Home Safety Tips When Using All Lpg Gas Cylinders
☞
મહત્વપૂર્ણ લિંક
ઘટના-1
હરિયાણાનાં પાનીપતમાં એક ઘરમાં સિલિન્ડર લીકેજ થવાના કારણે ફાટી ગયુ હતું. તેના કારણે આખુ ઘર આગનાં લપેટામાં આવી ગયુ. તે સમયે ઘરમાં પતિ-પત્ની અને 4 બાળકો હાજર હતા. આગ એટલી તેજીથી ફેલાયેલી કે, તમામ બેડ પર જ કંકાલ બની ગયા. તેઓ ને અંદરથી બહાર નીકળવાનો કે અવાજ કરવાનો પણ મોકો ન મળ્યો.
ઘટના-2
રાજસ્થાનનાં બિકાનેરમાં એક પ્રોગ્રામ દરમિયાન સિલિન્ડર ફાટી ગયો અને આગ લાગી ગઈ હતી. તેની ચપેટમાં આવીને 5 મહિલાઓ ખરાબ રીતે ઘાયલ થઈ હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આજે કામના સમાચારમાં જાણીશું કે, સિલિન્ડર કેમ ફૂટે છે? અને તેનાથી કેવી રીતે બચી શકાય છે? સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે આપણે કઈ બેદરકારી રાખીએ છીએ?
પ્રશ્ન- ઘરેલુ ગેસનો ઉપયોગ કરવામાં લોકો વારંવાર કેવા પ્રકારની બેદરકારી દાખવે છે?
જવાબ- રસોડામાં સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે મોટાભાગના લોકો આ 7 બેદરકારી કરે છે...
- જ્યારે સિલિન્ડર ખતમ થઈ ગયુ તો તેનો ઉપયોગ ત્રાસો કરીને કરવામાં આવે છે.
- ગેસ સિલિન્ડર પાસે કેરોસીન, રાંધણ તેલ જેવી વસ્તુઓ રાખવામાં આવે છે.
- ગેસ સ્ટવને જમીન પર મૂકીને તેનો ઉપયોગ કરો. સીલિન્ડરથી ઓછામાં ઓછા 6 ઇંચ ઉપર સ્ટવ મૂકો.
- લાઈટરની જગ્યાએ તેઓ દીવાસળીનાં બોક્સનો ઉપયોગ કરે છે. આવામાં અનેક લોકો ગેસ ચાલુ કર્યા બાદ માચીસ સળગાવે છે.
- ગેસને એવી જગ્યાએ રાખો જ્યાં વેન્ટિલેશનની સુવિધા સારી ન હોય.
- રસોઈ બનાવતી વખતે તેઓ સિલ્ક કે સિન્થેટિક જેવાં કપડાં પહેરે છે, જેમાં સહેલાઈથી આગ લાગી જાય છે.
- સીલિન્ડર, સ્ટવ અને પાઇપની નિયમિત ચકાસણી કરતા નથી.
પ્રશ્ન- ગેસ સિલિન્ડર કેમ ફૂટે છે?
જવાબ- રસોડામાં વપરાતા LPG ગેસ સિલિન્ડર બે કારણોસર ફાટી શકે છે...
એક્સપાયરી: દરેક LPG સિલિન્ડર પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. એક્સપાયરી બાદ જો ચેક કર્યા વગર સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો ફાટવાનો ખતરો રહે છે.
ગેસ લીકેજ: જ્યારે સિલિન્ડરનો ગેસ ઘટે અને તે લીક થવા લાગે ત્યારે સ્ટવની આગ પાઇપ મારફતે સિલિન્ડર સુધી પહોંચે છે. જેના કારણે સિલિન્ડર ફાટવા લાગે છે.
પ્રશ્ન- ગેસ લીકેજની વાત કન્ફર્મ થઈ જાય તો તમારે શું કરવું જોઈએ?
જવાબ- ગેસ જો લીક થઈ રહ્યો છે તો સ્ટેપ્સને ફોલો કરો...
