠે તેમને દક્ષીણ ગંગોત્રી નામનું ભારતનું પ્રથમ સ્ટેશન સ્થાપ્યું 
  
દક્ષિણ ગંગોત્રી 
1987 માં આ દક્ષિણ ગંગોત્રી સંપૂર્ણ પણે કાર્યરત થયું.એ જ વર્ષે આ મથકે એન્ટાર્કટીકાના હવામાનને લગતા રીપોર્ટ પહેલીવાર ભારત મોકલ્યા
ડો.એસ.કાસિમ 
પૃથ્વીના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ ભારતીય કર્નલ જે.કે.બજાજ હતા.એન્ટાર્કટીકા પર કુલ 50 દિવસોમાં આશરે 1200 કિલોમીટર સ્કીઈન્ગ કરીને જાન્યુઆરી 1989 ના રોજ તેઓ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પહોંચ્યા

કર્નલ જે.કે.બજાજ
1982 થી 2000 દરમિયાન ભારતના વિજ્ઞાનીઓ અને સંશોધકોની કુલ 17 ટુકડીઓ દક્ષિણ ગંગોત્રી ની મુલાકાત લઇ ચુક્યા છે.ભારત નું જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દર વર્ષે 20 થી 25 સંશોધકોની એક ટુકડીને દક્ષિણ ધ્રુવ પર મોકલે છે.
ભારતનું દક્ષિણ ધ્રુવ ખંડ પરનું સંશોધન કેન્દ્ર-મૈત્રી 
1988 માં મૈત્રી ની સ્થાપના થયા પછી ભારત સરકારે દક્ષિણ ગંગોત્રી મથક હમેશ માટે બંધ કરી દીધું કેમ કે આ બંને મથકો એકબીજાની તદ્દન નજીક જ હતા.

મૈત્રી ટીમના સંશોધકો મુખ્યત્વે એન્ટાર્કટીકાના હવામાન,ચુંબકીય ધ્રુવો અને વાતાવરણમાં ઓઝોન ના પ્રમાણ ને માપે છે.દક્ષિણ ધ્રુવનું તાપમાન રોજે રોજ નોંધે છે.તેમજ ભારતના હવામાન ખાતાને સેટેલાઇટ વડે ઈ -મેઈલ દ્વારા માહિતી આપે છે.સેટ -કોમ ટર્મિનલ કેન્દ્ર મૈત્રીની નજીકમાં છે જે " ગિરનાર " તરીકે ઓળખાય છે.આ ટર્મિનલ ભારતના ઉપગ્રહો સાથે ડાયરેક્ટ સંપર્ક ધરાવે છે.

મૈત્રી નું બાંધકામ પ્રિયદર્શિની નામના પોણો ચોરસ કિલોમીટર ના સરોવર ના કાંઠે કરવામાં આવ્યું છે.આ સરોવરનું પાણી મૈત્રી ના સંશોધકો ઉપયોગ માં લે છે.

મૈત્રીનું મથક મુખ્યત્વે ચાર બ્લોક માં વિભાજીત કરાયેલ છે.આ પૈકી મુખ્ય બ્લોક રહેવા માટે,ખાવા તથા આરામ કરવા માટે થાય છે.બીજા અલગ અલગ બ્લોક માં વર્કશોપ ,યંત્રો,પાવર સપ્લાય રાખવામાં આવ્યા છે.આ બ્લોક માં કુલ ચાર જનરેટર રાખવામાં આવ્યા છે.દરેક જનરેટર 62.5 કિલો વોટ પાવર પેદા કરે છે જે મૈત્રી માટે નો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે.નિષ્ણાંતો એ આ જનરેટર નું નામ આદિત્ય રાખ્યું છે.1994 માં ભાસ્કર નામના વધુ પાવરફુલ જનરેટર મૈત્રી ને સોપવામાં આવ્યાઆ જનરેટર ડીઝલ દ્વારા ચાલે છે અને તેમનું સંચાલન રીમોટ કંટ્રોલ વડે દુર થી પણ કરી શકાય છે.

