Breking news for Gujarat R.talati
Friends madati mahiti mujab 21 ke
22 february r.talati nu result che
temaj 28 feb thi bharati prakriya
hath dharase
ગુજરાત સરકારના ગૌણ સેવા બોર્ડ દ્વારા અમદાવાદ સહિત રાજ્યભરમાં રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં ૨૭૯ શાળાનાં બિલ્ડિંગ પર ૩૫૪૭ બ્લોક લેવાયેલ પરીક્ષામાં અમદાવાદ જિલ્લાનાં ૧,૦૬,૧૧૭ નોકરી વાંચ્છુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાર્થીઓમાં સરકારની વિચિત્ર માઈનસ ર્માંિકગ સિસ્ટમ સામે રોષ જોવા મળી રહ્યો હતો. આ નવી માઈનસ ર્માંિકગ સિસ્ટમ અંતર્ગત તમામ સવાલોના જવાબો આપવા ફરજિયાત બની ગયા છે કારણ કે જો સવાલ છોડી દેવામાં આવે તો પણ ૦.૨૫ માર્ક માઈનસ ગણાય છે. અગાઉની સિસ્ટમમાં જવાબ ન આવડતો હોય તો સવાલ છોડીને માઈનસ ર્માંિકગતી બચી શકાતું હતું. જે આ નવી માઈનસ ર્માંિકગ સિસ્ટમમાં નથી તેવો બળાપો ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો. આજે લેવાયેલી રેવન્યુ તલાટીની પરીક્ષામાં માઈનસ માર્ક્સની પદ્ધતિ સામે ઉમેદવારોમાં બારે નારાજગી જોવા મળી હતી. જે પ્રશ્નનો ખોટો જવાબ અપાયો હોય તેના ૦.૨૫ માર્ક્સ કાપી લેવાની પદ્ધતિ દરેક ઉમેદવારો યોગ્ય ગણાવી રહ્યા છે પરંતુ જે પ્રશ્નનો જવાબ આવડતો ન હોય અને તે પ્રશ્નને છોડી દેવામાં આવે આમ છતાં આ પ્રશ્નના પણ ૦.૨૫ માર્ક્સ કાપી લેવાની નવી સિસ્ટમથી ઉમેદવારોમાં રોષ છે. આ મુદ્દો આગામી દિવસોમાં સંભવતઃ કોર્ટના દ્વારે પહોંચે તેવી પણ સંભાવના છે. અગાઉ કોઈ પણ પ્રશ્નનો ખોટો જવાબ આપનાર ઉમેદવારના ૦.૨૫ માર્ક્સ કપાતા હતા પરંતુ પરીક્ષામાં કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય અને તે પ્રશ્નછોડી દેવા માંગતો હોય આમ છતાં તે આવું કરી શકે તેમ નથી કારણ કે જે પ્રશ્ન છોડી દેવામાં આવશે તેના પણ ૦.૨૫ માર્ક્સ કાપી લેવામાં આવશે. આ નવી સિસ્ટમથી ઉમેદવારો પ્રશ્નનો જવાબ ન આવડતો હોય છતાં તુક્કો અજમાવવા માટે મજબુર થઈ જશે, જેના નસીબ સારા હશે તેને એક માર્ક મળી જશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં સીમેટ, કેટ, જીમેટ, યુપીએસસી, સ્ટાફ સિલેક્સન, આઈબીપીએસ અને એસબીઆઈ સહિતના ભરતી બોર્ડ પરીક્ષાનું આયોજન કરતા હોય છે. આ એક પણ પરીક્ષામાં કોઈ ઉમેદવાર પ્રશ્ન ન આવડતો હોય અને તેને છોડી દે તો તેનો માર્ક કપાતો નથી. સીમેટમાં ૦.૨૫, જીપીએસસીમાં ૦.૨૫, કેટમાં ૦.૩૩, જીમેટમાં ૦.૩૩, યુપીએસસીમાં ૦.૨૫, આઈબીપીએસમાં ૦.૨૫ અને એસબીઆઈમાં ૦.૨૫ માઈનસ માર્ક્સની પદ્ધતિ છે પરંતુ જે પ્રશ્ન છોડી દેવામાં આવે તેના માર્ક્સ કપાતા નથી.
તલાટીની નોકરી માટે ૧.૪૩ કરોડ સાથે દલાલ પકડાયો
૧૫૦૦ તલાટીની ભરતી માટે ૮ લાખ ઉમેદવારોની અરજી
ડો. કલ્યાણસિંહ ચંપાવત ભાજપનો કાર્યકર ઃ મોડી રાત્રે પોલીસનો દરોડો એક ઉમેદવાર દીઠ દસ લાખ રૃપિયા ઉઘરાવતો હતો
ગાંધીનગર, તા.૧૬
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલી તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે લે ભાગુ ટોળકીઓ ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા પડાવી રહી છે ત્યારે ગાંધીનગર પોલીસે ગઈકાલે રાત્રે ઓપરેશન પાર પાડી ગાંધીનગરમાં સ્માર્ટ એકેડમી નામની સંસ્થાના સંચાલક અને ભાજપના કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવતને ૧.૪૩ કરોડ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી દસ-દસ લાખ રૃપિયા ઉઘરાવ્યા હતા. તેની સાથે રહેલા એક અમદાવાદના એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. એક બાજુ સરકારી ભરતીમાં કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવામાં આવતી હોવાની સરકાર વાતો કરી રહી છે ત્યારે ભાજપનું સભ્ય પદ ધરાવતો આ શખ્સ જ ઉમેદવારો પાસેથી ઉઘરાણાં કરતો ઝડપાઈ જતાં ભાજપમાં પણ સોંપો પડી ગયો છે.
