*"🌷 લેણ - દેણના સંબંધ 🌷"*

 .   *"🌷 લેણ - દેણના સંબંધ  🌷"*

          

*એક વડીલની સાથે હું બેઠો હતો ,*

*અચાનક મોબાઈલમાં જોતા જોતા તેઓ હસી પડ્યા.....✍️*


*રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા .*


*મે તેમની સામે  જોઈને હસવાનું  કારણ પૂછ્યું .*


*વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા ,*


*" દિલની વાત કરું છું..."*


*આ મારો છોકરો* , *જયારે* *એની મમ્મી એને LPG નો* *સિલિન્ડર ખસેડવા માટે કહેતી*


*ત્યારે કહેતો ,*


*" આટલું વજન મારા એકલાથી ના ખસેડાય , તું મદદ કરાવ..."*


*" મારો બેટો હનીમૂન કરવા ગયો છે , તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે ."*


*" પાછો લખે છે ,*


*" તેરે બીના ભી ક્યાં જીના "*   


*" સાહેબ મને એ કહો કે -"*


*LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..?* 


*" આ યુવાન વર્ગ લાગણી ને સમજે  છે શુ ? "*  ✅ 


*" લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય ."*


*બે મિનિટ ચૂપ થઈ ,*


*ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે ,*


*" તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા ."*


*" કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા ."*


*આટલા વખતમા એક વખત પણ તેણે અમને આવા શબ્દો કીધા હોત કે.*......✍️


*" તેરે બીના ભી ક્યાં જીના ".*


*" સાહેબ સોગંદપૂર્વક કહું છું ."*


*(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો )*


*" આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત ."*❤️


*" આ તો ,*

*તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય ."*


*" સાહેબ ,"*


*" મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો ,"*


*" લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે ."*


*" પણ સાહેબ ,"*


*" એક વાત નો જવાબ આપો ,*

*ભણાવી ગણાવી કમાતો કર્યો ,*

*તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે ,"*


*" તેની પ્રગતીનો જશ્ન  તેઓ મનાવે છે ,"*


*" તે નાદાન ને ક્યાં ખબર છે કે ,*

*તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે ."*


*" પથ્થરમાંથી  શિલ્પ માબાપ બનાવે છે ,"*

*" અને  "*

*" એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે  દુઃખ થાય ."*


*વડીલ ની આંખમાં*

*પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ .*

*પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું .*


*સ્વસ્થ થઈ તેમણે મને પુછયુ ,*

*" તમારે સંતાન કેટલા ?*


*મેં કીધું,  " એક ."*


*મને કહે ,*


*" સાહેબ ,"*

*" સંતાનો નો વાંક નથી ,"*

*તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે ."*


*" વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ ."*


*" સાહેબ ,"*

*" મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું ,"*


                👇

*" ફક્ત લેણ - દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો ."*

*" તો જ જિંદrગી આનંદથી જશે ."*


👆 *તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો .*.....✍️

Post a Comment

Previous Post Next Post