pdf ફાઈલના પાસવર્ડને બ્રેક કરવાની ટીપ્સ
આ સવાલ ઘણાને સતાવતો હોય છે. ઘણા લોકો પાસે એવી અગત્યની pdf ફાઈલ હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. અને આ જ કારણે તેઓ તેમને ઓપન કરી શકતા નથી. તો ઘણાના કોમ્પ્યુટરમાં એવી ઘણી ફાઈલો હશે જેનો પાસવર્ડ યાદ રાખવાનો કે ટાઇપ કરવાનો કંટાળો આવતો હશે. તો કોઈની જોડે એવી ફાઈલ આવી હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય અથવા પાસવર્ડ ભૂલી ગયો હોય. સવાલ એ છે કે આવી pdf ફાઈલને પાસવર્ડ વગર ઓપન કરી શકાય? જવાબ છે હા,
BeCyPDFMetaEdit નામનો સોફ્ટવેર pdf ફાઈલને બીજા કોઈ ચેન્જ કર્યા વગરજ પાસવર્ડ વગર ખોલી આપે છે.ખબર નહિ આના બનાવનારે તેને આવું નામ કેમ રાખ્યું છે?
નીચેના સ્ટેપ્સ અનુસરો:
૧. એ સોફ્ટવેર પર ડબલ ક્લિક કરી ઓપન કરો, તે pdf ફાઈલનું લોકેશન પૂછશે.
૨. તમે pdf ફાઈલનું લોકેશન આપો એ પહેલા “Complete Rewrite” મોડ સિલેક્ટ કરો.
૩. Security ટેબ પર ક્લિક કરો અને “Security System” માં “No encryption” સેટ કરો.
૪. save બટન ક્લિક કરો અને હવે તમારી pdf ફાઈલને ઓપન કરવા માટે કોઈ પાસવર્ડની જરૂર નહિ પડે.