SUBHASH CHANDRA BOSE
દેશપ્રેમી નેતાજી બોઝ નાના હતા ત્યારે
'જયહિંદ'નું સૂત્ર આપનાર મહાન દેશભક્ત
નેતાજી સુભાષચંદ્ર બોઝના બાળપણનો એક પ્રસંગ
જાણવા જેવો છે. પાંચ વર્ષના હતા ત્યારે
બાળસુભાષ 'પ્રોટેસ્ટન્ટ યુરોપિયન
સ્કુલ'માં ભણવા જવા લાગ્યા. એ
શાળામાં અંગ્રેજોના બાળકો પણ હતા.
આપણો દેશ તે વખતે અંગ્રેજોના શાસન હેઠળ
હતો; તેથી અંગ્રેજ
અધિકારીઓનાં બાળકો ભારતીય
વિદ્યાર્થીઓને તુચ્છ માનતા હતા.
અવારનવાર ભારતીય વિદ્યાર્થીઓનું
તેઓ અપમાન પણ કરતા હતા;
અપશબ્દો બોલતા હતા.
એક દિવસ બપોરની રિસેસમાં અંગ્રેજ
અધિકારીઓનાં બાળકો મેદાનમાં રમતા હતા.
બીજી બાજુ એક ઝાડ નીચે
હિંદુસ્તાની છોકરાઓ ઝાડ નીચે
ઊભા રહીને તેમની રમત જોયા કરતા હતા.
એવામાં સુભાષ તે ઝાડ પાસે
પહોંચી ગયા. તેમણે
ઊભેલા હિન્દુસ્તાની છોકરાઓને જોઇને
પૂછ્યું ઃ ''શું તમને રમવાનું ગમતું નથી?''
છોકરાઓએ જવાબમાં કહ્યું ઃ ''રમવાનું
તો અમને પણ ઘણું મન થાય છે; પણ
પેલા અંગ્રેજ બાળકો અમને
રમવા દેતા નથી.''
''તો શું તમારા હાથ-પગ નથી? શું તમે
છાણ-માટીના બનેલા છો? ચાલો બોલ
કાઢો. આપણે પણ રમીશું જ.'' સુભાષે
જુસ્સાથી કહ્યું.
પહેલાં તો આપણા દેશના વિદ્યાર્થીઓ
ખચકાયા. તેમણે એકબીજા સામે જોયું, પણ
સુભાષનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ
જોઇને તે બધા સુભાષ સાથે મેદાન તરફ
ગયા અને ત્યાં તેમણે રમવાની શરૃઆત કરી.
તે જોઇને અંગ્રેજોના બાળકોએ તેમને
રમતા અટકાવવાનો પ્રયત્ન કર્યો.
તેથી ઉશ્કેરાઇ જઇને
હિંદુસ્તાની વિદ્યાર્થીઓએ
અંગ્રેજોના બાળકોને મેથીપાક ચખાડયો.
તેમને માર્યા.
બે જૂથ વચ્ચે મેદાનમાં મારામારી થાય છે
તેવી જાણ થતાં જ કેટલાક
શિક્ષકો દોડી આવ્યા.
સ્કુલના પ્રિન્સિપાલે આવીને
બધા વિદ્યાર્થીઓને સંપીને
રમવા સમજાવ્યા. હવે પછી જો બંને જૂથ
લડશે તો સખત સજા કરવામાં આવશે
તેવી ચેતવણી પણ આપી. પ્રિન્સિપાલે
સુભાષના પિતા જાનકીનાથ દાસને
ચિઠ્ઠી લખી ઃ
''તમારો પુત્ર ભણવામાં હોશિયાર છે, પણ
તે મારામારી કરવામાં પણ કંઇ પાછો પડે
તેવો નથી. તેને સમજાવજો.''
પિતાએ સુભાષને મારામારી થવાનું
કારણ પૂછ્યું, ત્યારે તેમણે
બનેલી ઘટના વિગતવાર જણાવી. એટલું જ
નહિ પણ સુભાષે પિતાને કહ્યું કે, ''તમે પણ
પ્રિન્સિપાલને પત્ર લખીને જણાવો કે,
તેઓ અંગ્રેજ વિદ્યાર્થીઓને ચેતવણી આપે કે,
જો તેઓ હિંદુસ્તાની વિદ્યાર્થીઓને
મેદાનમાં રમતાં અટકાવશે અને
ગાળો ભાંડશે તો અમે તે સહન કરી લઇશું
નહિ. તેમને યોગ્ય પાઠ ભણાવવો જ
પડશે.''
આવા હતા નાનપણથી આપણા નેતાજી સુભાષચંદ્ર
બોઝ. દેશપ્રેમી અને જોશીલા.
આગળ જતાં સુભાષચંદ્ર બોઝે 'આઝાદ હિંદ
ફોજ'ની સ્થાપના કરી હતી અને
તેની નેતાગીરી સંભાળી હતી.
સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક ખાતે
૨૩મી જાન્યુઆરી ૧૮૯૭ના રોજ થયો હતો.
એક વિમાની અકસ્માતમાં તેમનું રહસ્યમય
અવસાન થયું હતું.
