MathematicsScienceDemonstratin2021-22Guide for making samples /models
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2021-22 નમૂનાઓ/મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા
મહત્વપૂર્ણ લિંક
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2021-22 નમૂનાઓ/મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
ગણિત-વિજ્ઞાન પ્રદર્શન : 2021-22 નમૂનાઓ/મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા
પ્રસ્તાવના : બધા બાળકો કુદરતી રીતે શીખવા માટે તત્પર અને સક્ષમ હોય છે . બાળકો સહજ રીતે શીખતા હોય છે . અને તેઓ પોતાની પ્રવૃત્તિ દ્વારા જ જ્ઞાન મેળવે છે . બાળકો પોતાની આસપાસનું વાતાવરણ , પ્રકૃત્તિ , વસ્તુઓ અને લોકો સાથેનાં પરસ્પર વ્યવહાર અને ભાષા દ્વારા ઘણું બધુ શીખતા હોય છે . તેઓ નવા વિચારોને તેમના પદાર્થો અને પ્રવૃત્તિઓ અંગેના અગાઉનાં જ્ઞાન અને વિચારો સાથે જોડી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે . ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ , ગાંધીનગર વિજ્ઞાન – ગણિત – પર્યાવરણ પ્રદર્શન – 2021-22 નમૂનાઓ । મોડેલ્સ નિર્માણ માટે માર્ગદર્શિકા 1 વિજ્ઞાન અને ગણિતમાં રચનાત્મકતા અને આવિષ્કારિકતાને પ્રોત્સાહિત કરવા માટે ( NCF 2005 ) માં પ્રવૃત્તિઓ , પ્રયોગો અને તકનિકી મોડ્યુલ્સને મહત્વ આપવામાં આવેલ છે . તે વિવિધ માધ્યમોના પ્રસારણ જેમકે શાળા , તાલુકો , જિલ્લો , રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શનના આયોજન દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના અમલીકરણને પણ પ્રોત્સાહિત કરે છે . રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ( NCERT New , Delhi ) દર વર્ષે વિદ્યાર્થીઓ , શિક્ષકો અને સામાન્ય લોકોમાં વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ શિક્ષણની લોકપ્રિયતા વધારવા માટે JNNSMEE ( Jawaharlal Nehru National Science Mathematics and Environment Exhibition ) નું આયોજન કરે છે . રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શન રાજ્યો , કેન્દ્ર શાસિત પ્રદેશો અને અન્ય સંસ્થાઓ દ્વારા જિલ્લા કક્ષાએ , ઝોન કક્ષાએ , ક્ષેત્રીય કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અગાઉના વર્ષે ઓયોજિત થયેલ પ્રદર્શનોનું સમન્વય છે . તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો , કેન્દ્રીય વિદ્યાલય સંગઠન , નવોદય વિદ્યાલય સમિતિ , પરમાણું ઉર્જા વિભાગના કેન્દ્રીય વિદ્યાલયો , CBSE સાથે સંલગ્ન સ્વ નિર્ભર શાળાઓ તથા વિભાગીય શિક્ષણ સંસ્થાઓ દ્વારા પ્રમાણિત બહુઉદ્દેશીય શાળાઓના પસંદ થયેલા નમૂનાઓ રાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ભાગ લે છે . છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વર્ષે ૨૦૨૧-૨૨ માં પણ CRC , BRC અને જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનો યોજાશે . પ્રદર્શનના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે . બાળકોને પોતાની સ્વાભાવિક જીજ્ઞાસા અને રચનાત્મકતા માટે એક માધ્યમ ઉપલબ્ધ કરવું જ્યાં તેઓ પોતાની જ્ઞાન પિપાસા માટે શોધખોળ કરી શકે . . • બાળકોની આજુ બાજુ થઈ રહેલી ગતિ - વિધિઓમાં વિજ્ઞાનની અનુભૂતિ કરાવવી તથા ભૌતિક અને સામાજિક પર્યાવરણથી શીખવાની પ્રક્રિયા જોડી જ્ઞાન પ્રાપ્ત કરવા તથા વિવિધ સમસ્યાઓના સમાધાન માટે પ્રેરિત કરવાં , . આત્મનિર્ભરતા , સામાજિક તથા આર્થિક પર્યાવરણ વિકાસનાં લક્ષ્યની પ્રાપ્તિ માટે વિજ્ઞાન અને તકનિકીનાં વિકાસને એક મહત્વના સાધન તરીકે ભાર આપવો . વિજ્ઞાન અને તકનિકીનો વિકાસ કેવી રીતે થયો છે તેનું વિશ્લેષણ કરવું તથા તેના પરની વિવિધ વ્યક્તિઓ , સંસ્કૃતિઓ અને સમાજની અસરો જોવી . ખેતી , ખાતર , ખોરાક ઉત્પાદન પ્રક્રિયા , બાયો ટેકનોલોજી , પ્રદૂષણમુક્ત ઉર્જા , માહિતી અને આદાન પ્રદાન ટેકનોલોજી , આપત્તિ વ્યવસ્થાપન , પરિવહન , ખગોળ વિજ્ઞાન , રમતો અને ખેલકૂદ તથા વાતાવરણમાં પરિવર્તનની સમસ્યાઓનો સામનો વગેરે જેવા ક્ષેત્રોમાં નવા ઉપાયો શોધવામાં વિજ્ઞાન અને ગણિતની ભૂમિકાની પ્રશંસા અને સરાહના કરવી .
બાળકોને પર્યાવરણીય સબંધી સમસ્યાઓ પ્રત્યે જાગૃત કરવા અને તેમની જરૂરિયાતો ઓછી કરવા તથા તેમને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરવાં . બાળકો કુદરતી રીતે જ તેમના પર્યાવરણનાં પ્રશ્નો સંદર્ભે જીજ્ઞાસુ અને રચનાત્મક હોય છે . જો આજના બાળકો સમસ્યાનો સામનો કરવા , સમસ્યા ઉકેલવા અને નવા વિચારોના સર્જનમાં સતત વ્યસ્ત રહે તો આપણે આપણાં બાળકોને આવતીકાલના પડકારો માટે તૈયાર કરી શકીએ . માનવજાતે તેના વિકાસ , સુખ સુવિધા સલામતી અને મહત્વકાંક્ષા માટે દુનિયાના મર્યાદિત સ્ત્રોતો પર પુષ્કળ દબાણ લાદી પુષ્કળ અસમાનતા અને સ્ત્રોતોનું બિન જરૂરી શોષણ કર્યુ છે . તેને પરિણામે સ્ત્રોતોનો ઉપયોગ ટકાઉ રહ્યો નથી . સંયુક્ત રાષ્ટ્ર સંઘ ' Global Resource Out look 2019 પ્રમાણે ૧૯૭૦ થી સ્ત્રોતોનો વિશ્વમાં ત્રણ ગણો નિકાલ થયેલ છે . અધાતુ અને ખનીજનો ઉપયોગ અને ૪૫ % અશ્મિ બળતણનાં વધારાથી પાંચગણો નિકાલ વધશે . તે જ રીતે ખૂબ જ અગત્યના સ્ત્રોત એવા શુધ્ધ પાણીની પણ વિશ્વવ્યાપી તીવ્ર તાણ ઉભી થશે . સંયુક્ત વિશ્વ સંઘ પાણી વિકાસ અહેવાલ ૨૦૧૯ પ્રમાણે ૨ અબજ લોકો પાણીની તંગી અને ૪ અબજ લોકો વર્ષમાં ૧ મહિનો પાણીની તીવ્ર અછતનો અનુભવ કરશે . પાણીની તાતી જરૂરિયાત , માંગ ઉભી કરવા પાણીનો મર્યાદિત સ્ત્રોત તરીકે ઉપયોગ કરવો પડશે . વિશ્વ વિકાસ અને પાણીની જરૂરિયાત વચ્ચેના જટિલ સંબંધ માટે આબોહવા બદલાવ અને જૈવિક ઉર્જા વિસ્તારવી પડશે . એ સાચી