- રેગ્યુલેટર અને બર્નરનાં તમામ નોબ્સને બંધ કરો. ડરશો નહિ.
- વેન્ટિલેશન માટે તમામ બારીઓ અને દરવાજા ખોલી નાખો.
- તમામ જ્વાળાઓ, મીણબત્તીઓ, દીવાઓ, અગરબત્તી વગેરે બંધ કરી દો.
- સિલિન્ડર પર સેફ્ટી કેપ લગાવો.
- મદદ માટે ઇમરજન્સી સર્વિસને કોલ કરો.
- જ્યાં ગેસ લીકેજ થતો હોય ત્યાં કોઈપણ વિદ્યુત ઉપકરણો અને સ્વીચનો ઉપયોગ કરશો નહીં.
- ઘરની મેઈન ઈલેક્ટ્રિક સપ્લાય બંધ કરો.
પ્રશ્ન- જો સિલિન્ડરમાં આગ લાગી જાય તો શું કરવું?
જવાબ- ગેસ લીકેજનાં કારણે જો સિલિન્ડરમાં આગ લાગી હોય તો ગભરાશો નહીં. આનાથી સ્થિતિ ખતરનાક થઈ જશે. યાદ રાખો કે, સિલિન્ડરમાં આગ લાગ્યા પછી પણ, આપણી પાસે લગભગ 10 થી 15 મિનિટનો સમય બચાવ માટે હોય છે. એક ધાબળો ભીનો કરો અને તરત જ તેને સિલિન્ડર પર લપેટી લો. આનાથી આગ બુઝાઈ જશે.
પ્રશ્ન- વેન્ડર પાસેથી સિલિન્ડર લેતી વખતે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ?
જવાબ- વિક્રેતા પાસેથી સિલિન્ડર લેતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખો...
- અધિકૃત ફ્રેન્ચાઇઝીમાંથી સિલિન્ડર ખરીદો.
- ડિલિવરીનાં સમયે સિલિન્ડર પર કંપનીની સીલ અને સેફ્ટી કેપ ચકાસો.
- જો સીલ તૂટેલું હોય તો સિલિન્ડર ન લો.
- સિલિન્ડર પર ટેસ્ટિંગની ડ્યૂ ડેટ લખેલી હોય છે. તેને ચેક કરીને લો.
- નવા સિલિન્ડરનો ઉપયોગ કરતા પહેલાં તેના સાંધા અને પાઇપ પર સોપ સોલ્યુશન મૂકીને તપાસ કરો.
પ્રશ્ન- સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે ચેક કરશો?
જવાબ- સિલિન્ડરનું આયુષ્ય સામાન્ય રીતે 10 વર્ષનું હોય છે. આ રીતે તમે તેને ચેક કરી શકો છો...- સિલિન્ડર હેન્ડલની નીચેની પટ્ટી પર A-23, B-23 જેવા કોડ લખવામાં આવે છે.
- આ સિલિન્ડરની એક્સપાયરી ડેટ છે.
- તેમાં મૂળાક્ષરો A- જાન્યુઆરીથી માર્ચ, B- એપ્રિલથી જૂન, C- જુલાઈથી સપ્ટેમ્બર અને D- ઓક્ટોબરથી ડિસેમ્બરનો સંકેત છે.
- આલ્ફાબેટની આગળ લખેલો નંબર તે વર્ષ સૂચવે છે કે, જેમાં તમારો સિલિન્ડર એક્સપાયર થશે.
- આ રીતે તમે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી શકો છો.
પ્રશ્ન- એક્સપાયરી ડેટવાળા સિલિન્ડરમાં વેન્ડર શું કરી શકે?