દેશપ્રેમી નેતાજી બોઝ નાના હતા ત્યારે
'જયહિંદ'નું સૂત્ર આપનાર મહાન દેશભક્ત
નેતાજી સુભાષચંદ્ર બોઝના બાળપણનો એક પ્રસંગ
જાણવા જેવો છે. પાંચ વર્ષના હતા ત્યારે
બાળસુભાષ 'પ્રોટેસ્ટન્ટ યુરોપિયન
સ્કુલ'માં ભણવા જવા લાગ્યા. એ
શાળામાં અંગ્રેજોના બાળકો પણ હતા.
આપણો દેશ તે વખતે અંગ્રેજોના શાસન હેઠળ
હતો; તેથી અંગ્રેજ
અધિકારીઓનાં બાળકો ભારતીય
વિદ્યાર્થીઓને તુચ્છ માનતા હતા.
અવારનવાર ભારતીય વિદ્યાર્થીઓનું
તેઓ અપમાન પણ કરતા હતા;
અપશબ્દો બોલતા હતા.
એક દિવસ બપોરની રિસેસમાં અંગ્રેજ
અધિકારીઓનાં બાળકો મેદાનમાં રમતા હતા.
બીજી બાજુ એક ઝાડ નીચે
હિંદુસ્તાની છોકરાઓ ઝાડ નીચે
ઊભા રહીને તેમની રમત જોયા કરતા હતા.
એવામાં સુભાષ તે ઝાડ પાસે
પહોંચી ગયા. તેમણે
ઊભેલા હિન્દુસ્તાની છોકરાઓને જોઇને
પૂછ્યું ઃ ''શું તમને રમવાનું ગમતું નથી?''
છોકરાઓએ જવાબમાં કહ્યું ઃ ''રમવાનું
તો અમને પણ ઘણું મન થાય છે; પણ
પેલા અંગ્રેજ બાળકો અમને
રમવા દેતા નથી.''
''તો શું તમારા હાથ-પગ નથી? શું તમે
છાણ-માટીના બનેલા છો? ચાલો બોલ
કાઢો. આપણે પણ રમીશું જ.'' સુભાષે
જુસ્સાથી કહ્યું.
પહેલાં તો આપણા દેશના વિદ્યાર્થીઓ
ખચકાયા. તેમણે એકબીજા સામે જોયું, પણ
સુભાષનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ
જોઇને તે બધા સુભાષ સાથે મેદાન તરફ
ગયા અને ત્યાં તેમણે રમવાની શરૃઆત કરી.
તે જોઇને અંગ્રેજોના બાળકોએ તેમને
રમતા અટકાવવાનો પ્રયત્ન કર્યો.
તેથી ઉશ્કેરાઇ જઇને
હિંદુસ્તાની વિદ્યાર્થીઓએ
અંગ્રેજોના બાળકોને મેથીપાક ચખાડયો.
તેમને માર્યા.
બે જૂથ વચ્ચે મેદાનમાં મારામારી થાય છે
તેવી જાણ થતાં જ કેટલાક
શિક્ષકો દોડી આવ્યા.
સ્કુલના પ્રિન્સિપાલે આવીને
બધા વિદ્યાર્થીઓને સંપીને
રમવા સમજાવ્યા. હવે પછી જો બંને જૂથ
લડશે તો સખત સજા કરવામાં આવશે
તેવી ચેતવણી પણ આપી. પ્રિન્સિપાલે
સુભાષના પિતા જાનકીનાથ દાસને
ચિઠ્ઠી લખી ઃ
''તમારો પુત્ર ભણવામાં હોશિયાર છે, પણ
તે મારામારી કરવામાં પણ કંઇ પાછો પડે
તેવો નથી. તેને સમજાવજો.''
પિતાએ સુભાષને મારામારી થવાનું
કારણ પૂછ્યું, ત્યારે તેમણે
બનેલી ઘટના વિગતવાર જણાવી. એટલું જ
નહિ પણ સુભાષે પિતાને કહ્યું કે, ''તમે પણ
પ્રિન્સિપાલને પત્ર લખીને જણાવો કે,
તેઓ અંગ્રેજ વિદ્યાર્થીઓને ચેતવણી આપે કે,
જો તેઓ હિંદુસ્તાની વિદ્યાર્થીઓને
મેદાનમાં રમતાં અટકાવશે અને
ગાળો ભાંડશે તો અમે તે સહન કરી લઇશું
નહિ. તેમને યોગ્ય પાઠ ભણાવવો જ
પડશે.''
આવા હતા નાનપણથી આપણા નેતાજી સુભાષચંદ્ર
બોઝ. દેશપ્રેમી અને જોશીલા.
આગળ જતાં સુભાષચંદ્ર બોઝે 'આઝાદ હિંદ
ફોજ'ની સ્થાપના કરી હતી અને
તેની નેતાગીરી સંભાળી હતી.
સુભાષચંદ્ર બોઝનો જન્મ કટક ખાતે
૨૩મી જાન્યુઆરી ૧૮૯૭ના રોજ થયો હતો.
એક વિમાની અકસ્માતમાં તેમનું રહસ્યમય
અવસાન થયું હતું.