50 % merge before election


કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરો આનંદોઃ મુળ વેતનમાં પ૦ ટકા ડીએ જોડાશેકેન્દ્ર સરકાર ચુંટણીની જાહેરાત પહેલા પ૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરોને જલ્સો કરાવી દેશે : પગાર અને પેન્શન દોઢ ગણુ વધી જશેઃ આગામી કેબિનેટમાં મનમોહન નિર્ણય લેશે : કર્મચારીઓના ભથ્થા પણ વધી જશે : કર્મચારીવર્ગના મતો મેળવવા સરકારની યોજનાનવી દિલ્હી : લોકસભાની ચુંટણીના એલાન પહેલા યુપીએ સરકાર ૮૦ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને વધુ એક ભેટ આપવા જઇ રહી છે. કેન્દ્રીય કર્મચારીઓના પ૦ ટકા મોંઘવારી ભથ્થાને મુળ વેતનમાં શામેલ કરવાની તૈયારી થઇ રહી છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ યોજાનારી કેબીનેટની બેઠકમાં ૭માં વેતન પંચના કાર્યબિંદુઓ ઉપર મંજુરીની મહોર લાગી જશે. તેમાનો એક પ૦ ટકા મોંઘવારી ભથ્થાને મુળ વેતનમાં શામેલ કરવાનો મુદો પણ છે. સુત્રોનું કહેવુ છે કે આ મહિનાના અંત સુધીમાં ૭મું વેતનપંચ આ અંગે પોતાની ભલામણ સરકારને આપી દેશે.મોંઘવારી ભથ્થુ મુળ વેતનમાં શામેલ થવાથી કર્મચારીઓને આવાસ ભથ્થુ અને મોંઘવારી ભથ્થાના રૂપમાં વધુ રકમ પ્રાપ્ત થશે. કેબીનેટની બેઠક બુધવારે યોજાવાની હતી પરંતુ કોઇ કારણે તે પાછી ઠેલાઇ છે. હવે એક બે દિવસમાં બેઠક મળશે. સામાન્યરીતે વતન પંચની રચના વર્ષના અંતરાલ પર કરવામાં આવે છે. પરંતુ ૭માં વેતન પંચની રચનાસમય પહેલા જ ખરીદવામાં આવી છે.સંસદનું વર્તમાન સત્ર યુપીએ સરકારનું અંતિમ સત્ર છે. ગમે ત્યારે ચુંટણીની જાહેરાત થશે. તેથી સરકારે મત મેળવવા માટે કર્મચારીઓને રાજી કરવાનો નિર્ણય લીધો છે.સરકાર આગામી બેઠકમાં માસ્ટરસ્ટ્રોકલગાવશે. જો આ નિર્ણય લેવાશે તો દરેક કર્મચારીના પગાર કે પેન્શનમાં દોઢ ગણો વધારો થઇ જશે. હાલ કર્મચારીઓને ૯૦ ટકા ડીએ મળે છે અને જાન્યુઆરીથી ૧૦ ટકાનો વધારાનો એક હપ્તો મળશે અને ત્યારે તે ૧૦૦ ટકા થઇ જશે. આમાંથી પ૦ ટકા મુળ વેતનમાં જોડાઇ જશે. એવામાં મુળ વેતન વધીજશે અને તેના પર ફરી પ૦ ટકા ડીએ મળશે.સરકારના આ નિર્ણયથી પ૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્શનરને ફાયદો થશે. આ નિર્ણયથી કર્મચારીઓના પગારમાં૩૦ થી ૩પ ટકાનો વધારો થઇ જશે. અત્રે એ નોંધનીય છે કે ૭માં વેતન પંચની ભલામણો જાન્યુઆરી ૨૦૧૬થી લાગુ થશે. આનાથી ૧ લાખ કરોડ રૂપિયાનો સરકાર ઉપર બોજો પડશે. છેલ્લે ૬ઠ્ઠા વેતન પંચની ભલામણો ૧લી જાન્યુઆરી ૨૦૦૬થી લાગુ થઇ હતી.

Post a Comment

Previous Post Next Post