ઘણાં લોકો ફેસબુક માં ગુજરાતી ટાઈપ નો ઉપયોગ કરી શકે છે પણ જોડણી માં હસ્વ કે દીર્ઘ માટે કેર રાખવી ગમતી નથી અને મોટે ભાગે દીર્ઘ પસંદ કરી લે છે!તેમ છતાં જોડણી ના નિયમો જાણવાથી ગ્રામેરિકલ રિતે હ્સ્વ અને દીર્ઘ બરાબર પસંદ કરી શકાય તે હેતુથી ઈન્ટરનેટ ઉપરથી આ નિયમો ઉપલબ્ધ કરેલ છે. જૉકે મારી દ્રષ્ટિ અને સમજમાં સામી વ્યકિત ને સમજાવવાની સેન્સ અગત્યની છે વ્યાકરણ નહીં!! મને પણ દીર્ઘ વધુ પસંદ પડે છે!!! હવે તો ઓટો કરેકશન ના સોફ્ટવેર જ આવતા હોઈ, મગજ ને બિનજરૂરી તક્લીફ વગર ડેસ્કટોપ પીસી માંથઈ શકે છે !જુઓ આ નિયમો.
સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.
આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.
1) ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે...
2) ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...
3) બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી.
દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે...
4) ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
દા.ત. પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે....
પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ' –િ ની માત્ર કરવી.
દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે...
૬) ‘ઈયા' પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે...
૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી.
દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે...
૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો ...
સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ
(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી
(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો.
(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.
(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની.
(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.
(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે -
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.
(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં....
ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.
....
૧)ઈ તથા ઇ બાબત :
* બધા જ ઈ મોટા કરવા… દા. ત.
જોઈએ., હોઈએ, હોઈ, કોઈ, ખવાઈ, કોઈ, દઈશું, નવાઈ વગેરેમાં બધી જ જગ્યાએ ઈ મોટો કરવો….. અપવાદ ઇતિહાસમાં ઇ નાનો કરવો.
* જ્યારે પણ જોડાક્ષર આવે ત્યારે જોડાક્ષરની આગળનો અક્ષર ઇ નાનો કરવો દા.ત. ઇચ્છા, ઇક્ષુ, ઇક્કડ, ઇજ્જત, ઇઠ્યાશી, ઇન્ડિયા, ઇશ્ક વગેરેમાં પછીનો અક્ષર જોડાક્ષર હોવાથી ઇ નાનો થશે.. અપવાદ ઈશ્વર. (ઈશ્વર કદી નાનો ન હોય)
બધા જ અંગ્રેજી શબ્દોમાં જ્યાં પણ ઇ આવે ત્યાં હ્રસ્વ (નાની ) ઇ જ કરવી. જેમ કે આઇડિયા/ મેઇલ/ ગેઇમ/ વગેરે
ખાસ વિનંતી : આ નિયમો યાદ ન રહે તો પછી આંખો મીંચીને બધે ઈ મોટા કરજો કારણ કે નાના ઇ નો વપરાશ ઓછો હોવાથી સુધારવામાં તકલીફ ઓછી પડશે.
(૨)
* નહીં માં જો હી દીર્ઘ કરો તો મીંડું મૂકવાનું પરંતુ નહિ હ્રસ્વ હિ હોય તો મીંડું ન કરવું.
(૩)
* મૅનેજમૅન્ટમાં બન્ને મૅ પહોળા ઉચ્ચારવાળા કરવા; એવી જ રીતે ટૅક્નોલૉજીમાં…બધી જ લૉજીમાં – બધે જ એમ કરવું.
કેટલાક અંગ્રેજી શબ્દોમાં કોઈ ઉચ્ચાર પહોળો થતો હોય છે જેમ કે મેનેજ, બ્લોગ, કેપ્ટન વગેરેમાં મૅ, બ્લૉ તથા કૅ ઉપર ઊંધો માત્ર કરવો.
(૪) ભેગા લખવાના અક્ષરો (પ્રત્યયો) :
** નો,ની,નું,ના વગેરે શબ્દની જોડે જ લખાય…દા. ત. તેનું. આપવાનું, દશરથને, વગેરે;
** માં /થી / એ / જેવા પ્રત્યયો પણ ભેગા જ લખાશે. ભાણામાં, તેનાથી વગેરે
** પરંતુ વડે, દ્વારા, થકી, પર, જેવા પ્રત્યયો જુદા લખવા;
(૫) અનુસ્વાર બાબતે :
* ક્રિયાપદોના મૂળ રૂપને છેવાડે હંમેશાં અનુસ્વાર આવશે જેમ કે : મૂકવું, ગમવું, ચાલવું, નોતરવું
* ઉપરાંત ગમતું, હસતું, પોસાતું, વગેરેમાં પણ અનુસ્વાર કરવો.
