FIX PAY NA KARMACHARIO NA VETAN MA VADHARO ANE FIX PAY NA 2 YEARS KARVA SANGH NI MANG.


આચારસંહિતા પૂર્વે પ્રશ્નો ન ઉકેલાય તો કર્મીઓની લડત.
--> ગણતરીના દિવસોમાં લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવશે. જેથી ગુજરાતના કર્મચારી મંડળો તેમના પડતર પ્રશ્નો તાકીદે લાવવા સરકાર પર દબાણ લાવવા એક થયા છે.
વિવિધ કર્મચારી મંડળો એક થઈ સરકારને આવેદનપત્ર આપ્યું
આજે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં કર્મચારી સંકલન સમિતિના નેજા હેઠળ વિવિધ મંડળો, મહાસંઘો અને એસો.ની બેઠક મળી હતી. તેમણે એક આવેદનપત્ર તૈયાર કરી આજે મુખ્યમંત્રી, નાણામંત્રી, મહેસૂલ મંત્રી તથા મુખ્ય સચિવને મોકલી આપ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની મુખ્ય છ માગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન કરશે.
કર્મચારી સંકલન સમિતિના પ્રમુખ વિષ્ણુ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ મંડળોના જે કોમન પ્રશ્નો છે તેને આગળ કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારના ધોરણે છઠ્ઠા પગારપંચ મુજબ ગુજરાતમાં વિવિધ એલાઉન્સીસ ચૂકવવા, ફિક્સ પગારથી નોકરી કરતા કર્મચારીઓની મુદત પાંચ વર્ષ છે તે ઘટાડીને ૨ વર્ષની કરવી અને ૨ વર્ષ બાદ તેમને કાયમી કરવા. રહેમરાહે નોકરીનો અમલ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તેનો અમલ શરૃ કરવો. કર્મચારીઓ માટે ફરજિયાત કોમ્પ્યુટર પરીક્ષા ત્રિપલ સી- ઝ્રઝ્રઝ્ર ૪૫ વર્ષથી વધુ વયના કર્મચારીઓને તેમાંથી મુક્તિ આપી પ્રમોશનના લાભ આપવા નિવૃત્તિ વય મર્યાદા ૫૮ વર્ષ છે તે વધારીને ૬૦ વર્ષની કરવી. ચોથા વર્ગના કર્મચારીઓ માટે જે આઉટ ર્સોિસગ પ્રથા શરૃ કરી છે અત્યારે મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે તેના બદલે કેન્દ્રના ધોરણે મેડિકલ વીમા પોલીસીનો લાભ આપવો.

Post a Comment

Previous Post Next Post