ગુજરાત રાજ્યમાં ચાલતી કન્યા કેળવણી માટેની વિદ્યા લક્ષ્મી બોન્ડની સ્કીમ બંધ કરવા માટેનો આજનો પરિપત્ર નિયામકશ્રી પ્રાથમિક ગુજરાત રાજ્ય ગાંધીનગર
Today's Circular for Closing of Vidya Lakshmi Bond Scheme for Girls' Education in Gujarat State Director Primary Gujarat State Gandhinagar
Click here to download VLB closed gr
વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
- સમગ્ર રાજ્યમાં કન્યા-કેળવણીનું પ્રમાણ વધારવા ૩૫ ટકાથી ઓછીી સ્ત્રી સાક્ષરતાવાળા ગામોમાં ૧માં ૧૦૦ ટકા કન્યાઓનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ-૭ સુધી અભ્યાસ ચાલુ રાખે તે માટે વિદ્યાલક્ષ્મી બૉન્ડ યોજના દાખલ કરેલ છે.
- નગરપાલિકાઓમાં બી.પી. એલ. પરિવારની કન્યાઓને પણ વિદ્યાલક્ષ્મી બૉન્ડ આપવામાં આવે છે.
- ધોરણ ૧માં નવીન શાળા-પ્રવેશ મેળવનાર દરેક કન્યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્ડની રકમ આપવામાં આવે છે.
- ૭ લાખ કન્યાઓને રૂ. ૭૦ કરોડના વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા.
- ધોરણ ૭ પાસ કરે ત્યારે બોન્ડની રકમ તેના વ્યાજની રકમ કન્યાને આપવામાં આવશે
| |||||||||||||||||||||||||||
દરેક કન્યાને ૧૦૦૦/- રૂપિયાની બોન્ડ ની રકમ.
વ્હાલી દીકરી યોજના
શું લાભ મળશે?
• દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની
સહાય.
• દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
• દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
• દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
આ યોજના માટે અરજી કરવાનું
ફોર્મ ડાઉનલોડ કરવા અહી
ક્લિક કરો.
લાભ લેવા માટે પાત્રતા
• તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
• દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
• અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
• બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
લાભ મેળવવા માટે જરૂરી પુરાવા
• દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
• દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
• દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
• દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
• દીકરી નો જન્મ દાખલો
• દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
• દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
• વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસીડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો.