school siddhi karykram 2022-2023 શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત

school siddhi karykram 2022-2023 શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત

મહત્વપૂર્ણ લિંક


 વિષય: શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન કરવા બાબત. સંદર્ભ: માન.એસ.પી.ડીશ્રી ધ્વારા તા.૨૮.૧૦.૨૦૨૨ના રોજ નોંધ પર મળેલ મંજુરી







👫 શાળા સિદ્ધિ માટે pdf NEW ફાઈલ  DOWNLOD




👫શાળા સિદ્ધિ રજીસ્ટ્રેશન માટે અતિ ઉપયોગી મોડ્યુલ DOWNLOD. ખાસ ઉપયોગી 

👫School siddhi karykram pdf DOWNLOD

👪 શાળા દીઠ એક શિક્ષકે તાલીમમાં જોડાવવાનું છે તાલીમનું રજીસ્ટ્રેશન કરવા અહીંયા ક્લીક કરો

👫શાળા સિદ્ધિ કાર્યક્રમ શાળાઓનું સેલ્ફ અને બાહ્ય મૂલ્યાંકન શાળા સિદ્ધિ મૂલ્યાંકન માટે કેપેસિટી બિલ્ડિંગ તાલીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

👫શાળા સિદ્ધિ ફોર્મ ભરવાની માર્ગદર્શિકા Downlod

 👫 પુરાવા આધારિત માર્ગદર્શિકા  «DOWNLOD»




ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં NIEPA નવી દિલ્હીની ગાઈડલાઈન મુજબ PAB ૨૦૨૨-૨૩માં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત ૧૦૦% શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન તેમજ સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ત્રીજા (૧/૩) ભાગની શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની પ્રક્રિયા કરવામાં આવે છે.

ચાલુ શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ માટે પણ શાળાઓમાં મૂલ્યાંકન કરવામાં આવનાર છે. જે અંગે ચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩ નું સ્વ-મૂલ્યાંકન અને શૈક્ષણિક વર્ષ: ૨૦૨૧-૨૨ વર્ષની સ્વ-મૂલ્યાંકન થયેલ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે.

જ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. શૈક્ષણિક વર્ષ: ૨૦૨૨-૨૩માં આ શાળાઓમાં NIEPA નવી દિલ્હી ની ગાઈડલાઈન મુજબ "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવાની થાય છે. (શાળાઓની યાદી આ સાથે સામેલ છે)

શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા

- રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં "શાળા સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે સ્વ-મૂલ્યાંકન કરવાનું રહેશે.

- શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત સ્વ-મૂલ્યાંકન માટે અત્રેની કચેરીથી જે તે જિલ્લા કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.જેની વિગતો નીચે મુજબ છે.

> NIEPA નવી દિલ્હીના શાળા સિદ્ધી અંગેનું પોર્ટલ અપડેટ કરવા અર્થે કાર્યરત છે. જેથી આપના જિલ્લાની જે શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન કરવાનું થશે તે શાળાઓના આચાર્યશ્રીએ શાળાની ભરેલ વિગતની હાર્ડકોપી શાળા કક્ષાએ રાખવાની રહેશે. જયારે શાળા સિદ્ધિ અંગેનું પોર્ટલ ઓપન થાય ત્યારે આ વિગત અપલોડ કરવાની રહેશે.

- રાજ્યની કુલ ૧૮૬૫ માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩નું સ્વ-મૂલ્યાંકન કરવા અર્થે પ્રતિ શાળા દીઠ ૨૦૦/- રૂપિયા શાળાઓને આનુસંગિક ખર્ચ કરવા અર્થે જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. - રાજ્યની કુલ રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩નું સ્વ-મૂલ્યાંકન કરવાનાં આનુસંગિક ખર્ચ કરવા માટે પ્રતિ શાળા દીઠ ૫૫૦/- રૂપિયા શાળાઓને ફાળવવા અર્થે જિલ્લા કક્ષાએ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.

સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ વિગતવાર માર્ગદર્શિકા મુજબ સ્વમૂલ્યાંકન ડીસેમ્બર માસમાં પૂર્ણ કરવાનું રહેશે.

- પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાઓમાં સ્વમૂલ્યાંકન કરવા અંગે નીચે મુજબની  લેવાની રહેશે.(પ્રાથમિક શાળાઓમાં સ્વમૂલ્યાંકન પ્રથમવાર થઇ રહ્યું છે

. રાજ્યની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં “શાળા સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત શાળા ઇન સ્વમૂલ્યાંકન કરવું, જેમાં શાળાના આચાર્યશ્રી તેમજ સાથે SMC સભ્યો અચૂક હાજર રહી મૂલ્યાંકન કાર્ય કરવું.માધ્યમિક શાળાઓમાં પણ SMDCના સભ્યોને સાથે રાખી મૂલ્યાંકન કરવાનું રહેશે.

2. પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન પ્રક્રિયામાં પ્રથમ G5QAC (ગુણોત્સવ ૨.૦)ના આધારે મૂલ્યાંકન પ્રક્રિયા શરુ કરતા પહેલા શાળાના ગ્રેડની વિગત, બાળકોના એકમ કસોટીની વિગત, છ માસિક અને વાર્ષિક કસોટીની વિગત તેમજ શાળાના ભૌતિક અને શૈક્ષણિક વિકાસ અને બાળકોએ કરેલ વિશિષ્ટ પ્રવૃત્તિઓ અંગેની એસએમસી સભ્યો સાથે ચર્ચા કરવી.

3. એસએમસી સભ્યો સાથે રહી આચાર્યશ્રી દ્વારા NIEPA ન્યુ દિલ્હી દ્વારા નિર્મિત મૂલ્યાંકન ફોર્મેટની વિગતના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે.

4. મૂલ્યાંકન રીપોર્ટ તૈયાર કરી રીપોર્ટ CRC કો.ઓને જમા કરાવવાનો રહેશે. જે દિવસે CRC કો.ઓની શાળા મુલાકાત હોય તેવા દિવસે સ્વમૂલ્યાંકનનું આયોજન કરવું. 5. શાળા

5.મૂલ્યાંકન અંગે જરૂરી સ્ટેશનરી ખર્ચ પણ કરી શકાશે. શાળા કક્ષાએ સ્વમૂલ્યાંકન કરવાના દિવસે હાજર સભ્યોને ચા કોફી નાસ્તા અંગેનો ખર્ચ સદર હેડે કરી શકાશે. 

6. CRCકો.ઓ દ્વારા અત્રેથી નિયત કરેલ ફોર્મેટ મુજબ શાળાના રીપોર્ટનું(તારીજ પત્રક) એકંદર કરી BRC ને આપશે, BRC તાલુકાનું એકંદર જિલ્લાને અને જિલ્લા એકંદર રાજ્ય કચેરીને આપશે. 7. માધ્યમિક શાળાઓના મૂલ્યાંકનનો રીપોર્ટ CRC, BRC અને જિલ્લા મારફત રાજ્યકચેરીને આપશે. સદર ગ્રાન્ટ ઓડીટેબલ હોઈ રાજ્ય સરકારના પ્રવર્તમાન નાણા ખર્ચના નિયમોને આધિન રહીને

👉શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત બાહ્ય-મૂલ્યાંકન માટેની માર્ગદર્શિકા

- બાહ્ય-મૂલ્યાંકન ૨૦૨૧-૨૨ વર્ષનું કરવાનું રહેશે.(શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જે શાળાઓનું સ્વ-મૂલ્યાંકન થયેલ છે તે પૈકીની ૧૬૯૯ શાળાઓનું જ બાહ્ય-મૂલ્યાંકન કરવાનું રહેશે)

- શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન માટે માધ્યમિક શાળાના શિક્ષણ નિરીક્ષક, ડાયટ લેકચરરશ્રી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મોડેલ શાળાના આચાર્યશ્રી, મોડેલ ડે શાળાના આચાર્યશ્રી, રાજ્ય પારિતોષિક શિક્ષકશ્રી, માધ્યમિક શાળાના નિવૃત આચાર્યશ્રી, બી.આર.સી.કો. ઓર્ડીનેટર/ સી.આર.સી.કો.ઓર્ડીનેટર, અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીની પસંદગી કરવી.

