9-18-27 ના સિલેક્શન ગ્રેડનો મુદ્દો : મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ૧૦ ટકા વ્યાજ સાથે રકમ ચુકવાશે...

9-18-27 ના સિલેક્શન ગ્રેડનો મુદ્દો : મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ૧૦ ટકા વ્યાજ સાથે રકમ ચુકવાશે.



➣ મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને સિલેકશન ગ્રેડના મુદ્દે અન્યાય થતાં હાઇકો‌ર્ટમાં કરાયેલી અરજી સંદર્ભે કેસ ચાલી જતાં શિક્ષકોની તરફે ચુકાદો આવ્યો છે.


➣ અન્યાય થયેલા શિક્ષકોને ૧૦ ટકા વ્યાજ સાથે તફાવતની રકમ ચુકવી આપવા કો‌ર્ટે આદેશ કરતાં શિક્ષણ કચેરી હરકતમાં આવી છે.


➣ અહીં નોંધનિય છે કે, ૨૦ શિક્ષકોને આ કેસ અંતર્ગત ૨૬.૬૨ લાખની રકમ ચુકવાશે. જિલ્લા શિક્ષણ સમિત સંચાિલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ૨૦ જેટલા શિક્ષકોને સિલેકશન ગ્રેડમાં અન્યાય થતાં તેઓ ન્યાય માટે કો‌ર્ટમાં ગયા હતા. શિક્ષણ કચેરીને કરાયેલી રજુઆત બાદ પણ તેઓની સમસ્યા ના ઉકેલાતાં આ શિક્ષકોએ હાઇકો‌ર્ટમાં અરજી કરી હતી. જે તાજેતરમાં ચાલી જતાં શિક્ષકોની તરફેણમાં ચુકાદો આવ્યો છે.


➣ ૯-૧૮-૨૭ના ગ્રેડમાં આ શિક્ષકોને અન્યાય થતાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ અટવાયો હતો. જેમાં કો‌ર્ટે ચુકાદો આપતાં આ શિક્ષકોને મળવાપાત્ર રકમ ૧૦ ટકા વ્યાજ સાથે સત્વરે ચુકવી આપવા આદેશ કર્યો છે. જેને પગલે જિલ્લા શિક્ષણ સમિતિ એકદમ હરકતમાં આવી છે. કો‌ર્ટનો ઠપકો સાંભળવાનો ફરી વારો ના આવે એ માટે સત્વરે આ રકમ શિક્ષકોને ચુકવી દેવામાં આવે એ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Post a Comment

Previous Post Next Post