* શું, હું, છું, તું વગેરે ઉકારાંત એકાક્ષરોમાં હ્રસ્વ ઉ કરીને અનુસ્વાર કરવો;
૧) નર જાતિના શબ્દોનું બહુવચન થાય તો પણ અનુસ્વાર નહીં કરવો જેમ કે, પથ્થરો પડ્યા; પુરુષો જમ્યા; તારા ખર્યા, વગેરે
૨) નારી જાતિના શબ્દોનું બહુવચન થાય ત્યારે અનુસ્વાર કરવા જેમ કે, બહેનો ગયાં, (સમજવા માટે દાખલો : “કસ્તુરબા માંદાં પડ્યાં ને બાપુને વઢ્યાં”…..એમ લખાય પણ “ગાંધીજી માંદા પડ્યા પણ રડ્યા નહીં”….એમ લખાય ! (પુરુષ જાતિને ચાંદલો ન કરવો)
૩) નાન્યતર જાતિના શબ્દોનું બહુવચન થાય ત્યારે અનુસ્વાર કરવાના જેમ કે,
ઘેટાં દોડ્યાં, છાણાં સળગ્યાં, બારણાં ભીડાયાં.
(યાદ રાખવા માટે : “નારી જાતિને ચાંદલો કરવાનો)
નાન્યતર જાતિ કે નરનારી બધાં ભેગાં હોય ત્યારે નારીના માન ખાતર ચાંદલો કરવાનો : ભાઈઓ–બહેનો બધાં જતાં હતાં……
(૬) દ્ધ અંગે ખાસ :
સંસ્કૃત શબ્દોમાં દ્ધ જ લખવો. આ દ્ધ એ દ્ + ધ મળીને બને છે. દા. ત. યુદ્ધ (દ્ +ધ્) વૃદ્ધ, વૃદ્ધિ, બુદ્ધિ, શુદ્ધ, બુદ્ધ વગેરે
પરંતુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી શબ્દોમાં ધ્ + ધ મળીને ધ્ધ બને છે જેથી ગુજરાતી શબ્દોમાં ધ્ધ (ધ્ + ધ) જ લખવો. દાત. સુધ્ધાં, અધ્ધર વગેરે….
ખાસ વીનંતી કે યાદ ન રહે તો બધી જગ્યાએ આપ સૌ દ્ધ નો જ ઉપયોગ કરજો, કારણ કે ધ્ધ તો ભાગ્યે જ ક્યારેક સુધારવાનો આવશે, જ્યારે દ્ધ તો બહુ વપરાશમાં હોવાથી સુધારવામાં બહુ જ સમય લે છે.
બહુ ભૂલો પાડતી નાની–મોટી (હ્રસ્વ–દીર્ઘ) ઇ તથા ઈ વાળા શબ્દોની યાદી :
ખાસ નોંધ : આ યાદીનો હેતુ લેખકોની ભૂલો ઓછી કરીને પ્રૂફરીડરોને રાહત આપવાનો પણ છે !! તેથી કેટલાક નુસખામાં ક્યાંક છૂટછાટ દેખાય તેવું બને. પરંતુ આ છૂટછાટ જોડણીને ખોટી કરવા અંગેની નથી.
૧) ગઈ, થઈ, હોઈ, કોઈ, જોઈ, લઈ, જઈ, લઈશું, જઈશું, જોઈશું વગેરે બધા જ શબ્દોમાં ઈ મોટો જ કરવો.
૨) ઈપ્સા, ઈર્ષા, ઈસ્વી, ઈસ્ટર, ઈશ્વર આટલા શબ્દોના અપવાદને બાદ કરતાં બાકીના બધા જ જોડાક્ષરની પહેલાનો ઇ હંમેશાં નાનો જ આવે છે.
એક નાનકડી પણ મજાની વાત...
* વાન - માન પ્રત્યય
શબ્દને અંતે 'અ' કે 'આ' લાગેલા હોય તેવા શબ્દને 'વાન' પ્રત્યય લાગે છે.
જેમ કે,
ધનવાન, જ્ઞાનવાન, વેગવાન, પુત્રવાન, ગુણવાન, પ્રજ્ઞાવાન, બળવાન, નિષ્ઠાવાન
પરંતુ,
શબ્દને અંતે 'ઇ' કે 'ઈ' હોય તો 'વાન'ને બદલે 'માન' પ્રત્યય લાગે.