- મૂલ્યાંકન કરવા અંગે જે શાળાનું મૂલ્યાંકન કરવાનું થાય તે શાળા સિવાયના અન્ય માધ્યમિક શાળાના આચાર્યશ્રીને ટીમમાં સમાવેશ કરવો.

- કુલ ૩ સભ્યોની ટુકડી બનાવી શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવાનું રહેશે. જેમાં એક સભ્ય તરીકે સી.આર.સી.કો.ઓર્ડીનેટર રહેશે.

- બાહ્ય-મૂલ્યાંકન અંગે મોનીટરીંગ ટીમનું આયોજન જિલ્લા કક્ષાએ શાળા સિદ્ધિના નોડલશ્રી ધ્વારા તૈયાર ક માન.જિલ્લા શિક્ષણાધીકારીશ્રી પાસે મંજુર કરાવવાની રહેશે.

- બાહ્ય મૂલ્યાંકન માટે આવનાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીને પોતાની ફરજ પર ઓન-ડયુટી ગણવાની રહેશે. - શાળા સિધ્ધી કાર્યક્રમ અંતર્ગત બાહ્ય-મૂલ્યાંકન માટે અત્રેની કચેરીથી જે તે જિલ્લા કચેરીને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.

- બાહ્ય મૂલ્યાંકન અંગેના આયોજનની વિગત અત્રેની કચેરીએ મોકલવાની રહેશે.

- સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ વિગતવાર માર્ગદર્શિકા મુજબ બાહ્ય-મૂલ્યાંકન જાન્યુઆરી માસમાં પૂર્ણ કરવાનું રહેશે. બાહ્ય- મૂલ્યાંકન માટે માર્ગદર્શિકા જણાવ્યા આધારોની ચકાસણી કરવાની રહેશે. > NIEPA નવી દિલ્હીના શાળા સિદ્ધી અંગેનું પોર્ટલ અપડેટ કરવા અર્થે કાર્યરત છે. જેથી બાહ્ય-મૂલ્યાંકન થનાર શાળાઓની વિગત અંગેની કોપી ક્લસ્ટરના સી.આર.સી.કો.ઓર્ડીનેટર પાસે રાખવાની રહેશે. જયારે બાહ્યમૂલ્યાંકન અંગેનું પોર્ટલ ઓપન થાય ત્યારે સી.આર.સી.કો.ઓર્ડીનેટરએ આ વિગત પોર્ટલ પર ભરવાની રહેશે.

- શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન માધ્યમિક શાળાઓમાં થયેલ સ્વ-મૂલ્યાંકન પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં ૨૦૨૧-૨૨ વર્ષનું બાહ્ય મૂલ્યાંકન કરવા અર્થે આનુસંગિક ખર્ચ માટે પ્રતિ શાળા દીઠ ૧૦૦ રૂપિયા ફાળવી આપવામાં આવેલ છે.

- વર્ષ ૨૦૨૧-૨૨ની સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકીની ૧૬૯૯ માધ્યમિક શાળાઓ (બાહ્ય મૂલ્યાંકન શાળાઓ) માટે મૂલ્યાંકનકાર તરીકે જનાર ૩-૩ સભ્યોને પુરસ્કાર પેટે પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦૦/- રૂપિયા લેખે ગ્રાન્ટ જિલ્લા કક્ષાને ફાળવવામાં આવેલ છે.


Post a Comment

Previous Post Next Post