મૈત્રીના બ્લોક નંબર-3 માં રસોડું છે.આખા મથકમાં હુંફ ફેલાવતી સેન્ટ્રલ હિટીંગ સીસ્ટમ ની તેમજ પાણી ની મુખ્ય ટાંકીઓની પણ સગવડ પૂરી પાડવામાં આવી છે.

નાહવા ધોવા માટે મૈત્રીમાં ચોથા નંબર નો બ્લોક છે.બર્ફીલા પ્રદેશમાં ડ્રેઈનેજ સિસ્ટમના અભાવે આ બ્લોકમાં ખાસ પ્રકારની સ્ટોરેજ ટેંક પણ મુકવામાં આવી છે.જેમાં જમા થતો કચરો દર થોડા દિવસે ખાસ કેમિકલ પ્રક્રિયા વડે નિકાલ કરવામાં આવે છે.

મૈત્રી મથક નું સમગ્ર બાંધકામ એક્રેલિક ,લાકડું અને પ્લાસ્ટિક વડે બનાવવામાં આવ્યું છે.મથકની બધી દીવાલો ફોલ્ડીંગ છે.પુષ્કળ ઠંડી સામે ટીમના સંશોધકો ને રક્ષણ મળી રહે તે માટે DRDO દ્વારા ખાસ જાત ના પોષક તૈયાર કરવામાં આવે છે.બેસ્ટ પ્રકારનું રૂ જેમાં વપરાયું હોય તેવા જેકેટ,પવન સામે રક્ષણ આપે તેવી ટોપીઓ,વજન માં હલકા અને હુંફ આપે તેવા ટ્રાવુંઝર  તેમજ હાથના મોજા વગેરે સામગ્રી પૂરી પાડવામાં આવે છે.

મૈત્રીની ટીમ માટે જમવાના બધા જ પ્રકારની સામગ્રી પણ DRDO દ્વારા જ તૈયાર કરવામાં આવે છે.એક સાથે 15 મહિના સુધી ચાલે તેટલો ખોરાક નો પુરવઠો મૈત્રી ના સંશોધકોને આપવામાં આવે છે.આ પુરવઠો સંશોધકોએ એન્ટાર્કટીકાનો પ્રવાસ શરુ કરે તે પહેલા હસ્તગત કરી લેવાનો હોય છે.આ પુરવઠામાં તરત રેડી તું ઈટ પ્રકારની ચપાતી તેમજ પરોઠા,ફ્રોઝન શાકભાજી,બ્રેડ,મધ,પુલાવ,ઉપમા,ખીર તેમજ હળવા વગેરે નો સમાવેશ થાય છે.આ પુરવઠા સાથે ચોખાની ગુણ તેમજ ચા,કોફી અને ખાંડ નો પણ જથ્થો હોય છે.

મૈત્રી ના સંશોધકો જયારે દક્ષિણ ધ્રુવ પર પહોંચે ત્યારે તેનો સમગ્ર જગત સાથે સંપર્ક તૂટી જાય છે.ઘરથી દુર વિષમ પરિસ્થિતિમાં 15 મહિના લગાતાર એકાંતવાસમાં વિતાવવા પડે છે.
ભારતી સંશોધક મથક 

ઉપર ની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

આધુનિક સમયની અર્વાચીન સાત અજાયબીઓ -તાજ મહાલ


આધુનિક વિશ્વની અર્વાચીન અજાયબી 

મિત્રો ગયા અંક માં આપણે આધુનિક સમયની અર્વાચીન અજાયબી માં મેક્શિકો ના ચિચેન ઇત્સા વિશે માહિતી મેળવી.આ અંકમાં આધુનિક અજાયબીમાં ભારતના તાજ મહાલ વિશે માહિતી મેળવીશું.
તાજ મહાલ 
ઈતિહાસ 
  • એક સગા ભાઈને ફાંસી આપીને,બીજા ભાઈના બંને ડોળા ફોડાવીને તેમજ ત્રીજા ભાઈને પોતાના સૈનિકો દ્વારા દગાપૂર્વક મરાવીને ગાદી પર આવેલો ઘાતકી મોગલ બાદશાહ એટલે કે શાહજહાં એ આ ભવ્ય સ્થાપત્ય બનાવ્યું.
  • શાહજહાં સ્વભાવે કળા પ્રેમી ન હતો.તે દુશ્મન યુદ્ધ કેદીઓનો શિરચ્છેદ કરાવી તેમની ખોપરીના મિનારા બંધાવવાની તેને આદત હતી.
  • એક પ્રસંગે તેણે 8000 સૈનિકોના લોહી લુહાણ મસ્તકો ખડકીને કુલ 260 મિનારા બંધાવ્યા હતા.
  • આમ જોઈએ તો શાહજહાંને કળા સાથે કોઈ નિસ્બત નહોતી પણ જયારે પોતાની પ્રિય પત્ની મુમતાઝ નું અવસાન થયું ત્યારે શાહજહાંએ તેની યાદ માં એક આલીશાન મકબરો બંધાવવાનું નક્કી કર્યું
  • તેને આ ચણતર નું નામ તાજ મહાલ રાખવાનું નક્કી કર્યું


