STD. 1 TO 8 MASVAR PATH AYOJAN.
STD. 10 & 12 NI DIRECT EXAM APVU HAVE EASY BANYU.
---> ગુજરાતમાં સીધી જ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ હવે ઓપન બોર્ડનું સેન્ટર હોય તેવી સ્કૂલ શોધવા ફરવાની જરૂર નહિ પડે. હવે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવાયો છે. જે હેઠળ ગુજરાતની તમામ શાળાને ધોરણ ૧૦ અને ૧૨ના ઓપન બોર્ડના ફોર્મ ભરવાની છુટ આપી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ હવે ઘર નજીક જ બોર્ડના ફોર્મ ભરી શકશે.
નજીકની કોઇપણ શાળામાંથી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરી શકાશે
શરૂઆતના વર્ષોમાં શાળાનો અભ્યાસ છોડી દેનાર વિદ્યાર્થીઓ પુનઃ અભ્યાસ કરી શકે તે હેતુથી ધોરણ ૧૦ અને ૧૨માં ઓપન બોર્ડની શરૂઆત ચાર વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જે હેઠળ શહેર જિલ્લામાં કેટલીક શાળાઓને ઓપન બોર્ડના ફોર્મ ભરવા માટેના સેન્ટર આપતાં હતાં. જે સેન્ટર થકી જ વિદ્યાર્થી ધોરણ ૧૦ કે ૧૨ની પરીક્ષા આગળનો અભ્યાસ કર્યા વિના આપી શકતો હતો. જેના પગલે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
એક તરફ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (જીએસએએસ)ની પરીક્ષાનું ચલણ વધી રહયું છે. ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં હવે વિદ્યાર્થીઓની સાથે સાથે શાળા સંચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. જેને ધ્યાને રાખી રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાને જીએસએએસ થકી ફોર્મ ભરવાની મંજુરી આપી દેવામાં આવી છે. જે નિર્ણય બાદ હવે શહેર જિલ્લાની જે શાળાઓમાં ધોરણ ૧૦ અને ૧૨નો અભ્યાસ ક્રમ છે અને રાજ્ય સરકાર દ્વારા ઇન્ડેક્ષ નંબરની ફાળવણી કરાઇ છે તે શાળાઓ જીએસએએસના ફોર્મ ભરાવી શકશે.
પોતાના ઘર નજીકની શાળામાં ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીએ પોતાનો રહેઠાણનો પુરાવો જેવા કે રેશનિંગ કાર્ડ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ અથવા અન્ય કોઇ પુરાવો રજૂ કરવાનો રહેશે.
બોર્ડના આ નિર્ણય બાદ શાળાનો અભ્યાસ છોડી જનાર વિદ્યાર્થીઓ ફરી એક વખત અભ્યાસ કરી કોલેજ કક્ષાએ અભ્યાસ કરી કારકિર્દી બનાવી શકશે. ઉલ્લેખનીય છે કે, જીએસએએસ માટે પહલાં જે શાળાઓને મંજુરી આપવામાં આવી હતી તે મનફાવે તેવા ઊંચા ભાવ વિદ્યાર્થીઓ પાસેથી વસુલતા હતાં. પરંતુ હવે દરેક શાળાને ફોર્મ ભરવાની મંજુરી મળતાં વિદ્યાર્થીઓને ચોક્કસ પણે ફાયદો થશે.
વડોદરામાં અગાઉ ૩૦ શાળાઓ પાસે જ જીએસએએસનું સેન્ટર હતું
વડોદરા શહેરમાં હાલ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોની સંખ્યા ૫૦૦ જેટલી છે. ત્યારે ચાર વર્ષ પહેલાં જીએસએએસની શરૂઆત થઇ ત્યારે વડોદરા શહેર જિલ્લામાં ૧૬ શાળાને સેન્ટર આપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ધીરે ધીરે વધતી માંગને ધ્યાને રાખી ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં સેન્ટરની સંખ્યા વધારીને ૩૦ કરાઇ હતી. જો કે, હવે આ વર્ષથી શહેરની તમામ શાળામાં જીએસએએસના ફોર્મ ભરી શકાશે.