LOWER PRIMARY BHARTI:-FORM SATHE JOIN KARVANA DOCUMENTS NU LIST...TET MARKSHEET XEROX .

LOWER PRIMARY BHARTI:-FORM SATHE JOIN KARVANA DOCUMENTS NU LIST...TET MARKSHEET XEROX .


DOWNLOAD CCC+ EXAM STUDY MATERIALS BY SPIPA.

 CLICK HERE TO DOWNLOAD. 
(SIZE:-25 MB )

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત M.M.E. હેઠળ મળતી કેન્દ્ર સરકારની સહાયની રકમ SSA હસ્તકના ખાતામાં જમા કરવા અને ખર્ચની મંજુરી આપવા બાબત.

મધ્‍યાહન ભોજન અનાજના સંગ્રહ માટે કન્‍ટેનર અપાશે. શાળામાં અનાજનો થતો બગાડ અટકાવવા નિર્ણય.

રાજ્‍ય સરકાર દ્વારા ૭.૬૫ કરોડના ખર્ચે કન્‍ટેનરો અપાશે
--》રાજ્‍યની પ્રાથમિક શાખાઓમાં પિરસાતા મધ્‍યાહન ભોજનના સંગ્રહ માટે રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યભરની પ્રાથમિક શાળાઓમાં ગેલ્‍વેનાઈઝના કન્‍ટેનરો આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે રાજ્‍ય સરકાર દ્વારા ૭.૬૫ કરોડના ખર્ચે આ કન્‍ટેનરો આપવામાં આવશે. આ યોજના ટૂંક સમયમાં ગ્રાન્‍ટનું વિતરણ કરી કન્‍ટેનરો અપાશે.
ગામડાની શાખાઓમાં મધ્‍યાહન ભોજન માટે અનાજ અને અન્‍ય વસ્‍તુઓનો સંગ્રહ કરવામાં આવે છે. આ અનાજ કે વસ્‍તુઓ યોગ્‍ય વ્‍યવસ્‍થા ના હોવાના કારણે ક્‍યાં તો અમુક વાર સડી જાય છે અથવા તો ચોરી થવાનો પણ ભય રહે છે. ગામડાઓની શાળામાં ધણી વાર ઉંદર અને અન્‍ય જીવજંતુઓ પણ મધ્‍યાહન ભોજન માટે અનાજ ખાઈ જતાં હોય છે. આમ ન થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા આ પ્રકારની યોજના લોન્‍ચ કરવામાં આવી છે. હાલમાં જ રાજ્‍ય સરકાર દ્વારા એક કંપનીને આવા કન્‍ટેનર પુરા પાડવાનો કોન્‍ટ્રાક્‍ટ અપાયો છે. સરકાર દ્વારા ૫૦ કિલો, ૧૦૦ કિલો અને ૨૦૦ કિલોની સંગ્રહ શક્‍તિ ધરાવતા કન્‍ટેનરો આપવામાં આવશે. હાલમાં પુરવઠા વિભાગ અને મધ્‍યાહન બોર્ડ દ્વારા કઈ શાળામાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્‍યા છે અને કેટલા કન્‍ટેરની જરૂરીયાત છે તે માટેની માહિતી ભેગી કરવામાં આવી રહી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં એનજીઓ દ્વારા મધ્‍યાહન ભોજન તૈયાર કરી બાળકોને પીરસવામાં આવતું હોવાથી આ શાળાઓનો સમાવેશ કરવામાં આવશે નહીં.
આ કન્‍ટેનરની સાથે ધણી શાળાઓમાં કિચન શેડની પણ વ્‍યવસ્‍થા ન હોવાથી કિચન શેડ પણ હવે બાંધી આપવામાં આવશે. આ ઉપરાંત શાળાઓએ પણ આ અંગે કાળજી લેવાની રહેશે. આ માટેની ગ્રાન્‍ટ શાળાઓને આપવામાં આવશે અને શાળાઓએ યોગ્‍ય સમયની અંદર નક્કી કરેલા ઈજારદાર પાસેથી આ કન્‍ટેનરો પોતાની શાળાના વિદ્યાર્થીઓની સંખ્‍યા મુજબ ખરીદી કરવાના રહેશે. જો કોઈ શાળા દ્વારા વર્ષની અંદર કન્‍ટેનરની ખરીદી કરવામાં નહીં આવે તો તેમણે રાજ્‍ય સરકારમાં આ ગ્રાન્‍ટ ફરી સરેન્‍ડર કરાવવી પડશે.

Post a Comment

Previous Post Next Post