બાંધકામ 

  • શાહજહાંએ 37 અનુભવી કારીગરોના માર્ગદર્શન હેઠળ 20000 ચુનિંદા કારીગરો દ્વારા આ બાંધકામ શરુ કરાવ્યું
  • આગ્રાથી 322 કિલોમીટર દુર ના મકરાણા નો રાજસ્થાની આરસ પહાણ મેળવવા 1800 મજુરોએ ખાન કામ કર્યું 
  • સરેરાશ 2.25 ટન વજન ધરાવતા આરસ પહાણ આગ્રા લાવવા માટે 1000 હાથીઓ નો કાફલો રોકવામાં આવ્યો 
  • યમુના નદીના કાંઠે 6.7 મીટર ઊંચા 95*95 મીટરના આરસ દ્વારા બનેલા પ્લેટ ફોર્મ પર બાંધકામ શરુ થયા પછી 39.5 મીટર ઊંચા ચાર મિનારા વાળો અને 65.5 મીટર ઉંચો ગુંબજ વાળો તાજ મહાલ 22 વર્ષની સખત મહેનતના અંતે બન્યો 
  • ચણતરમાં વપરાયેલ આરસ પહાણનો કુલ જથ્થો -26,320 ઘન મીટર


મિત્રો આવતા અંકમાં આધુનિક સમયની અર્વાચીન અજાયબી માં નંબર-3 ચીન ની મહાન દીવાલ વિશે ચર્ચા કરશું  
ઉપરની માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

તાજ મહાલ અંગે નો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો 
 
 

ભૂકંપનું એપીસેન્ટર અને તીવ્રતા કેવી રીતે માપવામાં આવે છે?

ભૂકંપ ની તીવ્રતા કેવી રીતે માપવામાં આવે  છે?

મિત્રો પહેલાના સમય માં ભૂકંપ વિષે લોકોને બહુ અનુભવ ના હતો.પરંતુ અત્યાર ના સમય માં ભૂકંપ નું પ્રમાણ ઘણું વધી ગયું છે.ટીવી પર અને સમાચાર માધ્યમો માં ભૂકંપ વિષે અવારનવાર વાંચવા મળે છે.જયારે કોઈ જગ્યાએ ભૂકંપ થાય ત્યારે ભૂકંપ ની તીવ્રતા અને તેના એપીસેન્ટર વિશે વાંચવા મળે છે.પણ સામાન્ય લોકો ને આવા શબ્દો વિષે કઈ માહિતી હોતી નથી.

મિત્રો અહી આ પોસ્ટ માં ભૂકંપ વિષે,ભૂકંપ ની તીવ્રતા વિષે,એપીસેન્ટર વિષે વગેરે ની સરળ રીતે સમજુતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ભૂકંપ માપવાના યંત્ર ને સાઈઝ્મોગ્રાફ કહે છે.જે મોટે ભાગે નીચે જેવું દેખાય છે.


