વધુ પડતું પાણી પીવું પણ નુકસાનકારક શરીરમાં સોડિયમ ઘટી જશે તો પાચનતંત્રમાં પણ ગડબડ થશે.

 🫗 વધુ પડતું પાણી પીવું પણ નુકસાનકારક

શરીરમાં સોડિયમ ઘટી જશે તો પાચનતંત્રમાં પણ ગડબડ થશે. 

 જાણો શરીર માટે કેટલું અને કેવી રીતે પાણી પીવું જોઈએ ❓

👉 

મહત્વપૂર્ણ લિંક

 પડતું પાણી પીવું પણ નુકસાનકારક:શરીરમાં સોડિયમ ઘટી જશે તો પાચનતંત્રમાં પણ ગડબડ થશે, જાણો શરીર માટે કેટલું અને કેવી રીતે પાણી પીવું જોઈએ


એપ્રિલ મહિનામાં જ કાળઝાળ ગરમી પડવાનું શરૂઆત થઇ ચુકી છે. દેશના અનેક ભાગોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રમાં એક મોટી જાહેર રેલી દરમિયાન હીટ સ્ટ્રોકથી 13 લોકોના મોત થયા હતા. નિષ્ણાંતોનું માનવું છે કે, તડકામાં ઉભા રહેવાને કારણે લોકોના શરીરમાં પાણીની ઉણપ હતી એટલે કે ડિહાઈડ્રેશન થઈ ગયું હતું, જે તેમના મૃત્યુનું કારણ બન્યું હતું.

આ સ્થિતિમાં ઉનાળામાં ખૂબ પાણી પીવું જોઈએ તે જરૂરી છે. પણ પાણી ક્યારે, કેવી રીતે અને કેટલું પીવું ? તે પણ જાણવું પણ જરૂરી છે. ખોટા સમયે અને વધુ પ્રમાણમાં પાણી પીવાથી પણ નુકસાન થઈ શકે છે.

ઉનાળામાં કેટલું પાણી પીવું?

ડાયટિશિયન ડૉ.કોમલ સિંહ કહે છે કે, શરીર પ્રમાણે પાણીની જરૂરિયાત દરેક વ્યક્તિમાં અલગ હોઈ શકે છે. પરંતુ સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં પુખ્ત વ્યક્તિને 8 ગ્લાસ એટલે કે લગભગ 3 થી 3.5 લિટર પાણીની જરૂર પડે છે.

એક જ વારમાં ક્વોટા પૂર્ણ કરશો નહીં
દરરોજ 3 થી 3.5 લીટર પાણી પીવું એનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ આખા દિવસમાં અડધો લીટર પાણી પીવે અને સાંજે એક જ સમયે બે થી અઢી લીટર પાણી પીને પોતાનો ક્વોટા પૂરો કરે. આમ કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે દિવસભર થોડું થોડું પાણી પીતા રહેવું જરૂરી છે. એક સાથે પુષ્કળ પાણી પીવાની જરૂર નથી. જો તમે પ્રવાસ પર હો તો ઘૂંટડો-ઘૂંટડો પાણી પીતા રહો.

આખા દિવસ દરમિયાન થોડું-થોડું પાણી પીવું જોઈએ.
આખા દિવસ દરમિયાન થોડું-થોડું પાણી પીવું જોઈએ.

જરૂર કરતાં વધુ પાણી પીવાથી શરીરમાં લોહીનું પ્રમાણ પણ જરૂર કરતાં વધુ થઈ જાય છે. આ સિવાય કિડની પર ફિલ્ટરેશનનું વધુ દબાણ આવે છે. વધુ પડતું પાણી પીવાથી શરીરનું ઇલેક્ટ્રોલાઇટ સંતુલન બગડી શકે છે અને શરીરમાં સોડિયમનું લેવલ પણ ઘટી શકે છે. જ્યારે સોડિયમનું લેવલ ઓછું હોય છે, ત્યારે શરીરમાં ખેંચાણ અને દુખાવો જેવી સમસ્યાઓ શરૂ થાય છે.

તમારા શરીર પ્રમાણે પાણીનું તાપમાન
ઘણી વખત એવું જોવા મળે છે કે જ્યારે લોકોને તરસ લાગે છે ત્યારે તેઓ ફ્રીજમાંથી બોટલ કાઢીને ઠંડુ પાણી પીએ છે. પરંતુ આવું કરવું સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. જો આપણું શરીર ગરમ હોય અને આપણે અચાનક ઠંડુ પાણી પી લઈએ તો શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. સામાન્ય ભાષામાં તેને 'ઠંડુ-ગરમ' કહે છે. આ આદત તમને બીમાર કરી શકે છે.

ઠંડુ પાણી પેટની આગ ઓલવતું નથી
આયુર્વેદાચાર્ય પં. અભિષેક ઉપાધ્યાય જણાવે છે કે, બહારનું તાપમાન ગમે તેટલું વધારે કે ઓછું હોય આપણા શરીરનું તાપમાન બહુ બદલાતું નથી. આ સ્થિતિમાં, એવું જરૂરી નથી કે આપણે ઉનાળાની ઋતુમાં પેટમાં ઠંડી વસ્તુઓ નાખીએ. આમ કરવાથી પેટની વાયુની આગ ઓલવી શકાય છે.

પાણીના અને શરીરના તાપમાનમાં બહુ તફાવત હોતો નથી.
પાણીના અને શરીરના તાપમાનમાં બહુ તફાવત હોતો નથી.

વાસ્તવમાં, ઘણા પ્રકારના પાચન ઉત્સેચકો માત્ર ચોક્કસ તાપમાને જ મુક્ત થાય છે. આ સ્થિતિમાં, ઠંડુ પાણી અથવા કોઈપણ ઠંડુ પીણું એન્ઝાઇમને બહાર નીકળતા અટકાવી શકે છે. જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થશે. આ જ કારણ છે કે ઉનાળામાં લોકોમાં અપચો અને ડાયેરિયાની સમસ્યા વધુ જોવા મળે છે

Source divya Bhaskar report 

Post a Comment

Previous Post Next Post