શ્રી ચામુંડામાતા મંદિર બારમાં પાટોત્સવ ની નિમંત્રણ પત્રિકા

શ્રી ચામુંડામાતા મંદિર બારમાં પાટોત્સવ ની નિમંત્રણ પત્રિકાની વહેંચણી તો શરુ થઇ ગઈ છે. જે ગામે ગામ આજ નહિ તો કાલે પણ પહોંચી જશે. ૯૦ ટકા થી વધુ કંકોત્રી અને અવસરમાં પધારવાનું આમંત્રણ તો સમાજના મિત્રોએ હાથો હાથ આપેલ છે. પાટણ અને મહેસાણા જીલ્લાની બહાર રહેતા સમાજના કુટુંબીજનોને આમંત્રણ પત્ર વ્યવહાર દ્વારા કરવામાં આવેલ છે.
છતાં જો સમાજના કોઈ કુટુંબને માતાજીના મંદિરના પાટોત્સવના પ્રસંગનું નિમંત્રણ હજુ સુધી ન મળેલ હોય તો પણ તે કુટુંબીજનો ને ભાવ ભર્યું આમંત્રણ છે. કંકોત્રીને ડીજીટલ સ્વરૂપે આ મેસેજ સાથે મુકેલ છે.
જે તે વ્યક્તિ click here to download pdf kankotri લીંક ઉપર થી પણ ડાઉનલોડ કરી જોઈ શકે છે.
કાર્યક્રમની સંક્ષિપ્ત વિગત નીચે દર્શાવેલ છે.
તા. ૩૦-૧-૨૦૧૫ ને શુક્રવાર
==================
ભજન સંધ્યા રાત્રે ૯ કલાકે માતાજીના મંદિર આગળ
તા. ૩૧-૧-૨૦૧૫ ને શનિવાર
===================
જળ યાત્રા - સવારે ૮ કલાકે માતાજીના મંદિરે થી નીકળશે
બૃહદ સ્નપન યજ્ઞ - સવારે ૮-૧૫ કલાકે થી શરુ
માતાજીનો મહા અભિષેક - બપોરે ૧૨ કલાકથી સાંજે ૪ કલાક સુધી
બૃહદ સ્નપન યજ્ઞ પુર્ણાહુતી - સાંજે ૫-૩૦ કલાકે
રાસ-ગરબા - રાત્રે ૯ કલાકે
તા. ૧-૨-૨૦૧૫ ને રવિવાર
==================
સુવર્ણ અલંકાર અર્પણ વિધિ - સવારે ૮ કલાકે
માતાજીની શોભા યાત્રા - સવારે ૮-૩૦ કલાકે
નવચંડી યજ્ઞ - સવારે ૯-૧૫ કલાકેથી શરુ થશે
નવચંડી યજ્ઞની પુર્ણાહુતી - સાંજે ૫-૩૦ કલાકે
આભાર. જય માતાજી.
Patanwada Gujarati Mochi Samaj's photo.Patanwada Gujarati Mochi Samaj's photo.
Patanwada Gujarati Mochi Samaj's photo.

·

Post a Comment

Previous Post Next Post