આવા ભૂકંપ માપક યંત્રો ભારત માં અલગ અલગ જગ્યાએ વેધ શાળાઓ માં મુકવામાં આવેલ છે.આવા યંત્ર માં એક નળાકાર હોય છે જે ગોળ ગોળ ફરતું હોય છે.આ નળાકાર ને સ્પર્શે તે રીતે એક પેન પોઈન્ટર ગોઠવવામાં આવેલ હોય છે.જે અતિ સેન્સીટીવ હોય છે.જરા અમથી ધ્રુજારી પણ આ સોય રૂપી પેન ને ધ્રુજાવે છે.આ પેન નળાકાર પર એક લીંટી આંકે છે.નોર્મલ દિવસો માં આ લીટી સીધી રેખા બનાવે છે.પણ જયારે ભૂકંપ જેવી પરિસ્થિતિ ઉદભવે ત્યારે ભૂકંપ ની ધ્રુજારી ને લીધે આ સાધન ની  સોય રૂપી પેન પણ ધ્રુજે છે જેથી તે ફરતા નળાકાર પર આડી અવળી લીટીઓ આંકવાનું શરુ કરે છે જે આ નળાકાર પર વીંટાળેલ કાગળ પર અંકાય છે.બાદ માં આ કાગળ કાઢી લેવામાં આવે છે.જેને ભૂકંપ નું પ્રિન્ટ આઉટ કહે છે.જે મોટે ભાગે નીચે મુજબ નું દેખાય છે.


આવા પ્રિન્ટ આઉટ નો ઊંડાણ થી અભ્યાસ કરવામાં આવે છે.ભૂકંપ નું એપીસેન્ટર ભલે ગમે ત્યાં હોય,પરંતુ ભૂસ્તર શાસ્ત્રીઓ તેમના ભૂકંપ માપક યંત્ર વડે તેનું અંતર ,ભૂકંપ ની રીક્ટર માત્રા અને પછી તે માહિતીના આધારે બીજું ઘણું બધું જાણી લે છે.આના માટે એક સરળ રીત છે જે હવે પછી ના વર્ણન માં આપેલ છે.વર્ણન વાંચો ત્યારે સાથે સાથે નીચેની આકૃતિ પણ જોતા રહેજો જેથી માહિતી વધુ સરળ થઇ જશે.



અહી બતાવેલો સાઈઝમોગ્રાફ નો ભૂકંપ વખત નો પ્રિન્ટ આઉટ બતાવવામાં આવ્યો છે તેનું ધ્યાન પૂર્વક અવલોકન કરો.યંત્રની સોય અથવા પેન નું લાઈનીંગ કામ ડાબી બાજુ થી શરુ થયું છે.એટલે કે પેપર વીંટેલો નળાકાર રાઈટ ટુ લેફ્ટ ચોક્કસ ગતિએ હમેશ મુજબ ફરતો રહે છે.શરૂઆત માં આ પેન કંપી નથી,તેથી તેને પેપર પર લગભગ સીધી લીંટી આંકેલ છે.થોડી વાર બાદ જે ભૂકંપ થયો તેના P મોજા સૌ પહેલા વેધ શાળા સુધી પહોંચ્યા છે.આ મોજા રૂપી આંચકો આવ્યો કે તરત પેન માં ધ્રુજારી ઉત્ત્પન થઇ.અમુક સેકંડ વીતી પેપર વીંટાળેલ નળાકાર નું ફરવાનું ચાલુ જ છે.માટે P મોજા કાગળ પર અંકાતા રહ્યા.

સાઈઝમોગ્રાફને ત્યાર પછી S મોજાનો આંચકો મળે છે.કાગળ પર અંકાતી વાંકી ચુકી લીટીના એમ્પલીટ્યુડ માં (કંપ વિસ્તાર) અચાનક વધારો થયેલો જોવા મળે છે.એ પછી સપાટીના મોજાએ એમ્પલીટ્યુડને મેક્સીમમ લેવલે પહોચાડી દીધો છે.ભૂકંપ નું રુદ્ર સ્વરૂપ ત્યાર બાદ ધીમે ધીમે શાંત થવા લાગે છે.
અહી આકૃતિ માં ખાસ જુઓ કે સાઈઝમોગ્રાફને P મોજા દ્વારા પ્રથમ આંચકો મળ્યો પછી S મોજા કેટલા સમય પછી મળેલ છે? પ્રિન્ટ આઉટ માં નીચેના ભાગે સમય 0...10...20...., એ રીતે સેકન્ડમાં સમય દર્શાવેલ છે. આકૃતિ માં જોતા ખ્યાલ આવે છે કે P અને S મોજા વચ્ચે નો તફાવત 24 સેકંડ નો છે. 