જવાબ- એક્સપાયરી ડેટવાળા સિલિન્ડરને પ્લાન્ટમાં જ અલગ કરવામાં આવે છે. ત્યાં ઘણા સ્કેનર લગાવવામાં આવ્યા છે કે, જે એક્સપાયરી ડેટ સ્કેન કરીને સિલિન્ડરને અલગ કરે છે તેમછતાં, જો એક્સપાયરી ડેટ સાથેનો સિલિન્ડર તમારા ઘરે આવે છે, તો પછી તમે ડિલિવરી બોયને પૂછીને તેને બદલી શકો છો. ઘણી વખત સિલિન્ડરને 6-7 મહિના સુધી ઘરમાં રાખવામાં આવે છે. જો તેની મુદત પૂરી થઈ જાય તો ગેસ એજન્સીમાં તેની આપ-લે થઈ શકે છે.પ્રશ્ન- એક સિલિન્ડરનો ઉપયોગ થાય છે, બીજાને ભરેલો રાખવામાં આવે છે, તે કેટલો સુરક્ષિત છે?
જવાબ- જો તમે ઘરમાં એકસ્ટ્રા સિલિન્ડર ભરવા માગો છો તો ચેક કરો કે તેની એક્સપાયર નથી થઈ ગયો ને. સાવચેત રહો...
વધારાનાં સિલિન્ડરમાંથી LPG રેગ્યુલેટરને દૂર કરો અને તેના પર સેફ્ટી કેપ રાખો.
તેને હંમેશાં સીધું રાખો અને તેને એવી વસ્તુઓથી દૂર રાખો જે સરળતાથી આગ પકડે છે.
LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો એક્સપર્ટને મળો. તમારી જાત સાથે છેડછાડ ન કરો.પ્રશ્ન- ગેસનાં ચૂલ્લાને સિલિન્ડર સાથે કેવી રીતે જોડશો?
જવાબ- ગેસનાં ચૂલ્લાને સિલિન્ડર સાથે આ રીતે જોડી શકો છો...- પહેલા બર્નર બંધ કરી દો.
- રેગ્યુલેટરને સિલિન્ડરથી અલગ કરો. આ પછી તેના પર સેફ્ટી કેપ લગાવી દો.
- પાઇપને સ્ટવ અને રેગ્યુલેટરથી અલગ કરો. જો આમાં કોઈ સમસ્યા હોય તો તમે કૂકિંગ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.
- નવી પાઇપને એક તરફ ગેસનાં ચૂલ્લા સાથે અને બીજી બાજુથી રેગ્યુલેટર સાથે જોડો.
- નવા સિલિન્ડરમાંથી સેફ્ટી કેપને દૂર કરો અને રેગ્યુલેટર ઇન્સ્ટોલ કરો.
- સિલિન્ડર પર રેગ્યુલેટર લગાવો.
- તે પછી ક્યાંય પણ કોઈ લીકેજ છે કે કેમ? તે તપાસો.
પ્રશ્ન- શું LPG સિલિન્ડરનો કોઈ વિકલ્પ છે?
જવાબ- LPG સિલિન્ડરનો વિકલ્પ PNG પાઇપલાઇન છે. તે માત્ર સસ્તું જ નહીં પણ સલામત પણ છે. તે LPG કરતા હલકો છે, તેથી જો તે લીક થાય તો પણ અકસ્માતની શક્યતા નહિવત્ છે.પ્રશ્ન- સિલિન્ડરને બદલે ગેસ પાઇપલાઇન એટલે કે PNGનો ઉપયોગ કરવાથી શું ફાયદો થશે?
જવાબ- જો તમે PNGનો ઉપયોગ કરો છો તો આ 4 ફાયદા મળશે...- પાઇપલાઇન્ડ PNG ગેસ યુનિટ દીઠ 30 રૂપિયામાં ઉપલબ્ધ છે. તે જ સમયે સિલિન્ડરવાળા LPG ગેસની કિંમત 65 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે.
- સિલિન્ડરમાં ફક્ત 14.2 કિલો ગેસ હોય છે. તમે પાઇપલાઇનમાંથી ગમે તેટલા ગેસનો ઉપયોગ કરી શકો છો.
- પાઇપલાઇનમાંથી ગેસ લીક થવાની સંભાવના ઘણી ઓછી છે.
- PNG એ LPG કરતા હળવો હોય છે. જો તે લીક થાય તો પણ તે હવાથી ઘરની બહાર નીકળી જાય છે.