જેમ કે ,
શ્રીમાન, બુદ્ધિમાન, નીતિમાન
* સંકલન - મગન 'મંગલપંથી'
નોંધી રાખવા જેવું
એક નાનકડી પણ મજાની વાત
* ગીરી અને ગિરિ
* શબ્દને છેડે લાગતા 'ગીરી' પ્રત્યયમાં બંને ઈ દીર્ઘ હોય છે.
જેમ કે,
યાદગીરી, ગાંધીગીરી, દાદાગીરી, કામગીરી,દરમિયાનગીરી,
જ્યારે
પર્વતના અર્થમાં આવતા 'ગિરિ' શબ્દમાં બંને ઇ હ્રસ્વ હોય છે.
જેમ કે,
હિમગિરિ, નીલગિરિ,મલયગિરિ, ગિરિરાજ, ગિરિજા
* સંકલન - મગન 'મંગલપંથી'
~~ જાણવા જેવું ~~
'તેને-તેણે' અને 'તેમને-તેમણે' - વચ્ચેનો અર્થભેદ આ નિયમને આધારે સમજાવી શકાય - 'તે' સર્વનામને બીજી વિભક્તિનો પ્રત્યય લાગતાં એકવચનમાં 'તેને' અને બહુવચનમાં 'તેમને' રૂપ મળે છે, જ્યારે ત્રીજી વિભક્તિનો પ્રત્યય લાગતાં એકવચનમાં 'તેણે' અને બહુવચનમાં 'તેમણે' રૂપ મળે છે.
જેમ કે,
- મેં તેને ફૂલ આપ્યું. ( બીજી વિભક્તિ એક્વચનનું રૂપ )
- તેણે મને ફૂલ આપ્યું. ( ત્રીજી વિભક્તિ એકવચનનું રૂપ)
- મેં તેમને ફૂલ આપ્યું ( બીજી વિભક્તિ બહુવચનનું રૂપ )
- તેમણે મને ફૂલ આપ્યું. ( ત્રીજી વિભક્તિ બહુવચનનું રૂપ )
એટલે કે, સર્વનામની કર્તાના અર્થમાં ત્રીજી વિભક્તિના રૂપમાં 'ણે' પ્રત્યય લાગે છે, 'ને' પ્રત્યય લાગતો નથી.
તેવી જ રીતે, સર્વનામની બીજી વિભક્તિના રૂપને જો પ્રત્યય લાગતો હોય તો તે 'ને' પ્રત્યય લાગે છે , 'ણે' પ્રત્યય લાગતો નથી.
સમજવું થોડું અઘરું પડે એમ છે, પણ મેં બંને એટલી સરળ રીતે અહીં મૂકવા પ્રયાસ કર્યો છે.
~ મગન 'મંગલપંથી'
આ પહેલાં મેં કદાચ FB પર લખ્યું હશે. મને યાદ નથી. પણ, મને લાગે છે કે ગુજરાતીમાં 'એ' અને 'તે' વિષે ખૂબ ગેરમસજ પ્રવર્તે છે. કેટલાક એમ કહે છે કે એ બન્ને વિકલ્પે વાપરી શકાય. પણ, ના, એવું નથી. નીચેનું ઉદાહરણ જૂઓ:
રમા: રમેશભાઈ ઘેર છે કે?
મીના: ના, એ તો બહારગામ ગયા છે.
રમા: બહારગામ એટલે ક્યાં?
મીના: એટલે ઝુમરીતલૈયા.
રમા: એ ક્યાં આવ્યું?
મીના: એની મને પણ ખબર નથી.
અહીં, 'એ' અને એનાં બીજાં સ્વરૂપોની જગ્યાએ 'તે' મૂકો તો!
રમા: રમેશભાઈ ઘેર છે કે?
મીના: ના, તે તો બહારગામ ગયા છે.
રમા: બહારગામ એટલે ક્યાં?
મીના: એટલે ઝુમરીતલૈયા.
રમા: તે ક્યાં આવ્યું?
મીના: તેની મને પણ ખબર નથી.
મને નથી લાગતું કે આ બરાબર હોય. નિયમ એવો છે કે જેનો પૂર્વે ઉલ્લેખ થઈ ગયો હોય એનો પુન: ઉલ્લેખ કવા માટે 'એ' અને એનાં બીજાં સ્વરૂપો વાપરવાં.