હવે આકૃતિ માં જુઓ ,સેકન્ડ ની કોલમ માં 24 ના અંક પર માર્કિંગ કરેલ છે. કિલોમીટર બતાવતી ડાબી કોલમ મુજબ અંતર 215 કિલોમીટર બતાવે છે.માટે એક વાત નક્કી થાય કે આ ભૂકંપ નું એપીસેન્ટર 215 કિમી દુર હશે.

અહી સૌથી બળવાન મોજા નો કંપ વિસ્તાર જુઓ.કેમ કે રીક્ટર સ્કેલ તેના મુજબ નક્કી કરવામાં આવે છે.પ્રિન્ટ આઉટની આકૃતિમાં એમ્પલીટ્યુડ(કંપ વિસ્તાર) 23 મીલીમીટર હોવાનું જણાય છે.આકૃતિમાં એમ્પલીટ્યુડ(કંપ વિસ્તાર) બતાવતી કોલમ જુઓ અને ત્યાં 23 એમએમ સૂચવતો કાંપો છે તે ખાસ જુઓ.

હવે ફૂટપટ્ટી લઈને કિલોમીટર પ્રતિ સેકંડ ની કોલમ પર આંકેલા પોઈન્ટ અને બીજી બાજુ એમ્પલીટ્યુડ(કંપ વિસ્તાર) ના પોઈન્ટ વચ્ચે સીધી સળંગ લીટી બનાવો.ઉભી વચલી લીટીને તે આડી લીટી જ્યાં કાપે ત્યાનો અંક ભૂકંપનો મેગ્નીટ્યુડ બતાવે છે.અહી આકૃતિમાં બતાવ્યા મુજબ આ ભૂકંપ 5.0 નો રીક્ટર સ્કેલ બતાવે છે.

આમ ભૂકંપ પછી દરેક વેધ શાળાનો ડેટા સરખાવવામાં આવે છે અને એપીસેન્ટર નું ચોક્કસ સ્થાન જાણવામાં આવે છે.

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 
 
 

આધુનિક સમયની અર્વાચીન સાત અજાયબીઓ -ચિચેન ઇત્સા

આધુનિક સમયની સાત અજાયબીઓ 

મિત્રો આધુનિક સમયની સાત અજાયબીઓ વિશે માહિતી મેળવીએ તે પહેલા પ્રાચીન સમયની સાત અજાયબીઓ વિષે થોડી માહિતી મેળવી લઈએ.જે નીચે મુજબ છે.

  • ઈજીપ્તના પિરામીડ 
  • ઝીયસ નું પુતળું 
  • રહોડ્સ નું પુતળું 
  • એલાક્ઝાન્દ્રીયા ની દીવાદાંડી 
  • મોઝોલસ ની કબર 
  • આર્ટેમીસ નું પુતળું 
  • બેબીલોન ના બગીચા 
મિત્રો અહી આપણે આધુનિક સમય ની સાત અજાયબી વિષે માહિતી મેળવવાની છે જે નીચે મુજબ છે.દરેક અજાયબી વિષે અલગ અલગ પોસ્ટ માં માહિતી આપવામાં આવશે અહી આજે આપણે પ્રથમ અજાયબી ચિચેન ઇત્સા વિષે માહિતી મેળવીશું
ચિચેન ઇત્સા 

