GENERAL KNOWLEDGE ➣ માનવ કમ્પ્યૂટર શકુંતલાદેવી...



માનવ કમ્પ્યૂટર શકુંતલાદેવી






➣ * આપણને કોઈ બે િદવસ પહેલાંની વાત પૂછે તો પણ તે યાદ કરતાં વાર લાગે છે,તો કમ્પ્યૂટરની બરાબરી કરવાની કલ્પના તો અઘરી જ છે પણ અશક્ય નથી, કેમ કે એવી વ્યિક્ત પણ છે કે જે કમ્પ્યૂટરને પણ ટક્કર આપી શકે છે. કુદરતે કાળા માથાના માનવીને દુિનયાની બીજી બધી પ્રજાિત કરતાં અનેક રીતે વધુ શક્તિશાળી બનાવ્યા છે. માનવીને તો મગજ આપીને જ કુદરતે કમાલ કરી છે. શકુંતલા દેવી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શકુંતલા દેવી ભારતનાં જાણીતાં લેિખકા છે. તેમની ગિણત પર અસાધારણ પકડ હતી. તેઓ આંખના પલકારામાં ગિણતના કોયડાનો ઉકેલ લાવી દેતાં. શકુંતલા દેવીને માનવ કમ્પ્યૂટરની ઉપમા આપવામાં આવી હતી.

➣ * ગણિતના અઘરા અને અટપટા દાખલા અને કોયડાને પળવારમાં સુલઝાવવામાટે ૧૯૮૨માં તેમનું નામ િગનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરવામાં આવ્યું.

➣ * શકુંતલા દેવીનો જન્મ ૪ નવેમ્બર, ૧૯૨૯માં બેંગલોર ખાતે એક રૃઢિચુસ્ત કુટુંબમાં થયો હતો.

➣ * તેમના િપતાને શકુંતલા દેવી ચર્ચમાં પાદરી બને તે જરા પણ પસંદ ન હતું,આથી તેઓ સર્કસમાં જોડાયાં.

➣ * શકુંતલા દેવી માત્ર ૩ વર્ષનાં હતાં ત્યારે જ તેમના િપતાને તેમની ક્ષમતા અંગે ખ્યાલ આવી ગયો હતો. તેમની યાદ રાખવાની ક્ષમતા ખૂબ જ સારી હતી. સામાન્ય બાળક કરતાં તેમને ઝડપથી યાદ રહી જતું હતું. તેમના િપતાએ તેમને સર્કસમાં કામ કરાવવાનું મૂકાવીરોડ શો શરૃ કર્યો જેમાં તેમની અસામાન્ય ક્ષમતાને લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો.

➣ * છ વર્ષની નાની ઉંમરે તો તેમણે મૈસુરની યુનિર્વસિટીમાં તેમની આ આવડતનું પ્રદર્શન પણ કર્યું હતું.

➣ * ૧૯૪૪માં તેઓ તેમના પિતા સાથે લંડન ગયાં.

➣ * ૧૯૬૦માં તેમણે કલકત્તાના ઇનિ્ડયન એડમિનિસ્ટ્રેશન ઓિફસર પ્રીતેશ બેનર્જી સાથે લગ્ન કર્યાં.

➣ * તેમની ક્ષમતાને દિુનયાના લોકો સુધી પહોંચાડવા માટે તેમણે વર્લ્ડ ટૂર પણ કરી છે. તેમણે ૨૭ સપ્ટેમ્બર, ૧૯૭૩ના રોજ બીબીસીના નેશનલ વાઇડ પ્રોગ્રામમાં ફેમસ હોસ્ટ બોબ વિલિંગ સાથે આખા િવશ્વ સમક્ષ તેમની પ્રિતભા ઝલકાવી હતી,જેમાં તેમણે ૨૩ રૃટના ૨૦૧ આંકડાનો જવાબ માત્ર ૫૦ સેકન્ડમાં કરી આપ્યો હતો. અચરજ પમાડતી વાત તો એ છે કે એજ રૃટની ગણતરી કરવામાં કમ્પ્યૂટરે ૬૨ સેકન્ડ લીધી હતી.

➣ * શકુંતલા દેવીએ ગિણત િવષય પર ઘણાં બધાં પુસ્તકો પણ લખ્યાં છે.

➣ * શકુંતલા દેવીને ૧૯૬૯માં યુનિર્વસિટી ઓફ ફિલિપાઇન્સ તરફથી સુવર્ણચંદ્રક અને વર્ષનીનામાંકિત સ્ત્રીનો િખતાબ મળ્યોહતો.

➣ * ૧૯૮૮માં તેમને વોિશગ્ટન ડી.સી.માં ભારતીય એમ્બેસેડરના હસ્તકે રામાનુજ મેથમેિટકલ જિનિયસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

➣ * ૧૯૯૫માં તેમનું નામ િજિનયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમની અસાધારણ ક્ષમતાને કારણે દર્જ કરવામાં આવ્યું હતું.

➣ * ૨૦૧૩માં તેમના મૃત્યુના એક મિહના પહેલાં જ તેમને લાઇફટાઇમ એવોર્ડથી સન્માિનત કરવામાં આવ્યાં હતાં.

➣ * તેમનું મૃત્યુ ૨૧ એિપ્રલ ૨૦૧૩ના રોજ ૮૩ વર્ષની ઉંમરે બેંગલોર ખાતે થયું હતું.

Post a Comment

Previous Post Next Post