૭મું વેતનપંચ કામચોર કર્મચારીઓને ઝાટકો આપશે

હવે કામ કરતા લોકોનો જ પગાર વધશેઃ ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવા કરી ભલામણઃ સરકાર પણ ભલામણનો સ્વીકાર કરશેઃ વેતન વૃદ્ધિને કર્મચારીઓની પ્રોડકટીવીટી સાથે જોડી દેવામાં આવશે

નવી દિલ્હી : ૭માં વેતનપંચથી પગારમાં
ભારેખમ વધારો થશે એવી આશા રાખીને બેઠેલા કામચોર કર્મચારીઓને ઝાટકો લાગી શકે
છે. ૧૪માં નાણાપંચે વેતન વૃદ્ધિને કર્મચારીઓની કામગીરી સાથે જોડવાની ભલામણ
કરી છે. કેન્દ્રએ જો આ ભલામણ પર અમલ કર્યો તો એવા કર્મચારીઓના પગાર વધારા
ઉપર પાણી ફરી વળી શકે છે કે જેઓ કામકાજથી દુર ભાગે છે અને જેમની કામગીરી
અપેક્ષારૂપ નથી હોતી. નાણામંત્રી અરૂણ જેટલીએ ૧૪માં નાણાપંચનો રિપોર્ટ
મંગળવારે સંસદમાં રજુ કર્યો. આ રિપોર્ટમાં નાણાપંચે સરકારી કર્મચારીઓની
વેતન વૃદ્ધિને તેમની ઉત્પાદકતા સાથે જોડવાની ભલામણ કરી છે. સામાન્ય રીતે
સરકાર નાણાપંચની ભલામણોને સ્વીકારતી હોય છે તેથી માનવામાં આવે છે કે
કેન્દ્રીય કર્મચારીઓના વેતન વૃદ્ધિને તેમની કામગીરી સાથે જોડવા અંગેની
ભલામણનો પણ સરકાર અમલ કરી શકે છે.નાણાપંચે કહ્યુ છે કે, વેતન વૃદ્ધિને
કર્મચારીઓની ઉત્પાદકતા સાથે જોડવામાં આવે. સાથોસાથ વેતનપંચનું નામ અને
સંરચના બદલીને વેતન અને ઉત્પાદકતા પંચ રાખવુ જોઇએ અને આ પંચની જવાબદારી
કર્મચારીઓની કામગીરી સારી બનાવવાના ઉપાય સુચવવાની હોવી જોઇએ.
નાણાપંચનું કહેવુ છે કે, છઠ્ઠા વેતનપંચની ભલામણો લાગુ કરવાથી કેન્દ્રનો વેતન અને ભથ્થા પાછળનો ખર્ચ ર૦૦૭-૦૮થી ર૦૧ર-૧૩ દરમિયાન વધીને બમણો થઇ ગયો છે. આ ગાળામાં સંરક્ષણ કર્મચારીઓને બાદ કરતા અન્ય તમામ કર્મચારીઓનું વાર્ષિક વેતન રૂ.૧,૪પ,૭રર થી વધીને રૂ.૩,રપ,૮ર૦ થઇ ગયુ છે. આ પ્રકારે રાજય સરકારો ઉપર પણ કર્મચારીઓના વેતન અને ભથ્થાનો બોજો વધી ગયો છે. વર્ષ-ર૦૧ર-૧૩માં રાજયોના કર્મચારીઓનો વ્યકિત દીઠ વાર્ષિક પગાર ર,૧ર,૮પ૪ હતો તે વધીને પ,૪૯,૩૪પની વચ્ચે થઇ ગયો છે. નાણાપંચે જો કે પોતાના રિપોર્ટમાં એ નથી જણાવ્યુ કે, ૭માં વેતનપંચનો કેન્દ્ર અને રાજયોની તિજોરી ઉપર કેટલો બોજો પડશે ? નાણાપંચનું કહેવુ છે કે, કેન્દ્ર અને રાજય સરકારોએ સાથે મળીને આંતર રાજય પરિષદ જેવા મંચ પર વિચાર કરી વેતન તથા ભથ્થામાં વધારા અંગેની રાષ્ટ્રીય નીતિ બનાવવી જોઇએ.