ચીચેન-ઇત્ઝા  એક વિશાળ પૂર્વ-કોલંબિયન પુરાતાત્વીક સ્થળ છે
 જે આજના મેક્સિકોના ઉત્તરી મધ્ય યુકતાન દ્વીપકલ્પ માં આવેલ છે.
 આ સ્થળ માયા સંસ્કૃતિ દ્વારા બંધાયું છે.
ચીચેન ઇત્ઝા ઉત્તરી માયા નીચાણ ક્ષેત્રનું મેસો અમેરિકન કાળગણના
 ના પૂર્વ સંસ્કારીૢ અંત્ય સંસ્કારી કાળ થી લઈ અંત્યસંસ્કારી કાળના પૂર્વ
 ભાગ સુધી એક મુખ્ય ક્ષેત્રીય કેંદ્રીય બિંદુ રહ્યું. આ સ્થળ વાસ્તુ કળાની 
વિપુલતા પ્રદર્શિત કરે છે, જે “મેક્સિકરણ” અને મધ્ય મેક્સિકોમાં જોવા 
મળતી વાસ્તુ શૈલીઓથી શરુ થઈ ને ઉત્તર મેક્સિકોના નીચાણ
 ક્ષેત્રની પ્યુક વાસ્તુ શૈલી સુધી વિસ્તરેલી છે. આ ક્ષેત્રમાં મધ્ય મેક્સિકન
 શૈલિની હાજરીને એક વખત સીધું સ્થળાંતર કે મધ્ય મેક્સિકો પરના 
વિજયનું પરિણામ માનવામાં આવતી હતી પણ મોટા ભાગના આધુનિક
 તારણો આ ક્ષેત્રમાં અ-માયા સંસ્કૃતિના અહીં ના અસ્તિત્વને સાંસ્કૃતિક
 ફેલાવાનું પરિણામ માને છે.
ચીચેન ઈત્ઝાના ખંડેર હવે સમવાયી માલિકીની છે. અને તેના સાર
 સંભાળની જવાબદારી મેક્સિકોના રાષ્ટ્રીય ઐતિહાસીક અને માનવવંશ
 શાસ્ત્ર સંસ્થાનની છે. જો કે આ સ્મારકોની નીચેની ભૂમિ નિજી રીતે 
બર્બાકાનો કુટુંબની છે.
અર્વાચીન યુગની અજાયબી તરીકે પસંદ કરાયેલો મય સંસ્કૃતિનો 
ચિચેન ઇત્સા નગરનો પીરામીડ આજે પણ મોજુદ છે.ઈ.સ.1200 પછી 
લુપ્ત બનેલા એ નગરના બીજા ઐતિહાસિક બાંધકામો ના તો ભાંગ્યા
 તૂટ્યા અવશેષો સિવાય બીજું કશું બચ્યું નથી. પણ એક કિલ્લો 24 
મીટર ઉંચો પીરામીડ અકબંધ છે.દરેક સાઈડે તેનો પાયો 60 મીટર
 લાંબો છે.આરોહણ માટે ચારેય બાજુએ 91 પગથીયા બનાવવામાં 
આવ્યા છે.પગથીયાની બંને તરફ ત્રાંસ લેતા પીરામીડને 9 ટેરેસમાં
 વહેંચી દેવામાં આવ્યો છે.પગાથીયાની કુલ સંખ્યા 364 છે જે વર્ષના 
દિવસો સૂચવે છે.જયારે 9 ટેરેસ મય સંસ્કૃતિ ના કેલેન્ડર મુજબ વર્ષના
 નવ મહિના સૂચવે છે.પિરામિડની ટોચ પર ધાર્મિક વિધિઓ માટેનું 
દેવાલય છે,જ્યાં છેલ્લા પૂજાપાઠ 1224 માં કરાયા હતા એ પછી આ 
નગરનો પતન કાલ શરુ થયો.
ઈજીપ્તના વિરાટ પિરામિડની સરખામણીએ ચિચેન ઇત્સા નો પીરામીડ
 બહુ શાનદાર નથી.છતાં પણ બહુ ચર્ચિત મય સંસ્કૃતિ ને લીધે તેને 
વિશ્વની આધુનિક અજાયબીમાં સ્થાન મળ્યું છે.

આવતા અંકમાં આધુનિક અજાયબી નંબર -2 તાજ મહાલ વિષે માહિતી આપવામાં આવશે

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

ચિચેન ઇત્સા અંગે નો વિડીયો જોવા માટે અહી ક્લિક કરો

નવા શોધાયેલ ધૂમકેતુનું નામકરણ કેવી રીતે કરવામાં આવે છે?

