આ રીતે ફ્રીમાં ડાઉનલોડ કરો વિન્ડોઝ ૧૦



માઈક્રોસોફ્ટે પોતાના નવા ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ૧૦ને ફ્રિ અપગ્રેડ કરવા માટે બુધવારે ૧૯૦ દેશોમાં રિલીઝ કર્યું હતું. પરંતુ ફ્રી અપગ્રેડ માટે યુઝર્સને લાંબી રાહ જોવી પડે તેમ છે. તમે પણ વિન્ડોઝ ૧૦ માટે રજિસ્ટ્રેશન કરી દીધું હશે ને? 

રાહ જોવા નથી માંગતા? તો ન કરો! જી હા, વિન્ડોઝ ૧૦નું એક નવું ડાઉનલોડ પેજ પણ છે જ્યાંથી તમે ક્યારે પણ ઓપરેટિંગ સિસ્ટમ મેળવી શકો છો. 

સલાહ એ છે કે આપ સૌથી પહેલા તમારા ડેટાનું બેકઅપ લઈને રાખી લો. તેના પહેલા Easeus સિસ્ટમ ગોબેક જેવું ટૂલ પણ ઈન્સ્ટોલ કરી લો જેનાથી પસંદ ન આવવાથી તમે તમારા જૂના OS પર પાછા જઈ શકો છો. જોકે, વિન્ડોઝ ૧૦માં પણ એક રોલબેક ફીચર છે, જોકે મહિના પછી તે ફીચર તેની મેળે ખતમ થઈ જશે. એવામાં એ ટૂલની જરૂર પડશે જે હંમેશા ઉપલબ્ધ રહે છે. 

https://www.microsoft.com/en-us/software-download/windows10 પર જાવ, થોડું સ્ક્રોલ કરો અને ડાઉનલોડ ટૂલ નાઉ પર ક્લિક કરો. બધા ઈચ્છશે કે તે ૬૪ બિટ બર્ઝન મેળવી લો, પરંતુ જો આપના સિસ્ટમ પર પાછલું OS ૩૨ બીટનું છે તો અપગ્રેડ પણ ૩૨ બીટનું જ ડાઉનલોડ કરો. 

ટૂલને રન કરો, પછી 'Upgrade this PC' વિકલ્પ પસંદ કરો. આ પછી રાહ જુઓ વિન્ડોઝ ૧૦ ડાઉનલોડ થશે. વેરિફાય થશે અને ઈન્ટોલ થશે. સિસ્ટમ આ વચ્ચે એકથી બે વાર રિબૂટ થશે. 

જો આપને આ રીત પર વિશ્વાસ ન થાય તો ઓફિશિયલ અપગ્રેડની રાહ જુઓ. પરંતુ જો જલ્દીમાં જલ્દી અપગ્રેડ કરવું હોય તો એક વખત આને અજમાવી જુઓ

Post a Comment

Previous Post Next Post