જાણવા જેવું
શું એવી કોઈ ટીપ્સ છે કે, જેનો ઉપયોગ કરીને ગેસ બચાવી શકાય?
જવાબ- ઘરેલુ ગેસને બચાવવા માટે આ 10 ટિપ્સ ફોલો કરો...- ગેસનાં ચૂલ્લા પર ભીના વાસણો ન રાખો. આનાથી ગેસનો બગાડ થાય છે. જો તમે વાસણોને લૂછીને રાખો છો તો ગેસની થોડી બચત થશે.
- મોટાભાગના લોકો ગેસ પર કડાઈ મૂકે છે અને પછી શાકભાજી અને ડુંગળી કાપવાથી અન્ય કામ શરૂ કરે છે. એ કરશો નહિ. તમારે જે બનાવવાનું છે તેની બધી સામગ્રી એકત્રિત કર્યા પછી જ ગેસ શરુ કરો.
- ફ્રિજમાંથી કોઈપણ વસ્તુ કાઢી અને તેને સીધી ગેસ પર ન રાખો. શરૂઆતની 15-30 મિનિટ માટે બહાર રાખો, જ્યારે સામાન્ય થાય ત્યારે જ ગરમ કરો.
- ખુલ્લા વાસણોમાં રાંધવાનું ટાળો. રાંધતી વખતે વાસણને ઢાંકી દો. આનાથી ખોરાક ઝડપથી રાંધાશે અને ગેસની બચત થશે.
- પ્રેશર કૂકરનો ઉપયોગ કરો. આનાથી સમય અને શક્તિ બંનેમાં ઘટાડો થાય છે.
- જો તમારા ઘરે વારંવાર ચા બનાવવામાં આવે છે અથવા કોઈ ગરમ પાણી પીવે છે તો પાણીને વારંવાર ઉકાળવાનું ટાળો. પાણીને એકવાર ઉકાળીને થર્મોસમાં રાખી દો.
- લીકેજની તપાસ કરો. દર ત્રણ મહિને ગેસ અથવા ગેસ પાઇપનાં લીકેજને ચકાસો.
- વાસણ સાફ રાખો. બગડેલા અથવા બળી ગયેલા વાસણમાં રાંધવામાં વધુ સમય લાગે છે.
- ગેસની ફ્લેમ ધીમો રાખો.
- ગેસની ફ્લેમનો રંગ જુઓ. જો ગેસનો રંગ પીળો, નારંગી કે લાલ હોય તો તેનો અર્થ એ છે કે ગેસ લીક થઈ રહ્યો છે અથવા કચરો તેમાં ફસાઈ ગયો છે. ગેસનો રંગ હંમેશા વાદળી હોવો જોઈએ. જો રંગ બદલાય તો તેને સાફ કરી લો.
- source by divyabhaskar
Things to remember when Cooking with LPG
When Cooking with LPG
Keep the doors and windows of your kitchen open for proper ventilation.
Do not place flammable or plastic items near the flame.
Never leave your cooking unattended.
Wear clothes that do not catch fire easily.
Close the regulator knob to OFF position when cylinder is not in use
LPG Maintenance
Maintaining and storing your LPG
Disconnect LPG regulator and affix safety cap on the cylinder when your gas stove is not in use for long.
Always store the LPG cylinder in an upright position and away from other combustible and flammable materials.
As good practice, change the suraksha tubes once a year .
Always use ISI approved tubes, stoves, regulators and LPG appliances.
Make sure all parts of your LPG system are in good condition.
Never tamper with your LPG cylinder.
If in case of an Emergency
Close regulator and burner knobs. Do not panic.
Open all doors and windows for ventilation.
Extinguish all flames, lamps, incense sticks and sources of fire.
Put the safety cap on the cylinder.
Call your distributor or emergency service for help.
Do not operate electrical switches and appliances in the room.
Isolate main electrical supply from outside.
LPG is heavier than air and it settles on the ground. Use all available ventilation to disperse the gas