ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ૩૦મી એપ્રિલના રોજ યોજાશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ૩૦મી એપ્રિલના રોજ
યોજાશે.

ચૂંટણીના ધ્યાને
રાખીને
ગુજરાત
યુનિર્વિસટી દ્વારા એપ્રિલ
અને
મે
મહિનામાં લેવાનાર
પરીક્ષા કાર્યક્રમાં ફેરફાર
કરવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે,
આ નિર્ણય અંતર્ગત હવે ત્રીજા,
ચોથા અને પાંચમા તબક્કાની તારીખ
બદલવામાં આવી છે.
પ્રથમ તબક્કાની ૧૯મી માર્ચ,
બીજા તબક્કાની પરીક્ષા ૨૭મી માર્ચથી પરીક્ષા લેવામાં આવશે
ગુજરાત યુનિર્વિસટીની પ્રાયોગિક
પરીક્ષાની તારીખ અલગથી જાહેર કરાશે
ગુજરાત યુનિર્વિસટીના ઈન્ચાર્જ
પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું
હતું કે, ''વિવિધ
વિદ્યાશાખાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
કર્યો છે. જોકે, દરેક સેમેસ્ટરના વિષય દીઠ
પરીક્ષા કાર્યક્રમ અને સમય જે તે
પરીક્ષાના ૧૫ દિવસ પહેલાં નિર્ધારીત
કરાશે. યુનિર્વિસટીની પ્રથમ
તબક્કાની પરીક્ષા ૧૯ માર્ચે શરુ થશે જ્યારે
અંતિમ એટલે કે
પાંચમા તબક્કાની પરીક્ષા ૨૦ મે-૨૦૧૪
સુધી પૂર્ણ કરાશે.'' આમ,
યુનિર્વિસટીની પરીક્ષા સતત બે
મહિના સુધી ચાલશે.
ચૂંટણીને પગલે કાર્યક્રમમાં ફેરફાર
કરાયો છે જે અંતર્ગત હવે
બી.એડ.ની પરીક્ષા ૭ એપ્રિલને બદલે ૧૦
એપ્રિલથી શરુ થશે.
બાકીની ત્રીજા તબક્કા હવે ૭મી એપ્રિલને
બદલે ૧૨મી એપ્રિલે શરુ થશે, જ્યારે
ચોથા તબક્કાની પરીક્ષા ૨૧મી એપ્રિલને
બદલે ૨૪મી એપ્રિલથી શરુ થશે. તેમજ
પાંચમા તબક્કાની પરીક્ષા ૩૦મી એપ્રિલથી શરુ
થવાની હતી, એટલે આ જ દિવસે ચૂંટણી છે
જેના પગલે હવે
પાંચમા તબક્કાની પરીક્ષા ચૂંટણી બાદ ૮ મે
થી શરુ થશે.યુનિર્વિસટીની પ્રાયોગિક
પરીક્ષાની તારીખ અલગથી જાહેર
કરવામાં આવશે.યુનિર્વિસટીની માર્ચ-
એપ્રિલ-મે મહિનામાં યોજાનાર
પરીક્ષામાં ૩,૫૦,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ
ઉપસ્થિત રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે,
તમામ પરીક્ષાનો કાર્યક્રમ
આજથી યુનિર્વિસટીની વેબસાઈટ પર પણ
મૂકવામાં આવ્યો છે.
૮ મેથી કઈ પરીક્ષા શરૃ થશે ?
બી.એ સેમ-૨(રેગ્યુલર-એક્સ્ટર્નલ),
બી.કોમ.સેમ-૨(રેગ્યુલર-એક્સ્ટર્નલ),
બીએસસી સેમ-૪, બીબીએ સેમ-૨, બીસીએ
સેમ-૨, બીએસસી(એફએડી) સેમ-૨,
બીએસસી(ફાયર સેફ્ટી) સેમ-૨, એમ.એડ.
સેમ-૨, એમએમસીજે સેમ-૨ અને ૪,
એમડીસી સેમ-૨ અને ૪, એમ.ફિલ(તમામ),
એમ.એ સેમ-૨(રેગ્યુલર અને એક્સ્ટર્નલ),
એમ.કોમ. સેમ-૨(રેગ્યુલર અને
એક્સ્ટર્નલ) અને એમ.એસસી સેમ-૨
ની પરીક્ષા ૮મી મે થી શરુ થશે.
૨૪ એપ્રિલથી કઈ પરીક્ષા?
બી.એ સેમ-૪(રેગ્યુલર-એક્સ્ટર્નલ),
બી.કોમ.સેમ-૪(રેગ્યુલર-એક્સ્ટર્નલ),
બીએસસી સેમ-૨, બીબીએ સેમ-૪, બીસીએ
સેમ-૪, બીએસસી(એફએડી) સેમ-૬,
બીએસસી(ફાયર સેફ્ટી) સેમ-૪, એમ.એ.
સેમ-૪(રેગ્યુલર), એમ.કોમ.
સેમ-૪(રેગ્યુલર), એમએસસી સેમ-૪,
એમપીઈ સેમ-૨ અને ૪, એમ.એસસી સેમ-૪,
એમપીઈ સેમ-૨ અને ૪, એમલીબ સેમ-૨
અને ૪, એમ.એસ.ડબલ્યુ સેમ-૨ અને ૪
પરીક્ષા લેવાશે.
૧૦ એપ્રિલથી કઈ પરીક્ષા?
બી.એડ
સેમેસ્ટર-૨ની પરીક્ષા ૧૦મી એપ્રિલથી શરુ
થશે. અત્રે ઉલ્લેખનીય છે કે,
બી.એડ.ના યુનિર્વિસટીના લેશનની પ્રક્રિયા પૂર્ણ
થઈ છે.
૧૨ એપ્રિલથી કઈ પરીક્ષા શરૃ થશે?
આ ત્રીજા તબક્કામાં બીએ સેમ-૬, બી.કોમ
સેમ-૬, બીબીએ સેમ-૬,
બીસીએ સેમ-૬, બીએસસી(એફએડી)
સેમ-૬, બીએસસી(ફાયર સેફ્ટી) સેમ-૬ અને
માસ્ટર ઓફ પરર્ફોર્મિગ આર્ટસ સેમ-૧
અને ૨ પરીક્ષા શરુ થશ

Post a Comment

Previous Post Next Post