ધોરણ 1 માં પ્રવેશ પત્ર બાળકો નો સર્વ કરાવવા બાબત.

ધોરણ 1 માં પ્રવેશ પત્ર બાળકો નો સર્વ કરાવવા બાબત.

 ધોરણ-૧ માં બાળકના પ્રવેશ વખતે વય મર્યાદા બાબત લેટર

ધોરણ-૧ માં બાળકના પ્રવેશ વખતે વય મર્યાદા બાબત લેટર

https://project303.blogspot.com/2022/03/Std-1-pravesh-vay-maryada-paripatra.html

નમસ્કાર,

મહત્વપૂર્ણ લિંક

ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ ના નિયમ ક્રમાંક : 3 માં થયેલ સુધારા બાબતના શિક્ષણ વિભાગના જાહેરનામા મુજબ કરવા પુનઃ સૂચના બાબત સંદર્ભ : - 1 ) શિક્ષણ વિભાગનું તા . ૩૧ / ૦૧ / ૨૦૨૦ નું નોટિફિકેશન 2 ) અત્રેની કચેરીનો પત્રક્રમાંક : પ્રાશિનિ / RTE / ૧૭૪૦૭ / ૨૦૨૦ / ૮૪૪-૯૩૦ તા . ૦૩/૦૬/૨૦૨૦ 3 ) અત્રેની કચેરીનો પત્રક્રમાંક : પ્રાશિનિ / RTE / 32630 / ૨૦૨૦ / ૪૩૪૩-૪૪૩૦ તા .૨૩૮૧૨૮૨૦૨૦ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , આર.ટી.ઈ. એક્ટ -૨૦૦૯ અન્વયે ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે . સંદર્ભ દર્શિત શિક્ષણ વિભાગના જાહેરનામા દ્વારા ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ નાં નિયમ ક્રમાંક : ૦૩ ( ૧ ) માં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવેલ છે . પ્રકરણ -૨ : મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ૩. ( ૧ ) શૈક્ષણિક વર્ષનાં ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું ૬ ઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહી . શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ , ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન , કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 લી જૂને 5 વર્ષની વય પૂર્ણ કરેલા હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે . ઉક્ત સુધારા બાબતનું શિક્ષણ વિભાગનું નોટિફિકેશન સંદર્ભ - ર દર્શિત પત્રથી મોકલી આપવામાં આવેલ .. જે મુજબની જાણ આપની કક્ષાએથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં કરવા જણાવવામાં આવેલ છે . પરંતુ , ઘણા વાલીઓ દ્વારા સદર બાબતે અત્રેની કચેરી ખાતે રજૂઆત કરેલ હોઈ 
સદર બાબતનો પ્રચાર - પ્રસાર જિલ્લા કક્ષાએ યોગ્ય રીતે થયેલ હોઇ તેમ જણાઈ આવતું નથી . આથી , પુનઃ જણાવવામાં આવે છે કે ઉક્ત મુજબના સુધારાની જાણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં સત્વરે કરવાની રહેશે . તેમજ વાલીઓને પણ સલાહ આપવાની રહેશે કે , જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો , શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક ( Playgroup , Nursery , Jr.KG , Sr.KG ) માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ -૧ માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૧ જૂનના રોજ ૬ વર્ષની ઉંમર પૂર્ણ થયેલ હોય . જો કોઈ શાળાઓ દ્વારા સદર જાહેરનામાને ધ્યાને લીધા સિવાય પ્રવેશ આપશે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં જે તે વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ધોરણ -૧ માં પ્રવેશ મેળવવા કાર્યવાહી કરે ત્યારે તે બાળકની વય ૧ જૂનનાં રોજ ૬ વર્ષથી ઓછી હશે તો પ્રવેશ મળી શકશે નહીં . અને જે તે વિદ્યાર્થીને પુનઃ ૧ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે . આથી , વાલી અને શાળા તેમજ કચેરી સાથે સંઘર્ષનું વાતાવરણ ઉભુ થશે . ટૂંકમાં , શૈક્ષણિક ૨૦૨૩-૨૪ થી ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું ૬ ઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં ધોરણ -૧ માં પ્રવેશ આપવામાં આવશે નહી . આથી , સદર જાહેરનામાથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળઓ માહિતગાર થાય તે મુજબની કાર્યવાહી કરવા અગાઉ પણ આપને સૂચના આપવામાં આવેલ હતી , તેમ છતાં પુનઃ ઉપર મુજબની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે . 

Post a Comment

Previous Post Next Post