ધૂમકેતુનું નામકરણ 


માણસના જન્મ પછી થોડા દિવસો બાદ તેનું નામકરણ કરવામાં આવે છે તેવી રીતે બ્રહ્માંડ માં નવા મળી આવતા ધૂમકેતુઓ ને પણ નવા નામ આપવામાં આવે છે જેના માટે અમુક ચોક્કસ નિયમો બનાવવા માં આવ્યા છે.
આમ તો દરેક ધૂમકેતુ ને તેના શોધક નું નામ એનાયત કરવામાં આવતું હોય છે.એલન હેલ અને ટોમ બોપ ની જેમ તેના શોધક પરથી આવા ધૂમકેતુ ઓળખાય છે.

નવા મળી આવતા અવકાશી પદાર્થ ના નામ કરણ માટે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમીકલ યુનિયન સંસ્થા જવાબદારી સંભાળે છે.આ સંસ્થા દરેક ધૂમકેતુને નંબર પ્લેટ જેવું નામ આપે છે જેમાં દરેક નંબર નો ચોક્કસ અર્થ હોય છે.


આ નંબર પ્લેટ ના અક્ષરો અને આંકડા સામાન્ય લોકો ને અઘરા લાગે છે પણ વાસ્તવ માં સાવ સરળ હોય છે અહી ધૂમકેતુ ના નામ માં આવેલ અક્ષરો અને અંકો નો અર્થ શું હોય છે તેના વિષે થોડી માહિતી આપેલ છે.

ઉદાહરણ તરીકે થોડા સમય પહેલા C/2001 Q4 NEAT તરીકે ઓળખાતા પૂંછડીયાળા તારા વિષે માહિતી મળી.આ કહેવાતા તારા ના નામ માં રહેલા અક્ષરો અને અંકો ની માહિતી મેળવીએ
  • C=આ પ્રથમ અક્ષર Comet શબ્દ નો છે પરંતુ ધૂમકેતુ જો અમુક ચોક્કસ નિર્ધારિત સમયના અંતરે પૃથ્વીની મુલાકાતે આવતો હોય તો તેને Periodic તરીકે ઓળખવા માં આવે છે અને માટે તેની સંજ્ઞા P લખાય છે. 
  • 2001=ધૂમકેતુ શોધાયા નું વર્ષ સૂચવે છે અહી આ ધૂમકેતુ 2001 ના વર્ષમાં મળી આવેલ છે.
  • Q =ધૂમકેતુ ની શોધ થઇ એ વર્ષનો ઓગસ્ટ ના 24 ની તારીખ બતાવે છે માટે તેને Q સંજ્ઞા લાગેલ છે. જાન્યુઆરી નું પ્રથમ પખવાડિયું =A, બીજું પખવાડિયું =B ,ફેબ્રુઆરી નું પ્રથમ પખવાડિયું =C ,આ રીતે ખરેખર જોતા ઓગસ્ટ 24 ની તારીખ માટે સંજ્ઞા P હોવી જોઈએ પણ P એ Periodic મારે પસંદ થયેલ હોવાથી અહી Q સંજ્ઞા પસંદ કરવામાં આવેલ છે.
  • 4=અનો અર્થ એ કે C/2001 Q4 NEAT વર્ષ દરમિયાન 24,ઓગસ્ટ સુધીમાં મળી આવેલ 4થો ધૂમકેતુ છે.
  • NEAT= અમેરિકા ની Near Earth Asteroid Tracking નામની વેધશાળાએ આ ધૂમકેતુ શોધ્યો છે.


આમ કોઈ પણ ધૂમકેતુ ની શોધ થાય ત્યારે તેને નવું નામકરણ આપવા માં આવે છે.
ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 
 
 

કોઈ પણ સોફ્ટવેર વગર કોમ્પુટર ને ઓટો શટ ડાઉન કેમ કરવું ?

કોમ્પ્યુટર ને ઓટો શટ ડાઉન કરવું 


મિત્રો ઘણીવાર આપણે આપણા કોમ્પુટર પર કોઈ ફાઈલ ડાઉનલોડ કરતા હોઈએ ત્યારે ઘણો સમય લાગતો હોય છે.રાત્રીના સમયે ફાઈલ ડાઉનલોડ થઇ જાય ત્યાં સુધી આપણે પણ કોમ્પુટર ની સામે બેસી રહેવું પડે છે.કેમ કે અપને કોમ્પુટર ને બંધ કરવા માટે ડાઉનલોડ થઇ જાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.અથવા તો ડાઉનલોડ ને અધૂરું મૂકી કોમ્પુટર ને બંધ કરવું પડે છે.

