MADHYMIK SIXAN BOARD A EXAM NI NUMBER SYSTEM MA FERFAR KARYO.


માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો ૧૦- ૧૨ ની પરીક્ષા નંબર પધ્ધતિમાં ફેરફાર કર્યો.
www.kjparmar.blogspot.com---> માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી ૧૩ મી માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સની પરીક્ષા માટે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શાળા મારફતે તેમની રિસિપ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.રિસિપ્ટમાં ચાલુ વર્ષે બોર્ડે નોંધપાત્ર ફેરફાર કર્યો હોવાનું શિક્ષણ આલમમાંથી જાણવા મળી રહ્યું છે. બોર્ડે ચાલુ વર્ષે પરીક્ષાર્થી વિદ્યાર્થીની અટક પરથી તેમને નંબર ફાળવવાને બદલે તેમાં ફેરફાર કર્યો છે જે અનુસાર, બાર સાયન્સના પરીક્ષાર્થીઓને તેમના નામ પ્રમાણે જ્યારે દસમાં ધોરણના પરીક્ષાર્થીઓને તેમના પિતાના નામ પરથી બેઠક ક્રમાંકની ફાળવણી કરી હોય તેમ જણાઈ રહ્યું છે.
ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને રિસિપ્ટનું વિતરણ કરાયું - ધોરણ ૧૨ સાયન્સમાં પરીક્ષાર્થીના નામ પરથી અને ૧૦ માં પિતાના નામ પરથી નંબરની ફાળવણી
જેથી પરીક્ષાર્થીઓના બેઠક ક્રમાંક અગાઉની જેમ ન આવતા તે ઊલટાઈ જતાં ગેરરીતિને અવકાશ રહેતો નથી. માધ્યમિક શિક્ષણ બોર્ડે પ્રત્યેક વર્ષે નંબર ફાળવણીની પધ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે, જેથી નંબર ઊલટાઈ જવા ઉપરાંત આગળ પાછળ થઈ જવાથી ગેરરીતિ થવાની શક્યતા રહેતી નથી.
વર્ષોથી બોર્ડે પરીક્ષાર્થીઓની અટક પ્રમાણે તેમને પરીક્ષા બેઠક ક્રમાંક ફાળવવાની નીતિ અમલી બનાવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી એક જ પ્રકારની બેઠક વ્યવસ્થા અમલી મૂકવામાં આવતી હતી. જેના ભાગરૂપે ધોરણ ૧૧ સાયન્સ અને બાર સાયન્સની છેલ્લી ત્રણ પરીક્ષા દરમિયાન અગાઉની જેમ જ પરીક્ષાર્થીની અટક પરથી જ પરીક્ષાર્થીને તેનો બેઠક નંબર આપવાની પ્રથા માધ્યમિક શિક્ષણ બોર્ડે અમલમા મૂકતા ત્રણેય સેમેસ્ટર દરમિયાન એક જ પરીક્ષા કેન્દ્રના એક જ સેન્ટરની શાળાના એક પરીક્ષાખંડમાં એકના એક પરીક્ષાર્થીઓના જ નંબરો આવ્યા હોવાની બૂમ શિક્ષણ આલમમાંથી ઊઠી હતી. વર્ષોથી બોર્ડે પરીક્ષાર્થીઓની અટક પ્રમાણે તેમને પરીક્ષા બેઠક ક્રમાંક ફાળવવાની નીતિ અમલી બનાવી હતી. એટલું જ નહીં, આમ થવાને કારણે ગેરરીતિ થવાની શક્યતાઓ સર્જાતી હોવાની ફરિયાદ સાથે પરીક્ષાર્થીઓના બેઠક નંબરની પધ્ધતિમાં ફેરફાર કરવાની આવશ્યકતા પર શિક્ષણ જગતમાંથી ભાર મૂકાયો હતો. પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને રિસિપ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

DEO-DPEO NI BADLI NO ADESH..

Post a Comment

Previous Post Next Post