સરકારી નોકરી મેળવવાનો હાલ યુવાનોમાં ક્રેઝ પેદા થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીઓમાં લેભાગુ ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે અને ઉમેદવારો પાસેથી લાખો રૃપિયાના ઉઘરાણાં કરતી હોય છે. હાલમાં તલાટીની ૧પ૦૦ જેટલી જગ્યાઓ માટે મહેસુલ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવી રહી અને તેની આજે લેખીત પરીક્ષા પણ હતી. ત્યારે ગઈ રાત્રીએ ગાંધીનગર એલસીબી અને એસઓજીએ ખાનગી ઓપરેશન પાર પાડીને ભાજપના કાર્યકરને ૧.૪૩ કરોડ રૃપિયા જેટલી રકમ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબીના પીએસઆઈ એચ.કે.સોલંકીને બાતમી મળી હતી કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તલાટીની જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવનાર છે જે પેટે ગાંધીનગરના સે-પ/સી પ્લોટ નં.૯૧૫/રમાં સ્માર્ટ એકેડમી અને પર્સનાલીટી ડેવલપમેન્ટ નામની સંસ્થા ચલાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવત આ પરિક્ષામાં અરજી કરનાર ઉમેદવારોને વિશ્વાસમાં લઈ પરીક્ષામાં પાસ કરાવી સરકારી નોકરી આપવાની બાંહેધરી આપી રૃપિયા ઉઘરાવી રહયો છે. જેથી આ બાતમીના આધારે એસઓજી પીઆઈ જે.ડી.બ્રહ્મભટ્ટ સહિતની ટીમે આ મકાનમાં દરોડો પાડતાં કલ્યાણસિંહ મુલસિંહ ચંપાવત તથા અમદાવાદમાં આંબાવાડી ખાતે વિરામ ફ્લેટ બી/રમાં રહેતો નિસલ ઉમેદભાઈ શાહ ઝડપાઈ ગયા હતા. આ મકાનમાંથી પોલીસને બિનહિસાબી રૃા.૧,૪૩,૯૦,૨૯૦ ની રોકડ તથા પાંચ નંગ મોબાઈલ મળી આવ્યા હતા. તેમજ ૮૮ જેટલા ઓનલાઈન પ્રવેશ પત્રોની નકલ મળી હતી. તેમજ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ અંગે ગાંધીનગર ડીવાયએસપી જે.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, કલ્યાણસિંહ ચંપાવત દરેક ઉમેદવાર પાસેથી દસ લાખ રૃપીયા વસુલતો અને તેમને નોકરી આપવાની બાંહેધરી આપતો હતો. અત્યાર સુધીની તપાસમાં આ બે વ્યક્તિઓના જ નામ બહાર આવ્યા છે. ચંપાવતે કેટલા કેટલા ઉમેદવારો પાસેથી રૃપિયા ઉઘરાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે તેમજ ગઈકાલે રાત્રીએ પોલીસે દરોડો પાડયો ત્યારે એક ઉમેદવાર દસ લાખ લઈને આવ્યો હતો તે પણ કબ્જે લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે સાંજે પોલીસે કલ્યાણસિંહ ચંપાવત તેમજ નિસલ શાહને ગાંધીનગર કોર્ટમા રજૂ કરતાં કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપ્યા છે. તો ગાંધીનગર મહાનગર ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ધરાવતાં કલ્યાણસિંહ ચંપાવત ભાજપના ક્ષત્રિય મોરચામાં પણ સક્રિય હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે ભાજપના ખેમામાં પણ ભારે સોંપો જોવા મળી રહયો છે.
રૃપિયા ગણવા માટે મશીન પણ ખરીદયું!
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવતાં કલ્યાણસિંહ ચંપાવતની સ્માર્ટ એકેડમીમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર પોલીસે દરોડો પાડયો ત્યારે ૧.૪૩ લાખ રૃપિયાની રોકડ રકમ સાથે પોલીસને રૃપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું.
છેલ્લા અઠવાડીયાથી રૃપિયા ઉઘરાવતા ચંપાવતને રૃપિયા ગણવાનો સમય ના હોવાથી મશીન મારફતે રૃપિયા ગણતાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મશીન પણ કબ્જે લીધું છે.
ચંપાવતનું સચિવાલય કનેકશન પણ તપાસાશે
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે લાખો રૃપિયા ઉઘરાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધા છે ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપીનો સચિવાલયમાં કોઈ કનેકશન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ચંપાવતની ડાયરી અને મોબાઈલ ઉપર થયેલી વાતચીતના આધારે પોલીસ અન્ય કોણ કોણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે તેની તપાસ કરી રહી છે.
સીએમના સલાહકાર તરીકેની ઓળખ આપનાર
ડો. ચંપાવતે મોદીની સભાનું સંચાલન પણ કર્યું હતું!
ભાજપમાંથી ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટ માટે ટિકિટ માંગી હતીઃ સરકારી યોજનાઓના નામકરણનો પણ દાવો