New Rules for Gas Connection from 1st April - ૧લી એપ્રિલથી ગેસ કનેક્શન પર લાગશે નવા નિયમો

New Rules for Gas Connection from 1st April - ૧લી એપ્રિલથી ગેસ કનેક્શન પર લાગશે નવા નિયમો

 
જો તમારા નામે એક કરતા વધારે ગેસ કનેક્શન છે, તો તેમાંથી એક ગેસ કનેક્શન 31 માર્ચ સુધીમાં સરન્ડર કરવાનું રહેશે. નહીંતર એક એપ્રિલથી તમારું કનેક્શન આપોઆપ બંધ થઈ જશે. અને સિક્યુરીટી ડીપોઝીટ પણ જબ્ત કરવામાં આવશે. ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર ફોર એલપીજી યોજનામાં એક નામના બે કનેકશનમાંથી એક કનેકશનને બંધ કરવામાં આવશે. અને સાથે જ તેની સિક્યુરીટી રકમ જબ્ત કરવામાં આવશે. આ સબંધમાં તમામ ગેસ કંપનીએ તેના ડીલરોને નિર્દેશ આપ્યા છે કે ડબલ કનેક્શનવાળા ગ્રાહકોની શોધખોળ કરવામાં આવે.
31 માર્ચ પછી જો આ રીતે ગેસ કનેક્શન ચાલુ સ્થિતિમાં હશે તો તેના એક નામના કનેક્શન પર જ સબસિડી આપવામાં આવશે. ગેસ કંપનીઓ અનુસાર એક નામ અને એક પરિવારમાં એક જ ગેસ કનેક્શન મળી શકસે. કંપનીઓએ પોતાના પ્રતિનિધિઓને આ સંબંધમાં અન્ય એજન્સીઓને પણ સહયોગ આપવા કહ્યું છે. 
31 માર્ચ બાદ થશે બ્લોક

એક નામ અને એક સરનામાં પર એક કરતા વધારે રાંધણગેસ કનેક્શનનો ઉપયોગ કરનારા ગ્રાહકોના ગેસ કનેક્શન 31 માર્ચ પછી બ્લોક થઈ શકે છે. આમ ડીબીટીએલ યોજના અંતર્ગત થશે. તેમાં 'એક રસોડું, એક કનેક્શન' પર ગેસ સબસિડી આપવામાં આવશે. ઉપરાંત અન્ય કનેક્શન પણ બ્લોક કરી દેવામાં આવશે.
ફરી શરૂ નહીં થાય કનેક્શન

ડીબીટીએલ યોજના 1 જાન્યુઆરીથી શરૂ થઈ છે. તેમાં આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે. એક એકાઉન્ટ અને એક આધાર કાર્ડ પર એક જ કનેક્શન પર સબસિડીની રકમ મળશે. ઉપરાંત અન્ય કનેક્શન હશે તો બ્લોક થઈ જશે. જે ફરીથી શરૂ નહીં થાય. જો તમારી પાસે એક કરતા વધારે એલપીજી કનેક્શન છે તો બીજું કનેક્શન 31 માર્ચ પહેલા સરન્ડર કરાવી દેવું જેથી કરીને તમને તમારી ડિપોઝિટની રકમ પરત મળી જાય.
માત્ર બ્લડ રિલેશન હશે તેની સાથે જ કનેક્શન ટ્રાન્સફર થઈ શકશે

કોઈ ઇમારત કે સંયુક્ત પરિવારમાં રહેતા હો તો એજન્સીમાં આઇડી અને સરનામાના પૂરાવા બતાવવા. પરિવારમાં કોઈ ગેસ કનેક્શન ટ્રાન્સફર કરાવે છે તો તે માત્ર બ્લડ રિલેશનવાળાઓ સાથે જ થશે. અન્ય ને ટ્રાન્સફર કરવું હશે તો સરનામાનાં પૂરાવા ઉપરાંત પહેલાની ડિપોઝિટની રકમ ઉપરાંત તફાવતની રકમ પણ જમા કરાવવાની રહેશે. 
તમારે શું કરવાનું રહેશે

કોઈ વ્યક્તિ પાસે એક કરતા વધારે ગેસ કનેક્શન છે તો તે એજન્સી પર જઇને જમા કરાવી દે. જેથી કરીને ડિપોઝિટની રકમ પરત મળી જાય. જેમણે કનેક્શન યોજના સાથે લિંક નથી કરાવ્યું તે લિંક કરાવી લે જેથી કરીને સબસિડીનો લાભ મળી શકે. નહીં તો તેને બજાર ભાવે સિલિન્ડર ખરીદવું પડશે. 
Courtesy. Divyabhaskar Newspaper, Date 23.01.2015

Post a Comment

Previous Post Next Post