તો પછી પ્રશ્ન એ થાય કે આ પ્રકારની પંક્તિઓમાં આવતા 'તેને'નું શું?
"વૈષ્ણવજન તો તેને એ કહીએ..."
મૂળમાં 'તેને' હશે કે 'એને' એની મને ખબર નથી. પણ મધુ રાયે મારી દલીલની સામે દલીલ કરતાં આ પંક્તિ આપેલી. હું માનું છું કે (અથવા તો મારી પૂર્વધારણા એમ કહે છે કે) ગુજરાતીમાં 'એ' અગાઉ જેનો ઉલ્લેખ થઈ ગયો હોય એનો પુન: ઉલ્લેખ કરવા માટે વપરાય છે, જ્યારે 'તે' ર્નિદેશ કરવા માટે વપરાય છે. નરસિંહની પંક્તિમાં 'તેને' (જો એ સાચું હોય તો) કશાકનો નિર્દેશ કરે છે. જો કે, એક એવી (તેવી નહીં) શક્યતા પણ છે કે ક્યાંક 'એ' વપરાય, ક્યાંક 'તે' અને ક્યાંક 'એ/તે' વિકલ્પે. જો આ દલીલ સ્વીકારીએ તો ફરી એક વાર આપણે કદાચ change in progress જેવું કંઈક વિચારવું પડે. આ વિષે વધુ વિચારવા માટે બધાંને આમંત્રણ...રમણભાઈને પણ.
જાણ્યું હશે તો કામ લાગશે 👇🏽
જોડણી-ગીતા
મૂળ શબ્દ રહેલા જે સંયુક્તાક્ષર પૂર્વનાં
ઇ-ઉ તે હ્રસ્વ જે જાણો ; ' શિષ્ય વિદ્યા જ પુસ્તકે.'
બિંદુ, સિંધુ અને કુંભે, એ જ નિયમ હ્રસ્વનો ;
બિન્દુ, સિન્ધુ અને કુમ્ભ, જો જોડાક્ષર પૂર્વ તે.
'ગુંબજે ગુંજતો ગુંડો ' - તીવ્રાનુસાર હ્રસ્વ તે ;
'ગૂંથ્યું ને ગૂંચ ગૂંથેલ ' - હોઈ કોમળ દીર્ઘ રે.
ઇ-ઈ, ઉ-ઊ તણી સંધી થાતાં શબ્દ બનેલમાં,
ઈ-ઊ તે દીર્ઘ ત્યાં થાયે, સંધિનિયમ નિત્યનો.
મૂળ શબ્દે રહેલાં જે રેફની પૂર્વનાં ઉ-ઇ ,
'દીર્ઘ' જેમ બને દીર્ઘ; પૂર્ણતા દીર્ઘદૃષ્ટિમાં.
'ય'ની પૂર્વે રહેલી ઇ ; પ્રિયે હ્રસ્વ જ હોય છે,
ફરી યાદ કરી લ્યો કે, હ્રસ્વ છે 'ફરિયાદ'માં ?
સંસ્કૃત પ્રત્યયો પૂર્વે બધા તે હ્રસ્વ સૌ જાણવા :
ઉપસુકુઅનુદુર્વા નિર્વિપરિપ્રત્યધ્યભિ.
ઇક-ઇકા ઇતેતા ને ઇની, તિ અંત્ય ભાવમાં,
વિશેષે તત્સમે નામે નરે અંત્યે - ઇ હ્રસ્વ તે.
સૂચવે અર્થ 'વાળી'નો પ્રત્યય જે વતી-મતી
'તી' તે ત્યાં દીર્ઘ થાયે જ, ' શ્રીમતી હો કલાવતી.'
પ્રત્યય ઈય ને ઈન : માનનીય, નવીનમાં,
અને 'ચ્વિ' રૂપમાં જે દીર્ઘ સ્વીકૃત સર્વદા,
તદભવે વર્ણસંખ્યા તે સ્થાનથી ઇ-ઉ નિશ્ચિત :
જો જૂ , કીડી, બિલાડી ને કૂતરું - ખિસકોલું માં.
...
