'BHARAT RATN' - MUST READ THIS.

'BHARAT RATN' - MUST READ THIS.

ભારત રત્ન' એવોર્ડ મેળવનારને મળતા લાભ, રસપ્રદ હકીકતો અને માહિતી
ભારત રત્ન એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. કોઇપણ એક ક્ષેત્રે ખૂબ જ મોટું પ્રદાન કે ફાળો આપનાર વ્યક્તિ આ સન્માન માટે પસંદ કરવામાં આવે છે.
મેડલનો દેખાવ પીપળના પાન જેવો હોય કે જેના પર દેવનગરી ભાષામાં 'ભારત રત્ન' લખાયેલું હોય છે.
૨ જાન્યુઆરી, ૧૯૫૪ ના રોજથી ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ એવોર્ડની શરૃઆત કરેલી. એ સમયે ફક્ત જીવિત વ્યક્તિઓને દેશ સેવા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવતો.
મૃત્યુ પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ વ્યક્તિ લાલ બહાદુર શાસ્ત્રી હતા.
વલ્લભાઇ પટેલને તેમના મૃત્યુ પછી, ૪૧ વર્ષે એટલે કે ૧૯૯૧ માં ભારત રત્ન એનાયત થયેલો. ગુલઝારીલાલ નંદા એ સૌથી મોટી ઉંમરના જીવિત વ્યક્તિ (૯૯ વર્ષ) હતા જેમને ભારત રત્ન આપવામાં આવેલો.
આજ દિવસ સુધી કુલ ૪૩ લોકોને 'ભારત રત્ન' એવોર્ડ આપાયો છે. જેમાં ૨ એવોર્ડ વિદેશી નાગરિકો નેલ્સન મંડેલા (૧૯૯૦) અને ખાન અબ્દુલ ગફાર ખાનને (૧૯૮૭) પણ મળેલા.
સુભાષચન્દ્ર બોઝને ૧૯૯૨ માં ભારત રત્ન આપવામાં આવેલો જેને વિવાદોના (સુભાષચન્દ્ર બોઝના મૃત્યુનો કોઇ પુરાવો ન હોવાથી) કારણે પરત ખેંચી લેવાયો હતો. ઈતિહાસની આ એકમાત્ર એવી ઘટના છે કે જેમાં ભારત રત્ન એવોર્ડ અપાયા બાદ પરત ખેંચવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિઓ
૧૯૫૪ રાધાક્રિશ્નન
૧૯૬૨ રાજેન્દ્ર પ્રસાદ
૧૯૬૩ ઝાકિર હુસૈન
૧૯૭૫ વી.વી. ગિરી
૧૯૯૭ ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ
વડાપ્રધાનો
૧૯૫૫ જવાહરલાલ નેહરુ
૧૯૬૬ લાલ બહાદુર શાસ્ત્રી
૧૯૭૧ ઈન્દિરા ગાંધી
૧૯૯૧ મોરારજી દેસાઇ
૧૯૯૧ રાજીવ ગાંધી
૧૯૯૭ ગુલઝારી લાલ નંદા
મુખ્યમંત્રીઓ
૧૯૫૭ ગોવિંદ વલ્લભ પંત (ઉ.પ્ર.)
૧૯૬૧ બિધન ચન્દ્ર રોય (પ.બંગાળ)
૧૯૭૬ કે. કામરાજ (તમિલનાડુ)
૧૯૮૮ એમ.જી. રામચન્દ્રન(તમિલનાડુ)
૧૯૯૯ ગોપીનાથ બોર્ડોલોઇ (આસામ)
વૈજ્ઞાનિકો
૧૯૫૪ સી.વી. રામન (ભૌતિકશાસ્ત્રી)
૨૦૧૪ સી.એન. રાવ
આઝાદીના લડવૈયાઓ
૧૯૫૪ સી. રાજગોપાલાચારી
૧૯૫૫ ભગવાન દાસ
૧૯૬૧ પુરૃષોત્તમદાસ ટંડન
૧૯૮૩ વિનોબા ભાવે
૧૯૯૧ સરદાર વલ્લભભાઇ પટેલ
૧૯૯૨ અબ્દુલ કલામ આઝાદ
૧૯૯૭ અરૃણા અસફ અલી
૧૯૯૮ ચિદમ્બરમ સુબ્રમણિયમ
૧૯૯૮ જય પ્રકાશ નારાયણ
વિદેશી નાગરીકો
૧૯૮૭ ખાન અબ્દુલ ગફાર ખાન
૧૯૯૦ નેલ્સન મંડેલા
ગાયકો
૧૯૯૮ એમ.એસ. સુબ્બુલક્ષ્મી
૨૦૦૧ લતા મંગેશકર
૨૦૦૯ ભીમસેન જોશી
અર્થશાસ્ત્રીઓ
૧૯૯૦ બાબા સાહેબ આંબેડકર
૧૯૯૯ અમાર્ત્ય સેન
વાદ્યશાસ્ત્રી
૧૯૯૯ રવિશંકર (સિતાર)
૨૦૦૧ બિસમિલ્લાહ ખાન (શેહનાઇ)
'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિને મળતા વિશિષ્ટ લાભ
- ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફ્રી ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ
- ફ્રી ફર્સ્ટ ક્લાસ ટ્રેનનો પ્રવાસ
- ભારતના વડાપ્રધાનના પગારની 50% કે તેના બરાબર જેટલી રકમનું પેન્શન
- સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજર રહી શકે
- કેબિનેટ કક્ષાનો ક્રમાંક આપવામાં આવે
- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના ગવર્નર, પૂર્વ રાષ્ટ્રપતિઓ અને ઉપવડાપ્રધાનો, લોકસભા સ્પીકર અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પછી દેશના 'સાતમા ક્રમાંક'ના અતિ મહત્વના વ્યક્તિ તરીકે 'ભારત રત્ન' મેળવનારની ગણતરી કરવામાં આવે છે
- જરૃર પડે તો ‘Z' કેટેગરીની સુરક્ષા મેળવી શકે
- પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિને ખાસ મહેમાન બની શકે
- વીવીઆઇપીના બરાબર દરજ્જો મળે
- 'ભારત રત્ન' મેળવનાર વ્યક્તિના સગા-સંબંધીમાંથી કોઇપણ વ્યક્તિને સરકારી નોકરી મળી શકે

Post a Comment

Previous Post Next Post