
(28 Feb 1:37 p.m.)
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે યુપીએ સરકાર લોકોને લ્હાણી કરવા
બેઠી હોય તેમ લાગે છે. પહેલા સબસિડી વાળા એલપીજી ગેસ સિલિન્ડરની સંખ્યા
9થી વધારીને 12 કરીને સામાન્ય જનતાને ખુશ કરી દીધા પછી હવે તેમણે સરકારી
કર્મચારીઓને પણ ચૂંટણીની ગીફ્ટ આપી છે. આજે યુપીએ સરકારના કેબિન્ટ મંત્રી
દ્વારા મોંઘવારી ભથ્થામાં 10 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આમ કેન્દ્ર
સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 90 ટકાથી વધીને 100 ટકા કરી દેવામાં
આવ્યુ છે.
કેબિનેટ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે આમાથી અડધો ભાગ કર્મચારીઓના
મૂળ વેતન સાથે જોડી દેવામાં આવશે અને તેનાથી 50 લાખ કર્મચારીઓને ફાયદો
થવાની શક્યતા છે. જ્યારે યુપીએ સરકારનીઆ જાહેરાતના કારણે 30 લાખ પેન્શન
ધારકોને પણ પાયદો થશે. આ પહેલા સરકાર દ્વારા પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં
મોંઘવારી ભથ્થામાં 10 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી હતી, જે 1 જુલાઈ
2013થી લાગુ કરવામાં આવી છે.
આગામી સમયમાં આવતી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એકથી બે સપ્તાહમાં
આચાર સંહિતા લાગુ થવાની શક્યતા છે. સરકારે મોંઘવારી ભથ્થામાં આજે જે