►જોડાક્ષર પહેલાના ઇ કે ઉ હૃસ્વ હોય છે
શિષ્ય , મિત્ર , સંક્ષિપ્ત , પરિશિષ્ટ , દિવ્યા , શિલ્પ , સંદિગ્ધ ,
પુસ્તક , પુષ્પ , આદિત્ય , ઉત્સાહ , ઉત્સવ , ગુપ્ત , સિલ્વર , પિસ્તોલ
►તીવ્ર અનુસ્વાર વાળા ઇ કે ઉ હૃસ્વ હોય છે
બિંદુ , કુંતી , અરવિંદ , ચિંતા , હિંમત , જિંદગી , મુંડન , ગુંજન , મુંબઇ
►કોમળ અનુસ્વાર વાળા ઇ કે ઉ દીર્ઘ હોય છે
ઇંટ , ઊંટ , વીંટી , ટૂંકુ , હીંચકો , લૂંટ , લૂંટારો , ઝૂંપડી , ઊંઘ , ચૂંદડી , ચૂંટણી
►સંધિનિયમથી બનેલા શબ્દોમા ઇ કે ઉ દીર્ઘ હોય છે
રવીન્દ્ર , જ્યોતીન્દ્ર , પરીક્ષા , પરીક્ષક , પ્રતીક્ષા , અતીત , કલ્પનાતીત
►રેફ પહેલાનો ઇ કે ઉ દીર્ઘ હોય છે
પૂર્તિ , મૂર્તિ , સૂર્ય , સંપૂર્ણ , પ્રકીર્ણ , પૂર્ણિમા , મૂર્ખ , દીર્ઘ , પૂર્વ
►ય ની પહેલા રહેલા ઇ કે ઉ દીર્ઘ હોય છે
ફરિયાદ, ખાસિયત, કાઠિયાવાડ, રૂપિયો, દરિયો, દિયર, પિયર, યુરોપિયન, મેલેરિયા,નાળિયેર, બિયારણ, હરિયાળી,શિયાળો,આંગળિયાત
►પૂર્વે લાગતા બધા જ પ્રત્યયો હૃસ્વ હોય છે
ઉપ- ઉપનામ , ઉપેન્દ્ર , ઉપાહાર
અનુ- અનુમાન ,અનુપમ , અનુકરણ
ઉત – ઉત્કંઠા , ઉત્સવ , ઉત્પાદન
નિ – નિગમ , નિયોજન , નિપાત
વિ – વિરોધ , વિમાન , વિનિપાત , વિભિન્ન
અધિ – અધિકાર , અધિનિયમ , અધિષ્ઠાતા
અભિ – અભિમાન , અભિનય , અભિપ્રાય
અતિ – અતિવૃષ્ટિ , અતિજ્ઞાન , અતિરિક્ત
પ્રતિ- પ્રતિનિધિ , પ્રતિભા , પ્રતિપાદન
પરિ – પરિમિતિ , પરિણામ , પરિવાર
►ઇક પ્રત્યય લાગી બનેલા શબ્દોમા ઇક હૃસ્વ હોય
ભાવિક , પ્રાસ્તાવિક , આધ્યાત્મિક , વાસ્તવિક
►ઇકા પ્રત્યય લાગી બનેલા શબ્દોમા ઇકા હૃસ્વ હોય છે
નવલિકા , નગરપાલિકા , અનુક્રમણિકા , અધ્યાપિકા
►ઇત કે ઇતા પ્રત્યય લાગી બનેલા શબ્દોમા ઇ હૃસ્વ હોય છે
લિખિત , પ્રકાશિત , સંચાલિત , એકત્રિત , નવોદિત
સરિતા , વનિતા , પુનિતા , સુસ્મિતા
►ઇની પ્રત્યય લાગી બનેલા સ્ત્રીલિંગ નામોમા ઇ હૃસ્વ અને ની દીર્ઘ હોય
વિનોદિની , શિખરિણી , વિદ્યાર્થિની , ગૃહિણી
►ઇય પ્રત્યય લાગી બનેલા શબ્દોમા ઇ દીર્ઘ હોય
માનનીય , આદરણીય ,અનુકરણીય , પ્રંશસનીય
►એકાક્ષરી શબ્દો દીર્ઘ હોય છે
શ્રી, સ્ત્રી, ફી, લૂ
►અનુસ્વારવાળા એકાક્ષરી હૃસ્વ હોય
હું , શું , તું
►બે અક્ષરવાળા શબ્દમા ઇ કે ઉ દીર્ઘ હોય
બીક , ભીખ , ભૂલ , ફૂલ , દૂધ
►ત્રણ અક્ષરમા ગુરૂની પહેલા ઇ કે ઉ હૃસ્વ હોય
કિનારો , મિનારો , સુથાર , બિલાડી
►ચાર કે તેથી વધુ અક્ષરના શબ્દોમા પ્રથમ ઇ કે ઉ હૃસ્વ હોય છે
ખિસકોલી , વિલાયત , ઉપયોગ , હિલચાલ , પિચકારી , મિજબાની