ઈન્ટરનેટ વગર ની દુનિયા નાં ફાયદા .
છેલ્લા બે દિવસ થી મોબાઈલ ઈંટરનેટ બંધ છે , બ્રોડ બેન્ડ ચાલુ છે એટેલ એવું પૂછતા નહિ તો આ કેવીરીતે પોસ્ટ કર્યું .

(૧.) કેટલાય લોકો ને આજે ખબર પડી કે મોબાઈલ ફોન નો ઉપયોગ વોટ્સએપ અને ફેસબુક વગર પણ થઇ શકે છે .
(૨.) કેટલાય લોકોને આજે ખબર પડી કે તેમના ફોન ની બેટરી ખરેખર કેટલી લાંબી ચાલે છે
(૩.) ઉબેર , ઓલા કેબ વગેરે એકાઉન્ટમાં પ્રોમોકોડ નાખી ઉભા કરેલા રૂપિયા લોકો નાં ડૂબી ગયા જે ઇનકમટેક્સ માં પણ બાદ નહિ મળે જાણી ઘણા લોકો નારાજ છે .
(૪.) ઘણા લોકો ને જ્ઞાન થયું કે એમની સોસાયટીમાં આજુબાજુ માં પણ લોકો રહે છે .
(૫.) ઘણા લોકો એ વોટ્સએપ ફોલ્ડર માંથી ઈમેજ ડીલીટ કરીને સમય પસાર કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કેટલો નકામો કચરો મોબાઈલ માં ભરી રાખ્યો હતો .
(૬.) કેટલાક લોકો નાં હાથ નાં અંગુંઠા ફક્ત ફોન માટે જ નહિ એનાથી પેન પણ પકડી શકાય ચિત્રકામ પણ કરી શકાય શુંન ચોકડી રમી શકાય , છાપાની પઝલ ભરી શકાય વગેરે આત્મજ્ઞાન થયા .
(૭.) કેટલાય લોકો ને ટુડુક ટુડુક નોટિફિકેશન નાં આવાજ નાં માનસિક ભાસ થયા અને ખ્યાલ આવ્યો કે ખરેખર નોટિકિકેશન ચેક કર્યા વગર પણ આખીરાત ઉઘી પણ શકાય છે .
(૮.) ઘણા લોકો ને બપોરે જમ્યા પછી ઉઘી શકવાની ટેવ નો વર્ષો બાદ એહસાસ થયો .
(૯.) ઈંટરનેટ રીચાર્જ વગર એક કલાક પણ નાં ચાલતું હોય એવા લોકો એ નાકોડા ઈંટરનેટ ઉપવાસ કરીને ૪૮ કલાક કાઢ્યા અને રૂપિયા બચાવ્યા .
(૧૦.) ઘણા લોકોને પોતાના જ ઘરે કોઈ માનવરહિત આઈલેન્ડ માં જીવતા હોય એવી શાંતિ નો એહસાસ થયો .
યાદ રાખો બાળકો મોબાઈલ ઈંટરનેટ વગર ની દુનિયા પણ હોઈ શકે છે .
લી - વ્યવસ્થીત લઘર વઘર અમદાવાદી