શિક્ષકોની આંતરિક બદલી માટે સોફટવેરનો ઉપયોગ આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યમાં ફરજિયાત અમલી
શિક્ષકોની ખાલી જગ્યા અને બદલી માટે શિક્ષકોની અરજી કોમ્પ્યુટર સોફ્ટવેરમાં અપડેટ કરવા પ્રક્રિયા હાથ ધરાશે
અમદાવાદ :સરકારી પ્રાથમીક શિક્ષકોની બદલી લઈને દર વર્ષ વિવાદ ઊભો થતો હોય છે.દર વર્ષ નવા સત્રથી શરૂઆતમાં સમગ્ર રાજયમાં સર્જાતા આવા વિવાદના કાયમી ઉકેલ માટે રાજય સરકારે એક ખાસ કોમ્પ્યુટર સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે હવે શિક્ષકોની બદલીની પ્રકિયા આ કોમ્પ્યુટર સોફટવેરની મદદથી કરવામાં આવશે. જે માટે શાળામં શિક્ષકોની ખાલી જગ્યા અને બદલી માટે શિક્ષકોની અરજીને કોમ્પ્યુટર સોફટવેરમાં અપડેટ કરવામાં આવશે. અને તેના આધારે શિક્ષકોની બદલીની પ્રકિયા હાથ ધરવામાં આવશે. પ્રાપ્ત થતી માહીતી મુજબ રાજયમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની આંતરીક બદલી લઈ દર વર્ષ વિવાદ ઊભો થતો હતો હોય છે. પરંતુ બદલી કેમ્પમાં ગુણદોષનો ર્નિણિય અધિકારીઓની મનસુફી પર નિર્ભર હોઈ તેમાં ભારે ગેરરીતીની જોવા મળતી હતી. જેને લઈને વિવાદ થતા હતા આવી સ્થિતીના ઉકેલ માટે રાજય સરકારે શિક્ષકની માટે એક સોફટવેરની મદદથીજ કરવામાં આવશે.જેમાં દર વર્ષ શૈક્ષણીક સત્રની શરૂઆતમાં દરેક શાળાની ખાલી જગ્યાઓ અંગે સોફટવેર એન્ટ્રી કરવામાં આવશે. ત્યાર પછી નિયત તારીખે બદલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જેમાં સોફટવેરમાં ફિક્સ કરાયેલ ફિચર્સ આધારે ક્યાં શિક્ષકની ક્યાં બદલી થઈ છે તે નક્કી થશે. ઉલ્લેખનીય છે કે, હાલ બદલી કરવા ઈચ્છતાં શિક્ષકો પાસેથી અરજી લેવામાં આવે છે. જેમાં શિક્ષકને કયા તાલુકાની કઈ શાળામાં જવુ તેની પ્રાથમિકતા પૂછવામાં આવે છે. જે માહીતીઓનાં આધારે શાળાની ખાલી જગ્યાઓ અને શિક્ષકોની સિનિયોરીટી અંગે કેમ્પમાં હાજર અધિકારી બદલીના સ્થળ અંગે નિર્ણય કરતા હોય છે. જે બાદ શિક્ષકની કઈ શાળામાં બદલી થઈને નક્કી કરાય છે.