મિત્રો આપણું કોમ્પુટર આપણા મનપસંદ સમયે ઓટોમેટીક બંધ થઇ જતું હોય એવું કૈક થઇ શકે તો આ મુશ્કેલી માંથી આપણને છુટકારો મળી શકે.

મિત્રો આપણું કોમ્પુટર ઓટોમેટીક બંધ થઇ શકે તેના માટે ઘણી બધી રીતો છે.હું અહી તેમાંની એક રીત વિશે માહિતી આપી રહ્યો છું.તમારે તમારા કોમ્પુટર ને ઓટો શટ ડાઉન કરવું હોય તો અહી આપેલ પગલા અનુસરો
  • સૌ પ્રથમ Notepad ઓપન કરો 
  • તેમાં Shutdown -s -t લખો. ત્યારબાદ તમારે જેટલા સમય પછી કોમ્પુટર ને બંધ કરવું હોય તેટલો સમય સેકંડ માં લખો.
  • જેમ કે 30 મિનીટ પછી કોમ્પુટર ને બંધ કરવું હોય તો Shutdown -s -t 1800 લખો.
  • હવે આ ફાઈલ ને સેવ કરો.સેવ કરો ત્યારે ફાઈલ ના નામ ની પાછળ .bat લખવું જેમ કે ફાઈલ નું નામ chandan રાખવું હોય તો આ ફાઈલ ને chandan.bat લખી સેવ કરવી
  • મોટા ભાગે આ ફાઈલને ડેસ્ક ટોપ પર સેવ કરો તો વધુ અનુકુળતા રહેશે 
  • હવે આ ફાઈલને ઓપન કરતા એક શટ ડાઉન નો મેસેજ ડિસ્પ્લે થશે 
  • તમારું કોમ્પુટર 30 મિનીટ પછી ઓટોમેટીક શટ ડાઉન થઇ જશે 
  • ફરી જયારે આ ફાઈલ ઓપન કરશો ત્યારે કોમ્પુટર 30 મિનીટ બાદ ઓટોમેટીક શટ ડાઉન થઇ જશે 
  • આ ફાઈલ ડીલીટ કરતા આ સીસ્ટમ દુર થઇ જશે 


આમ આપણે આપણા કોમ્પુટર ને આપણા અનુકુળ સમય મુજબ આપણે ઓટોમેટીક શટ ડાઉન કરી શકીએ છીએ 

ઉપરની તમામ માહિતી PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 
 
 

ઉપવાસની બાબતમાં મનુષ્યને પણ આંટી જતા સજીવ સૃષ્ટિના ઉપવાસી સાધુ બાબાઓ

ઉપવાસ કરતા સજીવ સૃષ્ટિના સાધુ બાબાઓ  

મનુષ્ય શ્રદ્ધા કે પછી અંધ શ્રદ્ધા ને અથવા તો સ્વાસ્થ્ય માટે ઘણી વાર ઉપવાસ કરતા હોય છે પરંતુ આવા ઉપવાસ ખુબ ઓછા દિવસોના હોય છે.ઉપવાસની બાબતમાં એકલા મનુષ્યની જ મોનોપોલી છે એવું નથી પરંતુ સજીવ સૃષ્ટિમાં ઘણા પશુ પંખીઓ ઉપવાસ ઉપર ઉતરે છે અને મનુષ્યના ઉપવાસ ને ક્યાય આંટી દે તેટલા લાંબા દિવસોના ઉપવાસ કરે છે.આવા ઘણા સજીવો લીસ્ટ માં છે પણ અહી દરેકને સમાવી શકાય તેમ નથી એટલે ઉપવાસ માં જે સજીવો લાંબો સમય ટકી  પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેવા ચુનિંદા સજીવો વિશે અહી ચર્ચા કરવી છે.

આવા અમુક સજીવોની યાદી નીચે આપેલ છે જે ઉપવાસની બાબતમાં રેકોર્ડ બ્રેક સ્થાન ધરાવે છે .

Post a Comment