આજના ops જૂની પેન્શન યોજના અને કર્મચારી આંદોલનના ગાંધીનગરથી સમાચાર

આજના ops જૂની પેન્શન યોજના અને કર્મચારી આંદોલન નાં  ગાંધીનગરથી સમાચાર 

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ થતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં વિપક્ષે નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ થતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં વિપક્ષે નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા. વેલમા આવેલ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાયા હતા. 



























કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયાકોંગ્રેસના નારા અને હોબાળો ચાલુ. વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને શાંતિ રાખવા અપીલ કરી. સરકારી કર્મચારીઓના પ્રશ્નો અને આંદોલનો બાબતે ચર્ચા કરવા માટે શૈલેષ પરમારની માગણી. સરકારને વિનંતી કરીએ છીએ. તમામ વિભાગના કર્મચારીઓના પ્રશ્નો છે. કોંગ્રેસની માગણી છે કે આંદોલનો ચાલે છે એની ચર્ચા કેમ ના થાય. સરકાર એનો જવાબ આપે . કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા. સાર્જન્ટ પહોંચ્યા.કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યોટૂંકી મુદતના પ્રશ્નોથી સત્રની શરૂઆત. નેતા વિપક્ષ સુખરામ રાઠવા બોલવા ઉભા થયા. અડધા કલાક ની ચર્ચા માટે સમય આપવા રજુઆત કરી.  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભામા ઉભા થયા. હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો. સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા.  મેજ તરફ નારાઓ લગાવવાતા આવ્યા.  સરકારી કર્મચારીઓ ને ન્યાય આપો ના નારાઓ લગાવ્યા. ગૃહમાં હોબાળો કોંગ્રેસનો વિરોધ. વિવિધ પ્રશ્નો અને માંગણીઓ ને લઈને વિરોધ.  સરકારી કર્મચારી, આંદોલનકારીઓને ન્યાય આપવાના નારાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ.ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશેપ્રથમ દિવસની બેઠકમા ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશા સાથે પરત કરવાની ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ કરશે જાહેરાત. ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે. ઢોર નિયંત્રણ બિલને લઈ વિપક્ષ કરી શકે છે હોબાળો. ગુજરાત શહેરી વિસ્તારોમા ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર કરવા) બાબત ના બિલ પાછું ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ ગૃહ મા મુકવામા આવશે. શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા લાવશે પ્રસ્તાવ. ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં થશે રજૂ. ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક ગૃહમાં થશે રજૂ. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક ગૃહ મા થશે રજૂ. ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) વિધેયક થશે રજૂઆત.વિપક્ષ ટૂંકી મુદ્દના પ્રશ્નોની ચર્ચા દરમિયાન અપનાવી શકે છે આક્રમક રૂખધારાસભ્ય ભરત પટેલ ચોમાસામા વરસાદના કારણે રસ્તાના થયેલા નુકશાન બાબતે ચર્ચા થશે. ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને જામનગર મા ખેતી મા થયેલા નુકશાન બાબતે થશે ચર્ચા. એક કલાક ચાલશે ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર ચર્ચા. વિપક્ષ ટૂંકી મુદ્દના પ્રશ્નોની ચર્ચા દરમિયાન અપનાવી શકે છે આક્રમક રૂખ. વિધાનસભાના પૂર્વ સભ્યોના નિધનને લઈ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં થશે રજૂ. પૂર્વ સભ્યોના નિધન પર આપવામા આવશે શ્રદ્ધાંજલિ. વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકવામા આવશે. અનુમતિ મળેલા વિધાયકો મેજ પર મુકવામા આવશે.

Post a Comment

Previous Post Next Post